________________
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રક્ષપ્તિ સૂત્ર
समुद्दे, अरूणवरोभासे दीवे अरूणवरभासोदे समुद्दे, कुंडले दीवे कुंडलोदे समुद्दे, कुंडलवरे दीवे, कुंडलवरोदे समुद्दे, कुंडलवरोभासे दीवे कुंडलवरभासेदे समुद्दे । सव्वेसिं विक्खंभे-परिक्खेवो जोइसाइं च पुक्खरोदसागरसरिसाई ।
३८४
ભાવાર્થ :પ્રશ્ન- પુષ્કરોદ સમુદ્રમાં કેટલા ચંદ્ર પ્રકાશ કરતા હતા ? વગેરે પ્રશ્ન પૂછવા. ઉત્તર– પુષ્કરોદ સમુદ્રમાં સંખ્યાત ચંદ્ર પ્રકાશ કરતા હતા યાવત્ સંખ્યાત ક્રોડાક્રોડી તારાગણ શોભતા હતા, શોભે છે અને શોભશે.
આ પ્રકારના અભિલાપ(પાઠ) વરુણવર દ્વીપ, વરુણોદ સમુદ્ર; ક્ષીરવર દ્વીપ, ક્ષીરોદ સમુદ્ર; મૃતવર દ્વીપ ધૃતોદ સમુદ્ર; ક્ષોતવર દ્વીપ, ક્ષોતોદ સમુદ્ર; નંદીશ્વર દ્વીપ નંદીશ્વર સમુદ્ર; અરૂણ દ્વીપ અરૂણોદ સમુદ્ર; અરૂણવર દ્વીપ, અરૂણવરોદ સમુદ્ર; અરૂણવરાભાસ દ્વીપ, અરૂણવરાભાસોદ સમુદ્ર; કુંડલદ્વીપ કુંડલોદ સમુદ્ર; કુંડલવર દ્વીપ, કુંડલવરોદ સમુદ્ર; કુંડલવરાભાસ દ્વીપ કુંડલવરાભાસોદ સમુદ્ર, આ બધા દ્વીપ-સમુદ્રનો આયામ, વિખંભ, પરિધિ તથા જ્યોતિષ્ક દેવ પુષ્કરોદ સમુદ્રની સમાન છે અર્થાત્ વિભાદિ સંખ્યાત હજાર યોજન છે અને જ્યોતિષ્ક દેવો પણ સંખ્યાત હજાર છે.
२७ ता कुंडलवरभासण्णं समुद्दं रूयए दीवे वट्टे वलयाकारसंठाणसंठिए सव्वओ समंता संपरिक्खित्ताणं चिट्ठइ । ता रूयए णं दीवे किं समचक्कवालसंठिए विसमचक्कवालसंठिए ? ता रूयण णं दीवे समचक्कवालसंठिए, जो विसमचक्कवालसंठिए ।
ता रूयए णं दीवे केवइयं चक्कवालविक्खंभेणं केवइयं परिक्खेवेणं आहिएति ? ता असंखेज्जाई जोयणसहस्साइं चक्कवालविक्खंभेणं, असंखेज्जाइं जोयणसहस्साइं परिक्खेवेणं आहिएति वज्जा ।
ભાવાર્થ :- ગોળ અને વલયાકાર સંસ્થાનથી સંસ્થિત રુચકદ્વીપ કુંડલવરભાસોદ સમુદ્રને ચારે તરફથી ઘેરીને રહ્યો છે. પ્રશ્ન- રુચકદ્વીપ સમગોળાકાર સંસ્થાનથી સંસ્થિત છે કે વિષમગોળાકાર સંસ્થાનથી સંસ્થિત છે ? ઉત્તર- રુચકદ્વીપ સમગોળાકાર સંસ્થાનથી સંસ્થિત છે, વિષમગોળાકાર સંસ્થાનથી સંસ્થિત નથી.
પ્રશ્ન- રુચકદ્વીપનો ચક્રવાલ–વિખંભ કેટલો છે અને પરિધિ કેટલી છે ? ઉત્તર- રુચકદ્વીપનો ચક્રવાલ વિધ્યુંભ અસંખ્ય હજાર યોજનનો છે અને અસંખ્ય હજાર યોજનની પરિધિ છે.
२८ ताणं दीवे केवइया चंदा पभार्सेसु वा पुच्छा तहेव । ता रूयए णं दीवे असंखेज्जा चंदा पभासेंसु वा जाव असंखेज्जाओ तारागण कोडिकोडीओ सोभं सोर्भेसु वा सोर्भेति वा सोभिस्संति वा ।
ભાવાર્થ :પ્રશ્ન—રુચકદ્વીપમાં કેટલા ચંદ્ર પ્રકાશ કરતા હતા વગેરે પ્રશ્ન કરવા ઉત્તર– રુચકદ્વીપમાં અસંખ્યાત ચંદ્રો પ્રકાશ કરતા હતા યાવત્ અસંખ્યાત ક્રોડાકોડી તારાગણ શોભતા હતા, શોભે છે અને શોભશે. २९ एवं रूय समुद्दे । रूयगवरे दीवे रूयगवरोदे समुद्दे । रूयगवरोभासे દીવે, રૂપાવરમાશે સમુદ્દે ।