________________
પરિશિષ્ટ-૪
પરિશિષ્ટ-૪
૪૧૫
નક્ષત્ર ભોજન
જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્રના દસમા પ્રાભૂતના સત્તરમા પ્રતિપ્રામૃતમાં નક્ષત્રના ભોજનનું વર્ણન છે. તા હં તે મોયખા આહિતિ વજ્જ્ઞા ? નક્ષત્રોનું ભોજન ક્યુ છે અર્થાત્ ક્યા નક્ષત્રમાં કેવા પ્રકારનું ભોજન કરવાથી કાર્ય સિદ્ધ થાય છે ? આ પ્રશ્ન સૂત્રથી આ પ્રતિપ્રામૃતનો પ્રારંભ થયો છે અને ત્યારપછી ક્રમશઃ કૃતિકા નક્ષત્રથી પ્રારંભ કરી ભરણી નક્ષત્ર સુધીના ૨૮ નક્ષત્રોના ભોજ્ય પદાર્થોનો ક્રમશઃ નામોલ્લેખ છે.
આ પ્રતિપ્રામૃત લિપિકાળમાં પ્રમાદથી પરિવર્તન પામ્યું હોય અથવા પ્રક્ષિપ્ત કરાયું હોય, તેમ જણાય છે. તેને પ્રક્ષિપ્ત માનવાના કેટલાક સચોટ અનુમાનો છે.
જ્યોતિષગણરાજ ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રના દસમા પ્રાકૃતના પહેલા પ્રતિપ્રાભૂતમાં અભિજિતથી પ્રારંભ કરી ઉત્તરાષાઢા નક્ષત્ર પર્યંતના નક્ષત્રક્રમને સ્વમત સમંત કહ્યો છે અને કૃતિકાથી ભરણી, મઘાથી અશ્લેષા, ધનિષ્ઠાથી શ્રવણ વગેરે નક્ષત્ર ક્રમને સ્પષ્ટ રીતે અન્યમત(અન્યતીર્થિકોને) સંમત કહ્યો છે.
આ આગમમાં તથા જંબૂદ્દીપ પ્રજ્ઞપ્તિ સૂત્રના સાતમા વક્ષસ્કારમાં જ્યાં-જ્યાં નક્ષત્રોનું વર્ણન છે, ત્યાં અભિજિત નક્ષત્રથી પ્રારંભ કરી ઉત્તરાષાઢા નક્ષત્ર પર્યંતના ક્રમથી જ વર્ણન છે, યથા– નક્ષત્રોના સંસ્થાન (૧૦/૮), નક્ષત્રોના તારાઓ (૧૦/૯), નક્ષત્રોના સ્વામી દેવ(૧૦/૧૨), નક્ષત્રોનાં ગોત્ર (૧૦/૧૬) વગેરે કથનનો પ્રારંભ સૂત્રકારે અભિજિત નક્ષત્રથી કર્યો છે. નક્ષત્ર ભોજનના આ પ્રકરણમાં કૃતિકા નક્ષત્રથી નક્ષત્ર ભોજનના કથનનો પ્રારંભ થયો છે. કૃતિકાથી ભરણી નક્ષત્ર ક્રમ અન્યતીર્થિકોની માન્યતા છે, તેમ પ્રાકૃત ૧૦/૧માં કહ્યું છે, તદ્નુસાર આ પ્રતિપ્રામૃતગત માન્યતા અન્યતીર્થિકોની હોય, તેવો સંભવ છે. લિપિકાળમાં પ્રમાદથી સૂત્રમાં પરિવર્તન થઈ ગયું હોય અથવા લિપિકાળમાં કોઈ અજૈન લહિયાએ આ પ્રતિપ્રાભૂત પ્રક્ષિપ્ત કર્યું હોય અને તેથી કૃતિકાથી ભરણીના ક્રમથી લખ્યું હોય, તેમ અનુમાન કરી શકાય છે.
આ સંપૂર્ણ આગમમાં જ્યોતિષ્ક દેવોના વિમાનની ગતિ, મંડળ, યોગ આદિ જ્યોતિષ્ક વિમાનના સ્વરૂપનું વર્ણન છે. તેના બધા પ્રાભૂતોમાં જ્યોતિષ્ક વિમાનો સંબંધિત યોગ, ગ્રહણ આદિના ગણિતનું વર્ણન છે. તેના શુભાશુભફળનું ક્યાંય વર્ણન નથી. આ પ્રતિપ્રામૃત(૧૦/૧૭)માં નક્ષત્ર ભોજન અર્થાત્ ફળનું કથન છે.
આ રીતે આગમમાં ફળનું કથન કરવું, તે શ્રમણ સાધનાથી વિપરીત છે. ખિમિત્તેખ ય વવહરફ, પાવ સમળેફ વુન્નરૂ । ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૧૭, ગાથા. ૧૮. શુભાશુભ નિમિત્તનું (ફળનું) કથન કરે, તે પાપ શ્રમણ કહેવાય છે. અમુક નક્ષત્રમાં અમુક પ્રકારના ભોજનથી કાર્ય સિદ્ધ થાય, તેવું શુભાફળ સૂચક કથન સ્થવિર ભગવંતોએ (સૂત્રકારે) લખ્યું હોય તે સંભવિત નથી.
નક્ષત્ર ભોજનના વિધાનમાં કેટલા અખાદ્ય(માંસ સાદિ) પદાર્થોના ભોજનનું તથા મહાવિગયના ભોજનનું વિધાન છે. અહિંસાના પરમ ઉપાસક સર્વજ્ઞ પરમાત્મા આવું વિધાન કરે, તે શક્ય નથી. આગમોમાં અનેક સ્થાને મધ-માંસ વગેરે મહાવિગયના ત્યાગનું કથન છે. ગૃહસ્થો માટે પણ માંસ,