________________
પ્રાભૂત-૨૦
૩૮૯
ભાવાર્થ:ભગવાન એમ કહે છે કે ચંદ્ર-સૂર્ય દેવ મહર્ધિક, મહાદ્યુતિવાળા, મહાબલવાળા, મહાયશવાળા, અત્યધિક સુખી, મહાપ્રભાવશાળી છે, તે દેવો શ્રેષ્ઠવસ્ત્રો, શ્રેષ્ઠ માળાઓ અને શ્રેષ્ઠ આભૂષણો ધારણ કરે છે, દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ અન્ય દેવો ચ્યવે છે અને ત્યાં અન્ય દેવો ઉત્પન્ન થાય છે અર્થાત્ ઐશ્વર્યપૂર્ણ તે દેવો પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ચ્યવન પામે છે અને અન્ય જીવો તે સ્થાને ઉત્પન્ન થાય છે.(આ રીતે તે દેવો શાશ્વત છે.)
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ચંદ્ર-સૂર્યના અનુભાવ અર્થાત્ સ્વરૂપનું વર્ણન છે.
ચંદ્ર-સૂર્ય જ્યોતિષ્ક દેવોના ઇન્દ્ર છે. આપણી પૃથ્વી ઉપરથી જે ચંદ્ર-સૂર્ય વગેરે દેખાય છે, તે ચંદ્રેન્દ્ર અને સૂર્યેન્દ્રના વિમાન છે અર્થાત્ તેઓને રહેવાના સ્થાન છે અને તે વિમાન પૃથ્વીકાયરૂપ છે. પૃથ્વીકાયના અસંખ્યાત-અસંખ્યાત જીવો ત્યાં ઉત્પન્ન થાય છે અને મૃત્યુ પામે છે, પણ તે વિમાનનો આકાર કાયમ તે જ રૂપે રહે છે.
રાહુના કાર્ય વિષયક બે પ્રતિપત્તિઓ -
३ | ता कहं ते राहुकम्मे आहिएति वएज्जा ? तत्थ खलु इमाओ दो पडिवत्तीओ पण्णत्ताओ तं जहा
तत्थेगे एवमाहंसु- ता अस्थि णं से राहु देवे जेणं चंदं वा सूरं वा गिण्हइ, एगे एवमाहंसु । एगे पुण एवमाहंसु - णत्थि णं से राहू देवे, जेणं चंद वा सूरं वा गिण्हइ - एगे एवमाहंसु ।
ભાવાર્થ:પ્રશ્ન- રાહુનું કર્મ(કાર્ય) શું છે ? ઉત્તર- રાહુના કાર્ય વિષયક અન્યતીર્થીકોની બે પ્રતિપત્તિઓ છે (૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે રાહુ નામનો દેવ છે અને તે ચંદ્ર તથા સૂર્યને ગ્રહણ કરે છે. (૨) કેટલાક અન્યતીર્થિકો એમ કહે છે કે રાહુ દેવ ચંદ્ર, સૂર્યને ગ્રહણ કરતા નથી.
૪ | तत्थ जे ते एवमाहंसु - ता अस्थि णं से राहू देवे, जेणं चंदं वा सूरं वा गिण्हइ, से एवमाहंसु- ता राहु णं देवे चंदं वा सूरं वा गेण्हमाणे बुद्धतेणं गिण्हित्ता बुद्धतेणं मुयइ, बुद्धतेणं गिण्हित्ता मुद्धतेणं मुयइ, मुद्धतेणं गिहित्ता बुद्धतेणं मुयइ, मुद्धतेणं गिण्हित्ता मुद्धतेणंमुयइ, वामभुयंतेणं गिण्हित्ता वामभुयंतेणं मुयइ, वामभुयंतेणं गिण्हित्ता दाहिणभयंतेणं मुयइ, दाहिणभुयंतेणं गिण्हित्ता वामभुयंत्तेणं मुयइ, दाहिणभुयंतेणं गिण्हित्ता दाहिणभुयंतेणं मुयइ ॥
દેવ
ભાવાર્થ:- તેમાંથી જે એમ કહે છે કે રાહુ દેવ ચંદ્ર-સૂર્યને ગ્રહણ કરે છે, તેઓના મતે રાહુ ચંદ્ર-સૂર્યને નીચેથી ગ્રહણ કરીને નીચેથી મુક્ત કરે છે, નીચેથી ગ્રહણ કરીને ઉપરથી મુક્ત કરે છે, ઉપરથી ગ્રહણ કરીને નીચેથી મુક્ત કરે છે, ઉપરથી ગ્રહણ કરીને ઉપરથી જ મુક્ત કરે છે, ડાબા હાથથી ગ્રહણ કરીને ડાબા હાથથી છોડે છે, ડાબા હાથથી ગ્રહણ કરીને જમણા હાથથી છોડે છે, જમણા હાથથી ગ્રહણ કરીને ડાબા હાથથી છોડે છે, જમણી બાજુથી ગ્રહણ કરીને જમણી બાજુથી મુક્ત કરે છે.