________________
[ ૨૨૦]
શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર
દસમું પ્રાભૃતઃ અઢારમું પ્રતિપ્રાભૃત*
( યુગમાં યોગ સંખ્યા )
_
એક યુગમાં સૂર્ય-ચંદ્રની નક્ષત્ર ચોગ સંખ્યા :| १ ता कहं ते चारा आहिएति वएज्जा? तत्थ खलु इमा दुविहा चारा पण्णत्ता, तं जहा- आइच्चचारा, चंदचारा य । ભાવાર્થ:- પ્રશ્ન-એક યુગમાં નક્ષત્રની ચાર–ચાલવાની ગતિ કેવા પ્રકારની હોય છે? ઉત્તર-નક્ષત્રની ગતિ બે પ્રકારની છે– (૧) સૂર્ય સાથે ગતિ (૨) ચંદ્ર સાથે ગતિ | २ ता कहं ते चंदचारा आहिएति वएज्जा ? ता पंच संवच्छरिए णं जुगे अभीइ णक्खत्ते सत्तसट्ठिचारे चंदेण सद्धिं जोयं जोएइ, सवणे णं णक्खत्ते सत्तसट्ठिचारे चंदेण सद्धिं जोयं जोएइ । एवं जाव उत्तरासाढा णक्खत्ते सत्तसट्ठिचारे चंदेण सद्धिं जोयं जोएइ । ભાવાર્થ - પ્રશ્ન– એક યુગમાં ચંદ્ર સાથે નક્ષત્રની ગતિ કેટલીવાર થાય છે?
ઉત્તર- પાંચ સંવત્સરનો એક યુગ છે. એક યુગમાં અભિજિત નક્ષત્ર સડસઠ (૭) વાર ચંદ્રની સાથે યોગ કરે છે અર્થાત્ સહ પરિભ્રમણ કરે છે. શ્રવણ નક્ષત્ર સડસઠ (૭) વાર ચંદ્રની સાથે યોગ કરે છે. તે જ રીતે યાવતુ ઉત્તરાષાઢા નક્ષત્ર સડસઠ(૭) વાર ચંદ્રની સાથે યોગ કરે છે અર્થાત્ અઠ્યાવીસ નક્ષત્રો એક યુગમાં ૬૭ વાર ચંદ્ર સાથે યોગ કરે છે. | ३ |ता कहं ते आइच्चचारा आहिएति वएज्जा? ता पंच संवच्छरिए णं जुगे
अभीई णक्खत्ते पंचचारे सूरेण सद्धिं जोयं जोएइ । एवं जाव उत्तरासाढा णक्खत्ते पंचचारे सूरेण सद्धिं जोयं जोएइ । ભાવાર્થ:- પ્રશ્ન– એક યુગમાં સૂર્ય સાથે નક્ષત્રની ગતિ કેટલીવાર થાય છે? ઉત્તર- પાંચ સંવત્સરનો એક યુગ છે. એક યુગમાં અભિજિત નક્ષત્ર પાંચવાર સુર્યની સાથે યોગ કરે છે. તે જ રીતે વાવત ઉત્તરાષાઢા નક્ષત્ર સૂર્ય સાથે પાંચવાર યોગ કરે છે. વિવેચનઃ
એક યુગમાં ૬૭ નક્ષત્ર માસ વ્યતીત થાય છે. એક-એક નક્ષત્ર માસમાં પ્રત્યેક નક્ષત્ર એક-એક વાર ચંદ્ર સાથે યોગ કરે છે, તેથી ૬૭ નક્ષત્ર માસના એક યુગમાં અભિજિત આદિ નક્ષત્રનો ૬૭ વાર યોગ થાય છે.