________________
પ્રાભૃત-૧૨
૨૯૧ |
પામે છે. સૂર્ય સંવત્સરમાં અતિરાત્ર આવે છે. સૂર્ય માસ ૩૦ અહોરાત્રનો છે અને ઋતુમાસ-કર્મમાસ ૩૦ અહોરાત્રનો છે, તેથી એક માસે અર્ધ અહોરાત્ર વધે છે અને બે માસે એક અહોરાત્ર વધે છે, તેને અતિરાત્ર કહેવામાં આવે છે.
સૂર્યઋતુ અષાઢ માસથી શરૂ થાય છે માટે અષાઢ માસથી પ્રારંભ કરી ચોથા, આઠમા વગેરે પર્વમાં અતિરાત્રિ આવે છે. ચોથા પર્વશ્રાવણ સુદમાં પ્રથમ અતિરાત્રિ, આઠમા પર્વ–આસો સુદમાં બીજી અતિરાત્રિ બારમા પર્વ–માગસર સુદમાં ત્રીજી અતિરાત્રિ, સોળમા પર્વમાં મહા સુદમાં ચોથી અતિરાત્રિ, વીસમા પર્વ–ચૈત્ર સુદમાં પાંચમી અતિરાત્રિ અને ચોવીસમા પર્વ—જેઠ સુદમાં છઠ્ઠી અતિરાત્રિ આવે છે. યુગની આવૃત્તિ(અયન)ના પ્રારંભાદિ સમયે યોગાદિ - |१६ तत्थ खलु इमाओ पंच-वासिकीओ पंच हेमंतीओ आउट्टीओ पण्णत्ताओ।
ता एएसिणं पंचण्हं संवच्छराणं पढम वासिकिं आउट्टि चंदे केणं णक्खत्तेणं जोएइ ? ता अभीइणा, अभीइस्स पढमसमए ।
तं समयं च णं सूरे केणं णक्खत्तेणं जोएइ ? ता पूसेणं, पूसस्स एगूणवीसं मुहुत्ता तेतालीसं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तद्विधा छेत्ता तेत्तीसं चुण्णिया भागा सेसा । ભાવાર્થ :- તેમાં(પાંચ વર્ષના એક યુગમાં) સૂર્યની દક્ષિણાયનના પ્રારંભવાળી વસંતકાલીન પાંચ, ઉત્તરાયણના પ્રારંભવાળી હેમંતકાલીન પાંચ આવૃત્તિ થાય છે એટલે એક યુગના પાંચ સંવત્સરના પાંચે દક્ષિણાયનનો પ્રારંભ વર્ષાઋતુના શ્રાવણ માસમાં થાય છે અને પાંચે ઉત્તરાયણનો પ્રારંભ હેમંતઋતુના મહા માસમાં થાય છે.
પ્રશ્ન- પાંચ સંવત્સરના એક યુગની વર્ષાકાલીન પ્રથમ આવૃત્તિના(દક્ષિણાયનના) પ્રારંભ સમયે ચંદ્ર ક્યા નક્ષત્ર સાથે યોગમાં હોય છે? ઉત્તર- તે સમયે ચંદ્ર અભિજિત નક્ષત્ર સાથે યોગમાં હોય છે અને તે યોગ અભિજિત નક્ષત્રના યોગકાળના પ્રથમ સમયથી થાય છે.
પ્રશ્ન- તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે? ઉત્તર– તે સમયે સૂર્ય પુષ્ય નક્ષત્ર સાથે યોગમાં હોય છે, તે યોગ પુષ્ય નક્ષત્રના યોગકાળના ઓગણીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા તેતાલીસ ભાગ તથા સડસઠીયા તેત્રીસ ચૂર્ણિકા ભાગ(૧૯ ફેં, છે મુહૂર્ત) શેષ હોય ત્યારથી થાય છે. |१७ ता एएसि णं पंचण्हं संवच्छराणं दोच्चं वासिकिं आउट्टि चंदे केणं णक्खत्तेणं जोएइ? ता संठाणाहिं, संठाणाणं एक्कारस मुहुत्ते एगूणतालीसं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्टिधा छेत्ता तेपण्णं चुणिया भागा सेसा ।
तं समयं च णं सूरे केणं णक्खत्तेणं जोएइ ? ता पूसेणं, पूसस्स णं तं चेव, ज पढमाए । ભાવાર્થ :- પ્રશ્ન- પાંચ વર્ષના યુગની વર્ષાકાલીન બીજી આવૃત્તિના (બીજા દક્ષિણાયનના) પ્રારંભ સમયે ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે? ઉત્તર- તે સમયે ચંદ્ર મૃગશીર્ષ નક્ષત્ર સાથે યોગમાં હોય