________________
નિરૂપમ નૈસર્ગિક નજરાણું – ચોથું :
-
વાચાદેવી ચોથુ નજરાણુ ખોલી તેની માહિતી આપતા બોલ્યા કે આ નજરાણામાં ચંદ્ર-સૂર્યના પ્રકાશ સંસ્થાન બે પ્રકારથી દર્શાવ્યા છે. (૧) ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનું સંસ્થાન અને (૨) પ્રકાશ ક્ષેત્રનું સંસ્થાન. બંને પ્રકારના સંસ્થાન સંબંધમાં અન્ય તીર્થિકોના ૧૬ મતાંતરોનો ઉલ્લેખ છે. તે મતાંતરોનો પરિહાર કરીને ભગવાને ચંદ્ર-સૂર્યના ક્ષેત્ર અને તાપક્ષેત્રનું સંસ્થાન દર્શાવીને અંધકાર ક્ષેત્રના સંસ્થાનનું નિરૂપણ કર્યું છે. સૂર્યના ઊર્ધ્વ અધો એવમ્ તિર્થંક તાપક્ષેત્રનું પરિમાણ તુલનાત્મક રીતે દર્શાવ્યું છે. તે તમે નિવૃત્તિ લઈને વાંચી લેજો. નયનકીકી દેવીએ પાંપણ ઢાળીને હા ભણી, ચોથા નજરાણાનો સુબોધ પામી આરતી ઉતારી સ્મૃતિ ભંડારમાં તેને મૂકીને, પાંચમા નજરાણાને જાણવા પિપાસુ બન્યા.
નિરૂપમ નૈસર્ગિક નજરાણું – પાંચમું :
વાચાદેવીએ પાંચમું નજરાણું નયનકીકી દેવી સમક્ષ ખોલીને કહ્યું કે આ નજરાણામાં સૂર્યની લેશ્યાનું વર્ણન છે. લેશ્યા અર્થાત્ પ્રકાશ-ઊર્જા કયા ક્ષેત્રમાં પ્રતિહત થાય છે ? તે વર્ણનમાં અનેક મતાંતરોની વિવિધ માન્યતા સંબંધી વીસ પ્રતિપતિ છે. બધા મતવાદીઓ અલગ-અલગ માન્યતા દર્શાવે છે, પરંતુ ભગવાન સત્ય કથન કરે છે કે આ લેશ્યા મંદર પર્વતથી પણ પ્રતિહત થાય છે અને પર્વતરાજથી પણ થાય છે. જે પુદ્ગલો, સૂર્યની લેશ્યાનો સ્પર્શ કરે છે તે જ પુદ્ગલો સૂર્યની લેશ્યાને રૂકાવટ કરે છે. પ્રકાશ ક્ષેત્રના ચરમ પુદ્ગલો સૂર્યની લેશ્યાને પ્રતિહત કરે છે. નયનકીકી દેવી આ પ્રકારનો સુબોધ અવધારી સ્મૃતિ ભંડારમાં ગોઠવી આરતી ઉતારી નમી ગયા. ને છઠ્ઠા નજરાણાને જાણવાની જીજ્ઞાસા દર્શાવી.
નિરૂપમ નૈસર્ગિક નજરાણું – છઠ્ઠું :
વાચાદેવીએ નયનકીકી દેવી સામે છઠ્ઠું નજરાણું ઉપસ્થિત કર્યું અને કહ્યું કે નજરાણામાં સૂર્યના ઓજનું વર્ણન છે. બીજા શબ્દમાં કહીએ તો સૂર્ય સદા એકરૂપમાં અવસ્થિત રહે છે અથવા પ્રતિક્ષણ પરિવર્તિત થતા રહે છે ? આ કથન સંબંધી અન્ય પચીસ પ્રતિપતિઓ છે, જૈન દષ્ટિથી જંબૂદ્વીપમાં પ્રતિવર્ષ કેવળ ત્રીસ મુહૂર્ત સુધી સૂર્યનો પ્રકાશ અવસ્થિત રહે છે. શેષ સમયમાં અનવસ્થિત રહે છે. પ્રત્યેક મંડળ ઉપર એક સૂર્ય ત્રીસ મુહૂર્ત રહે છે. તેમાંથી જે જે મંડળ પર સૂર્ય રહે છે તે તે દષ્ટિથી તે
38