________________
પ્રામૃત-૧૧
ભાવાર્થ:પ્રશ્ન– પાંચમા અભિવર્ધિત સંવત્સરનો અંત ક્યારે થાય છે ? ઉત્તર− (બીજા યુગના) પ્રથમ ચંદ્ર સંવત્સરના પ્રારંભના સમયથી અનંતર પશ્ચાત્ કૃત(પાછલા) સમયે પાંચમા અભિવર્ધિત સંવત્સરનો અંત થાય છે.
૨૦૭
२० तं समयं च णं चंदे केणं णक्खत्तेणं जोएइ ? ता उत्तराहिं आसाढाहिं, उत्तराणं आसाढाणं चरिम समए ।
ભાવાર્થ :
પ્રશ્ન- પાંચમા અભિવર્ધિત સંવત્સરના અંત સમયે ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે ? ઉત્તર- તે સમયે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે યોગમાં હોય છે. ઉત્તરાષાઢા નક્ષત્રના ચરમ સમયે અર્થાત્ તેનો યોગ પૂર્ણ થાય ત્યારે પાંચમા અભિવર્ધિત સંવત્સરનો અંત થાય છે.
२१ तं समयं च णं सूरे केणं णक्खतेणं जोएइ ? ता पुस्सेणं, पुसस्स णं एगूणवीसं (एक्कवीसं) मुहुत्ता तेतालीसं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्टिभागं च सत्तट्ठिधा छेत्ता तेतीसं चुण्णिया भागा सेसा ।
ભાવાર્થ:પ્રશ્ન- પાંચમા અભિવર્ધિત સંવત્સરના અંત સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે ? ઉત્તર- તે સમયે સૂર્ય પુષ્ય નક્ષત્ર સાથે યોગમાં હોય છે. પુષ્ય નક્ષત્રના ઓગણીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા તેતાલીસ ભાગ તથા સડસઠીયા તેત્રીસ ચૂર્ણિકા ભાગ(૧૯ ૪૩, ૐ મુહૂર્ત) શેષ હોય ત્યારે પાંચમા અભિવર્ધિત સંવત્સરનો અંત થાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં એક યુગના પાંચ વર્ષના પ્રારંભ અને અંત સમયનું તથા વર્ષના પ્રારંભ અને અંત સમયના ચંદ્ર તથા સૂર્યના નક્ષત્ર યોગનું કથન છે. એક વર્ષના અંત અને બીજા વર્ષનો પ્રારંભ એક સમયાંતરે હોય છે. પૂર્વના વર્ષનો અંત પૂર્વ સમયમાં થાય છે અને પછી અવ્યવહિત અન્ય સમયાં પછીના બીજા વર્ષનો પ્રારંભ થાય છે. વર્ષના અંત સમયે જે નક્ષત્ર યોગમાં હોય તે જ નક્ષત્ર યોગ પછીના વર્ષના પ્રારંભ સમયે હોય છે. યુગના અંતિમ પાંચમા વર્ષના અંતમાં ચંદ્રનો ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે યોગ પૂર્ણ થાય છે અને પાંચમા વરસનો અંત થાય છે, તેથી યુગના પ્રથમ વરસના પ્રથમ દિવસે અભિજિત નક્ષત્ર સાથે ચંદ્ર યોગનો પ્રારંભ કરે છે અને પાંચમા વર્ષના અંતમાં સૂર્ય પુષ્ય નક્ષત્ર સાથે યોગમાં હોય છે અને વર્ષ પૂર્ણ થાય છે, તેથી યુગના પ્રથમ વર્ષના પ્રારંભમાં સૂર્ય પુષ્ય નક્ષત્ર સાથે જ યોગમાં હોય છે.
પુલસ્ય ન શૂળવીસ :– યુગના પાંચમા સંવત્સરના અંત સમયે સૂર્યના પુષ્ય નક્ષત્ર સાથેના યોગકાળ ના ૧૯ TM, ૐ મુહૂર્ત શેષ હોય છે.
પ્રાયઃ પ્રતોમાં અહીં વીસ મુદ્દુત્તા...(૨૧ ૪૩, ૩ )સૂત્રપાઠ જોવા મળે છે. યુગનો અંતિમ દિવસ એટલે બાસઠમી પૂર્ણિમા. પ્રામૃત ૧૦/૨૨/૨૭માં યુગની બાસઠમી પૂર્ણિમાના સૂર્યયોગના કથનમાં ૧૯ , ૐ મુહૂર્તનું તથા પ્રાભૃત ૧૨/૧૬માં યુગની પ્રથમ આવૃત્તિ(અયન)ના પ્રારંભ સમયે સૂર્ય પુષ્યયોગના ૧૯ ૪૩, ૬૩ મુહૂર્તના શેષ યોગકાળે યોગ પ્રારંભ કરવાનું વિધાન છે. આ બંને સૂત્રમાં મૂળવીસ હોવાથી પ્રસ્તુતમાં વીલ ના સ્થાને ધૂળવીસ પાઠ સ્વીકારેલ છે.