________________
૩૨૪]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રશપ્તિ સૂત્ર
एवं छ अहोरत्ता एक्कवीसं मुहुत्ता य, तेरस अहोरत्ता बारस मुहुत्ता य, वीसं अहोरत्ता तिण्णि मुहुत्ता य सव्वे भाणियव्वा जावता जया णं सूरं गइसमावण्णं उत्तरासाढा णक्खत्ते गइसमावण्णे पुरत्थिमाए भागाए समासाएइ, समासाएत्ता वीसं अहोरत्ते तिण्ण य मुहुत्ते सूरेण सद्धिं जोयं जोएइ, जोएत्ता जोयं अणुपरियट्टइ, अणुपरियट्टित्ता जोय विप्पजहइ, विगयजोई यावि भवइ । ભાવાર્થ :- પરિભ્રમણ કરતા(ગતિમાન) સૂર્ય સાથે ગતિમાન અભિજિત નક્ષત્ર પૂર્વ દિશાથી યોગ કરે છે. તે ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત સુધી સૂર્ય સાથે યોગમાં રહીને પછી યોગ પરિવર્તિત કરીને અર્થાતુ અન્ય(શ્રવણ) નક્ષત્રને યોગ અર્પિત કરીને યોગ પૂર્ણ કરી વિગત યોગવાળું થાય છે.
આ જ રીતે ૬ અહોરાત્ર અને ર૧ મુહૂર્ત, ૧૩ અહોરાત્ર અને ૧૨ મુહૂર્ત, ૨૦ અહોરાત્ર અને ૩ મુહૂર્ત સુધી સર્વ નક્ષત્ર(જેનો જેટલો યોગકાળ હોય, તે પ્રમાણે) યોગ કરે છે, તેમ કહેવું યાવત્ પરિભ્રમણ કરતા(ગતિમાન) સુર્ય સાથે ગતિમાન ઉત્તરાષાઢા નક્ષત્ર પૂર્વ દિશાથી યોગ કરે છે, યોગ કરીને તે ૨૦ અહોરાત્ર અને ૩ મહુર્ત સુધી સૂર્ય સાથે યોગમાં રહીને યોગ પરિવર્તિત કરીને, અન્ય(અભિજિત) નક્ષત્રને યોગ અર્પિત કરીને યોગ પૂર્ણ કરીને તે નક્ષત્ર વિગત યોગવાળું થાય છે. १२ ता जया णं सूरं गइसमावण्णं गहे गइसमावण्णे पुरत्थिमाए भागाए समासाएइ, समासाएत्ता सूरेण सद्धिं जोयं जोएइ, जोएत्ता जोयं अणुपरियट्टइ, अणुपरियट्टित्ता जोयं विप्पजहइ विगयजोई यावि भवइ । ભાવાર્થ :- પરિભ્રમણ કરતા(ગતિમાન) સુર્ય સાથે ગતિમાન ગ્રહ પૂર્વ દિશાથી યોગ કરે છે. પૂર્વ દિશાથી યોગ કરીને તે સૂર્ય સાથે યોગમાં રહે છે અને ત્યાર પછી યોગ પરિવર્તિત કરીને યોગ પૂર્ણ કરીને તે ગ્રહ વિગત યોગવાળો(યોગ રહિત) થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચંદ્રનો ૨૮ નક્ષત્ર તથા ગ્રહ સાથેના યોગ તથા સૂર્યના ૨૮ નક્ષત્ર તથા ગ્રહ સાથેના યોગકાળાદિનું વર્ણન છે. ૧૦માં પ્રાભૃતના બીજા પ્રતિપ્રાભૃતમાં તેનું વિસ્તૃત વર્ણન છે. પાંચ પ્રકારના માસમાં ચંદ્ર આદિની મંડળ પરિભ્રમણ સંખ્યા:|१३ ता णक्खत्तेणं मासेणं चंदे कइ मंडलाइं चरइ ? ता तेरस मंडलाइं चरइ तेरस य सत्तट्ठिभागे मंडलस्स ।
ता णक्खत्तेणं मासेणं सूरे कइ मंडलाइं चरइ ? ता तेरस मंडलाई चरइ चोत्तालीसं च सत्तट्ठिभागे मंडलस्स ।।
ता णक्खत्तेणं मासेणं णक्खत्ते कइ मंडलाइं चरइ ? ता तेरस मंडलाई चरइ अद्धसेयालीसं च सत्तट्ठिभागे मंडलस्स । ભાવાર્થ :- પ્રશ્ન– એક નક્ષત્ર માસમાં ચંદ્ર કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે? ઉત્તર- એક નક્ષત્ર માસમાં ચંદ્ર ૧૩ ૧૩ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે.