________________
યોજન ઉપર અવકાશ પ્રદેશમાં બે સૂર્ય ઉદિત થાય છે અને જંબૂદ્વીપના દક્ષિણ તથા ઉત્તર વિભાગમાં દિવસ કરે છે, તે સમયે જંબૂદ્વીપના પૂર્વ તથા પશ્ચિમ વિભાગમાં રાત્રિ હોય છે.
જંબૂદ્વીપના દક્ષિણ તથા ઉત્તર વિભાગને પ્રકાશિત કરીને આગળ વધીને તે બંને સુર્ય નૈઋત્ય અને ઈશાન કોણમાં ઉદિત થાય છે અને જેબૂદ્વીપના પશ્ચિમ તથા પૂર્વ વિભાગમાં દિવસ કરે છે, તે સમયે દક્ષિણ-ઉત્તર વિભાગમાં રાત્રિ હોય છે.
નયનકીકી દેવીએ આંખોના ઈશારે હકાર ભણ્યા અને પૂછ્યું કેટલા ક્ષેત્રમાં સૂર્ય એક એક મુહૂર્તમાં ગમન કરતો હોય છે? તે મને કહો. વાચા દેવી બોલ્યા, સર્વજ્ઞા ભગવાને કહ્યું છે કે પ્રથમ મંડળ ઉપર સૂર્ય એક એક મુહૂર્તમાં પરપ૧ યોજન ક્ષેત્રને પાર કરે છે. ત્યારે અહીંયા રહેલા મનુષ્યોને સૂર્ય ૪૭૨૩ યોજન દૂરથી દષ્ટિગોચર થાય છે. આ રીતે સૂર્યનું એક મુહૂર્તમાં જે જે ક્ષેત્રમાં ગમન કરતાં માંડલાના પરિભ્રમણ પ્રમાણે માનવોને કેટ-કેટલા યોજનથી દષ્ટિગોચર થાય છે તેનું સંપૂર્ણ ગણિત આ નજરાણામાં દર્શાવ્યું છે. આ રીતે બીજા નજરાણાનો સબોધ પામી નયનકીકી દેવીએ દિવ્ય ચક્ષુદીપકથી આરતી ઉતારી અને ત્રીજા નજરાણામાં શું છે? તે જાણવા ઉત્સુક બન્યા. નિરૂપમ નૈસર્ગિક નજરાણું – ત્રીજું :
વાચાદેવીએ ત્રીજું નજરાણું ખોલ્યું. તેમાં લખ્યું હતું કે ચંદ્ર-સૂર્યની શક્તિ. નયનકકી દેવીએ તેને વાંચી લીધું અને ઈશારો કર્યો કે મને સૂર્યની ક્ષેત્રને પ્રકાશિત કરવાની શક્તિનું માપ દર્શાવો. આ ઈશારાને સમજી વાચાદેવી બોલ્યા, બાર મતવાદીઓ આ શક્તિનું માપ જુદી જુદી રીતે કાઢે છે, પરંતુ વીતરાગ પરમાત્મા કહે છે કે બે સૂર્યો સર્વાત્યંતર મંડળમાં ઉપસંક્રમણ કરીને જ્યારે ગતિ કરે છે, ત્યારે જંબૂદ્વીપ નામના દ્વિીપના પાંચ ભાગમાંથી ત્રણ ચક્રવાલ ભાગોને અવભાસિત, ઉદ્યોતિત, તાપિત પ્રકાશિત કરે છે. વાચાદેવીએ નયનકીકી દેવીને કહ્યું, તમને સમજણ પડી ગઈને? ન સમજણ પડી હોય તો વિશેષમાં એમ સમજવાનું કે એક સૂર્ય જંબૂદ્વીપના પાંચ ભાગમાંથી દોઢ ચક્રવાલ ભાગને અવભાસિત, ઉદ્યોતિત, પ્રકાશિત, તાપિત કરે છે અને સામેનો બીજો સૂર્ય બીજા દોઢ ચક્રવાલ ભાગને અવભાસિત, ઉદ્યોતિત, તાપિત પ્રકાશિત કરે છે. આ રીતે ચંદ્ર સૂર્યાદિની શક્તિનું માપ આ નજરાણામાં વિસ્તારપૂર્વક આપ્યું છે તે તમે વાંચી હૃદયગત કરજો. નયનકીકી દેવી ત્રીજા નજરાણાનો સુબોધ પામી આરતી ઉતારી સ્મૃતિ ભંડારમાં તેને મુકીને ચોથા નજરાણાને જાણવા તત્પર બન્યા.
37