________________
પ્રાભૂત-૧૮
બધા જ્યોતિષ્ક દેવોમાં ચંદ્ર વિમાન સહુથી મોટું છે. તેના કરતાં અનુક્રમે સૂર્યાદિ વિમાનો ક્રમશઃ નાના-નાના હોય છે. લોકમાં પણ એવું દેખાય છે કે ભારે સ્થૂલ શરીરવાળાની ગતિ પ્રાયઃ અલ્પ હોય છે. ચંદ્ર કરતા સૂર્ય, સૂર્ય કરતા ગ્રહ, ગ્રહ કરતા નક્ષત્ર અને નક્ષત્ર કરતા તારાઓ શીઘ્રગામી હોય છે. જ્યોતિષી દેવોની ઋદ્ધિઃ
૩૫૧
२० ता एसि णं चंदिम-सूरिय- गहगण-णक्खत्ता-तारारूवाणं कयरे कयरेहिंतो अप्पड्डिया वा महिड्डिया वा ? ता ताराहिंतो णक्खत्ता महिड्डिया णक्खत्तेहिंतो गहा महिड्डिया, गहेहिंतो सूरा महिड्डिया, सूरेहिंतो चंदा महिड्डिया । सव्वप्पिड्डिया તારા, સમ‚િડ્ડિયા ચા ।
ભાવાર્થ :– પ્રશ્ન− ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા દેવોમાં કોણ કોનાથી અલ્પર્ધિક અથવા મહર્દિક છે? ઉત્તર– તારા દેવો કરતા નક્ષત્ર દેવો મહર્ધિક છે, નક્ષત્ર દેવો કરતા ગ્રહ દેવો મહર્ધિક છે, ગ્રહ દેવો કરતા સૂર્ય દેવો મહર્ધિક છે, સૂર્ય દેવો કરતા ચંદ્રો મહર્ધિક છે. તારા દેવો સર્વથી અલ્પ ઋદ્ધિવાળા છે અને ચંદ્ર દેવો સર્વથી અધિક ઋદ્ધિવાળા છે.
તારાઓ વચ્ચેનું અંતર ઃ
२१ ताजंबुद्दीवेणं दीवे तारारूवस्स तारारूवस्स य एस णं केवइए अबाहाए अंतरे पण्णत्ते ? दुविहे अंतरे पण्णत्ते, तं जहा - वाघाइमे य णिव्वाघाइमे य ।
तत्थ णं जे से वाघाइमे, से णं जहण्णेणं दोण्णि छावट्टे जोयणसए, उक्कोसेणं बारस जोयण सहस्साइं दोणि बायाले जोयणसए तारारूवस्स य तारारूवस्स य अबाहाए अंतरे पण्णत्ते ।
तत्थ णं जे से णिव्वाघाइमे से णं जहण्णेणं पंच धणुसयाई उक्कोसेणं अद्धजोयणं तारारूवस्स य तारारूवस्स य अबाहाए अंतरे पण्णत्ते ।
ભાવાર્થ :- પ્રશ્ન− આ જંબુદ્રીપ નામના દ્વીપમાં એક તારા અને બીજા તારા વચ્ચે કેટલું અંતર હોય છે? ઉત્તર– તારાઓ અંતરના બે પ્રકારના છે, જેમ કે– (૧) વ્યાઘાતિક અંતર– વચ્ચમાં પર્વત આદિનું વ્યવધાન હોય તેવું અંતર અને (૨) નિર્માઘાતિક અંતર– વચ્ચમાં કોઈ જાતનું વ્યવધાન ન હોય તેવું અંતર.
એક તારાથી બીજા તારા વચ્ચે વ્યાઘાતિક અંતર જઘન્ય બસો છાસઠ (૨૬) યોજન અને ઉત્કૃષ્ટ બાર હજાર બસો બેતાલીસ(૧૨,૨૪૨) યોજન છે.
એક તારાથી બીજા તારાનું નિર્વ્યાઘાતિક– સ્વાભાવિક અંતર જઘન્ય પાંચસો ધનુષ અને ઉત્કૃષ્ટ અર્ધા યોજન અર્થાત્ ૨ ગાઉનું છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં તારાઓ વચ્ચેના અંતરનું વર્ણન છે.