________________
[ ૨૦૦ ]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
૮૪ને ૧૫થી ગુણતા(૮૪ x ૧૫ ) ૧,ર૦ થાય, તેમાં વિવક્ષિત પાંચ તિથિ ઉમેરતા(૧,ર૦૦ + ૫) = ૧,૨૫ થાય છે.
હવે એક અયનમાં ૧૮૩ મંડલ છે, તેમાં ચંદ્રની ૧૮૬ તિથિ થાય છે, તે ૧૮થી તે રકમને ભાગતા(૧,૨૫ + ૧૮૬ =) ૧૪ થાય છે, આ પ્રાપ્ત સંખ્યામાં જે પૂર્ણાંક છે, તે અયન અને અપૂર્ણાક છે, તે તિથિને સૂચિત કરે છે. ૬૧૪ માં પૂર્ણાક છ છે, તે અયનને સૂચિત કરે છે કે છ અયન પૂર્ણ થયા છે અને સાતમું પ્રવર્તે છે. અપૂર્ણાંક ૧૪૯ છે. આ અપૂર્ણાંક સંખ્યા જો વિષમ સંખ્યક હોય તો દક્ષિણાયન અને સમ સંખ્યક હોય તો ઉત્તરાયણ છે, તેમ સમજવું. ૧૪૯ વિષમ સંખ્યા (એકી રકમ) છે, તેથી દક્ષિણાયનનું ગ્રહણ થાય છે. આ રીતે ૮૫મા પર્વની પાંચમી તિથિના દિવસે ૭મું અયન-દક્ષિણાયન હોય છે તેમ સિદ્ધ થાય છે. દક્ષિણાયનમાં પુરુષ છાયા ૨ પાદથી ક્રમશઃ વૃદ્ધિ પામે છે અને ઉત્તરાયણમાં ચાર પાદની છાયામાંથી ક્રમશઃ છાયાની હાનિ થાય છે. પ્રત્યેક તિથિમાં મેં ભાગની હાનિ-વૃદ્ધિ થાય છે માટે સાતમા અયનના ૧૪૯ દિવસને ૪ થી ગુણતા(૧૪૯ × ૪ =) પ૯૬ થાય તેને ૩૧ થી ભાગતા (પ૯૬ - ૩૧) = ૧૯ પ્રાપ્ત થાય છે. ૧૨ અંગુલનો એક પાદ છે માટે ૧૯ના પાદ કરતાં ૧ પાદ અને ૭ અંગુલ પ્રાપ્ત થાય છે. દક્ષિણાયનમાં ૨ પાદમાં વૃદ્ધિ થતી હોવાથી ૨ પાદમાં ૧ પાદ ઉમેરતા ૨ + ૧ = ૩ પાદ, ૭. અંગુલ અને થાય છે. ૮૫મા પર્વની પાંચમી તિથિના ૩ પાદ અને ૭ જ અંગુલની પોરસી છાયા હોય છે.
પ્રત્યેક અહોરાત્રે જ અંગુલની અને પ્રત્યેક તિથિએ અંગુલની હાનિ-વૃદ્ધિ થાય છે. એક સૂર્ય અયનમાં ૧૮૬ તિથિઓ હોય છે. ૧૮૬ તિથિમાં ૨૪ અંગુલની વૃદ્ધિ થાય તો એક તિથિએ કેટલી વૃદ્ધિ થાય? આ ત્રિરાશિમાં 33x નો છ થી છેદ ઉડાડતાનેં અંગુલ પ્રાપ્ત થાય છે. છાયાનો આકાર - પ્રારશ્ય વસ્તુ વત્સસ્થાને ભવતિ તર્થ છાયાપિ તથા સંસ્થાનોપનીયતા - વૃત્તિ. પ્રકાશ્ય વસ્તુનું જે સંસ્થાન આકાર હોય છે તેવું જ સંસ્થાન તેની છાયાનું હોય છે. વસ્તુનો જેવો આકાર હોય, તેવોજ આકાર તેની છાયાનો હોય છે. સૂત્રકારે તથા વટ્ટા... દ્વારા આ જ વાત રજૂ કરી છે કે વૃત્ત-ગોળ વસ્તુની છાયા ગોળ અને ચોરસ વસ્તુની છાયા ચોરસ હોય છે. ન્યગ્રોધ પરિમંડળ-વટના વૃક્ષની છાયા વટવૃક્ષ જેવી જ હોય છે. આ વાતને સૂત્રકારે સજા મજુનિયા પદ દ્વારા વધુ સ્પષ્ટ કરી છે. સકાય-સ્વશરીરને અનુરંજિત કરનારી અર્થાત્ તેના આકારવાળી(અનુરન્યતે– મનુwાર) છાયાથી સૂર્ય તે વસ્તુને પ્રકાશિત કરે છે.
સૂત્રકારે અષાઢ માસના વર્ણનમાં આ વાત રજૂ કરી છે પણ સર્વ માસમાં છાયા વસ્તુના આકારવાળી હોય છે તેમ સમજવું. આ છાયાની લંબાઈમાં હાનિ-વૃદ્ધિ જરૂર થાય છે પણ તેનો આકાર પ્રકાશ્ય વસ્તુની સમાન જ હોય છે.
બંને અયનના ૧૮૩-૧૮૩ દિવસની પોરસી છાયાના પ્રમાણ માટે જુઓ પરિશિષ્ટ–૬.
છે પ્રાભૃત-૧૦/૧૦ સંપૂર્ણ