________________
પ્રાકૃત-૨૦
૩૯૭
णक्खत्त- तारारूवाणं काम-भोगेहिंतो अनंतगुणविसिट्ठतरा चेव चंदिम-सूरियाणं देवाणं कामभोगा, ता एरिसए णं चंदिम-सूरिया जोइसिंदा जोइसरायाणो कामभोगे पच्चणुभवमाणा विहरंति ।
ભાવાર્થ :
પ્રશ્ન—જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર-સૂર્ય કેવા પ્રકારના કામભોગ ભોગવે છે? ઉત્તરજે રીતે પ્રથમ યુવાવસ્થાના પ્રારંભમાં કોઈ બલવાન ભોગ ભોગવવામાં સમર્થ પુરુષને પ્રથમ યુવાવસ્થાવાળી બલવતી ભોગ ભોગવવામાં સમર્થ પત્નિની સાથે લગ્ન કર્યાને થોડો સમય થયો હોય અને ધનાર્થી
તે પુરુષ ધન પ્રાપ્તિ માટે સોળ વર્ષ માટે વિદેશ જાય અને ત્યાં ધન પ્રાપ્ત કરી, કરવા યોગ્ય સર્વ કાર્ય પૂર્ણ કરી નિર્વિઘ્ને ફરી પોતાના ઘેર આવે. ત્યાર પછી સ્નાન, કૃતબલિકર્મ, કૌતુક મંગલ તથા પ્રાયશ્ચિત કરી શુદ્ધ, મંગલ વસ્ત્રો પરિધાન કરી, અલ્પવજનવાળા અને મહામૂલ્યવાન આભૂષણોથી અલંકૃત થઈને, મનોજ્ઞ સ્થાલીપાક વિશુદ્ધ-પહોળા વાસણમાં પકાવવાના કારણે સરસ રીતે સીઝી ગયેલાં અઢાર પ્રકારના વ્યંજનોથી યુક્ત ભોજન કરે અને ત્યાર પછી તે પોતાના તથાપ્રકારના શયનગૃહમાં જાય.
તે શયનગૃહ અંદરથી ચિત્રકર્મથી યુક્ત, બહારથી સફેદ રંગથી રંગેલું અને મસૃણના પત્થરથી ઘસીને સુંવાળું બનાવેલું, ઉપરનો ભાગ વિવિધ ચિત્રોથી યુક્ત તથા અધોભાગ પ્રકાશથી દેદિપ્યમાન હોય, મણિ અને રત્નોના કારણે તે શયનગૃહનો અંધકાર નષ્ટ થઈ ગયો હોય, તેનો ભૂમિભાગ બહુસમ અને સુવિભક્ત હોય, તેમાં પાંચ વર્ણના સરસ અને સુગંધિત પુષ્પપુંજો ગોઠવેલા હોય, ઉત્તમ કાલાગરુ, કુન્દરુક અને તુરુષ્કના ધૂપથી તે શયનગૃહ ચારે બાજુ સુગંધથી મઘમઘાયમાન, એક પ્રકારની સુગંધગુટિકા જેવું થઈ ગયું હોય, તેવા શયનગૃહમાં બંને બાજુ તકિયાથી યુક્ત, બંને તરફ ઉન્નત અને મધ્યમાં કઈંક ઝૂકેલી, ગંગાનદીના તટવર્તી રેતીના ઉદ્દાલ સમાન–પગ રાખતાં જ લપસી જવાય તેવી અત્યંત કોમળ શ્રેષ્ઠ એક સાલિંગનવર્તિક અર્થાત્ શરીર પ્રમાણ શય્યા હોય. તે શય્યા પરિકર્મિત ઝૂલવાળી રેશમી ચાદરથી આચ્છાદિત તથા સુંદર, સુરચિત રજસ્ત્રાણથી યુક્ત હોય, લાલ રંગના સૂક્ષ્મ વસ્ત્રની મચ્છરદાની તેના પર લાગેલી હોય, તે સુરમ્ય, કોમળ ચર્મ, વસ્ત્ર, રૂ, બરુ, નવનીત તથા આકોલિયાના રૂની સમાન કોમળ સ્પૃશવાળી, સુગંધિત શ્રેષ્ઠ પુષ્પથી, ચૂર્ણથી તથા શય્યાને ઉપયોગી અનેક દ્રવ્યોથી યુક્ત હોય.
તેવી શય્યા ઉપર તે પુરુષ શ્રેષ્ઠ શ્રૃંગાર ગૃહ સમાન સુંદર વેષવાળી, હાસ્ય-વિનોદ કરનારી, પતિ સાથે બેસીને વિલાસયુક્ત વાર્તાલાપ કરનારી, નિપુણ, કામ કલામાં કુશળ, પતિમાં અનુરક્ત, અવિરક્ત, મનને અનુકૂળ શ્રેષ્ઠ સ્ત્રી સાથે મનને અન્યત્ર કર્યા વિના એકાંતમાં રતિરક્ત થઈને ઇષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, ગંધ આદિ પાંચ પ્રકારના મનુષ્ય સંબંધી કામભોગોનું સેવન કરે છે.
પ્રશ્ન– વેદોપશમન(વિકાર ઉપશમન)ના સમયે તે પુરુષ કેવા પ્રકારના સુખનો અનુભવ કરે છે ? ઉત્તર– હે આયુષ્યમાન્ શ્રમણ ! તે ઉદાર સુખનો અનુભવ કરે છે. તે પુરુષના કામભોગોથી વાણવ્યંતર દેવોના કામભોગ અનંતગુણા વિશિષ્ટ હોય છે.
વાણવ્યંતર દેવોના કામભોગોથી અસુરેન્દ્ર સિવાયના ભવનવાસી(નવનિકાયના) દેવોના કામભોગ અનંતગુણા વિશિષ્ટ હોય છે. અસુરેન્દ્ર સિવાયના ભવનવાસી દેવોના કામભોગથી અસુરેન્દ્રના કામભોગ અનંતગુણા વિશિષ્ટ હોય છે. અસુરેન્દ્ર દેવોના કામભોગોથી ગ્રહ, નક્ષત્ર, તારાઓના કામભોગ અનંતગુણા વિશિષ્ટ છે. ગ્રહગણ, નક્ષત્ર, તારાઓના કામભોગ કરતાં ચંદ્ર-સૂર્યના કામભોગ અનંત ગુણા વિશિષ્ટ હોય છે. જ્યોતિષકેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર-સૂર્ય દેવ આ પ્રકારના કામભોગોનો અનુભવ કરતાં વિચરે છે.