________________
૨પર |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
सोलस मुहुत्ता अट्ठ य बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तद्विधा छेत्ता वीसं चुण्णिया भागा सेसा । ભાવાર્થ:- પ્રગ્ન– પાંચ વર્ષના યુગની બારમી પૂર્ણિમાનો ચંદ્ર ક્યા નક્ષત્ર સાથે યોગ કરે છે? ઉત્તરયુગની બારમી પૂર્ણિમાનો ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે યોગ કરે છે. ઉત્તરાષાઢા નક્ષત્ર સાથેના ચંદ્ર યોગના છવ્વીસ મુહૂર્ત અને બાસઠીયા છવ્વીસ ભાગ તથા સડસઠીયા ચોપન ચૂર્ણિકા ભાગ(૨૨, ! મુહૂર્ત) શેષ હોય ત્યારે બારમી પૂર્ણિમા પૂર્ણ થાય છે.
પ્રશ્ન- તે સમયે સૂર્ય(બારમી પૂર્ણિમાનો સૂર્ય) ક્યા નક્ષત્ર સાથે યોગ કરે છે? ઉત્તર- તે સમયે સૂર્ય પુનર્વસુ નક્ષત્ર સાથે યોગ કરે છે. પુનર્વસુ નક્ષત્ર સાથેના સૂર્ય યોગના સોળ મુહૂર્ત અને બાસઠીયા આઠ ભાગ તથા સડસઠીયા વીસ ચૂર્ણિકા ભાગ (૧૬, ૬૬ મુહૂર્ત) શેષ હોય ત્યારે બારમી પૂર્ણિમા(બારમો માસ) પૂર્ણ થાય છે. २७ ता एएसि णं पंचण्हं संवच्छराणं चरिमं बावढेि पुण्णिमासिणिं चंदे केणं णक्खत्तेणं जोएइ ? ता उत्तराहिं आसाढाहिं, उत्तराणं आसाढाणं चरम समए ।
तं समयं च णं सूरे केणं णक्खत्तेणं जोएइ ? ता पुस्सेणं, पुस्सस्स एगूणवीसं मुहुत्ता तेयालीसं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता तेतीसं चुण्णिया भागा सेसा । ભાવાર્થ:- પ્રશ્ન- પાંચ વર્ષના યુગની બાસઠમી પૂર્ણિમાનો ચંદ્ર ક્યા નક્ષત્ર સાથે યોગ કરે છે? ઉત્તરબાસઠમી પૂર્ણિમાનો ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે યોગ કરે છે. ઉત્તરાષાઢા નક્ષત્ર સાથેના ચંદ્ર યોગના ચરમ–અંતિમ સમયે યુગની બાસઠમી અંતિમ પૂર્ણિમા પૂર્ણ થાય છે.
પ્રશ્ન- તે સમયે સૂર્ય(બાસઠમી પૂર્ણિમાનો સૂર્ય) કયા નક્ષત્ર સાથે યોગ કરે છે? ઉત્તર– બાસઠમી પૂર્ણિમાનો સૂર્ય પુષ્ય નક્ષત્ર સાથે યોગ કરે છે. પુષ્ય નક્ષત્ર સાથેના સૂર્ય યોગના ઓગણીસ મુહૂર્ત અને બાસઠીયા તેતાલીસ ભાગ તથા સડસઠીયા તેત્રીસ ચૂર્ણિકા ભાગ(૧૯ ફેં, શું મુહૂર્ત) શેષ હોય ત્યારે પૂર્ણિમા પૂર્ણ થાય છે અર્થાત્ બાસઠમો માસ પૂર્ણ થાય છે. २८ ता एएसि णं पंचण्ह संवच्छराणं पढम अमावासं चंदे केणं णक्खत्तेणं जोएइ ? ता अस्सेसाहिं, अस्सेसाणं एक्के मुहुत्ते चत्तालीसं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता बावर्द्वि चुण्णिया भागा सेसा ।
तं समयं च णं सूरे केणं णक्खत्तेणं जोएइ? ता अस्सेसाहिं चेव अस्सेसाणं एक्को मुहुत्तो चत्तालीसं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिया छेत्ता बावट्टि चुण्णिया भागा सेसा । ભાવાર્થ – પ્રશ્ન– પાંચ વર્ષના યુગની પ્રથમ અમાવાસ્યાનો ચંદ્ર ક્યા નક્ષત્ર સાથે યોગ કરે છે? ઉત્તરયુગની પ્રથમ અમાવાસ્યાનો ચંદ્ર અશ્લેષા નક્ષત્ર સાથે યોગ કરે છે. અશ્લેષા નક્ષત્ર સાથેના ચંદ્ર યોગના