________________
૧૯૦ ]
શ્રી ચંદ્રસૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
रोहिणी पंचतारे पण्णत्ते, मिगसिरे तितारे पण्णत्ते, अद्दा एगतारे पण्णत्ते, पुणव्वसु पंचतारे पण्णत्ते, पुस्से तितारे पण्णत्ते, अस्सेसा छतारे पण्णत्ते, मघा सत्ततारे पण्णत्ते, पुव्वाफग्गुणी दुतारे पण्णत्ते, उत्तराफग्गुणी दुतारे पण्णत्ते, हत्थ पंचतारे पण्णत्ते, चित्ता एकतारे पण्णत्ते, साई एकतारे पण्णत्ते, विसाहा पंचतारे पण्णत्ते, अणुराहा (पंच)चउतारे पण्णत्ते, जेट्ठा तितारे पण्णत्ते, मूले एक्कारसतारे(एग) पण्णत्ते, पुव्वासाढा चउतारे पण्णत्ते, उत्तरासाढा चउतारे पण्णत्ते । ભાવાર્થ - પૂર્વોક્ત રીતે સર્વ નક્ષત્ર વિષયક પ્રશ્ન પૂછવા તેના ઉત્તરમાં કહ્યું છે કે ભરણી નક્ષત્રના ત્રણ તારા છે, કૃતિકા નક્ષત્રના છ તારા છે, રોહિણી નક્ષત્રના પાંચ તારા છે, મૃગશીર્ષ નક્ષત્રના ત્રણ તારા છે, આદ્ર નક્ષત્રનો એક તારો છે, પુનર્વસુ નક્ષત્રના પાંચ તારા છે, પુષ્ય નક્ષત્રના ત્રણ તારા છે, અશ્લેષા નક્ષત્રના છ તારા છે, મઘા નક્ષત્રના સાત તારા છે, પૂર્વાફાલ્વની નક્ષત્રના બે તારા છે, ઉત્તરાફાલ્ગની નક્ષત્રના બે તારા છે, હસ્ત નક્ષત્રના પાંચ તારા છે, ચિત્રા નક્ષત્રનો એક તારો છે, સ્વાતિ નક્ષત્રનો એક તારો છે, વિશાખા નક્ષત્રનો ચાર તારા છે, અનુરાધા નક્ષત્રના ચાર તારા છે, જયેષ્ઠા નક્ષત્રના ત્રણ તારા છે. મૂલ નક્ષત્રના અગિયાર તારા છે. પૂર્વાષાઢા નક્ષત્રના ચાર તારા છે અને ઉત્તરાષાઢા નક્ષત્રના ચાર તારા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૮ નક્ષત્રોના તારાઓની સંખ્યાનું કથન છે. તારા શબદનો અર્થ - તારાશ્વાત્રજ્યોતિવિનાનાનિ, ધોરના ત્રગતયોતિનાં વિનાનાનીત્યર્થ | અહીં તારા શબ્દનો અર્થ “નક્ષત્રોના વિમાનો થાય છે. અહીં જ્યોતિષ્કના પાંચમા ભેદરૂ૫ ‘તારાનું અહીં કથન નથી. નક્ષત્રના વિમાન મોટા છે, તારાના વિમાન નાના છે, તારાઓની સંખ્યા કોટાકોટિ પ્રમાણ છે. અહીં નક્ષત્રના તારા ૩, ૫, આદિ કહ્યા છે, માટે અહીં તારા શબ્દનો અર્થ નક્ષત્ર વિમાન સમજવો જરૂરી છે.
કોઈ મહાસમૃદ્ધ મનુષ્યને ર-૩ કે વધુ ઘર હોય છે તેમ આ અભિજિત આદિ નક્ષત્રોના દેવોને ૨, ૩ કે વધુ વિમાન હોય છે. પ્રાયઃ પ્રતોમાં મૂન તારે સૂત્રપાઠ જોવા મળે છે શ્રી જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રના સાતમા વક્ષસ્કારમાં, શ્રી સમવાયાંગ સૂત્રના અગિયારમા સમવાયમાં મૂળ નક્ષત્રના અગિયાર તારા કહ્યા છે, તેથી અહીં પારસના સૂત્રપાઠ સ્વીકારેલ છે અને કૌંસ કર્યો છે. તેજ રીતે પ્રસ્તુતમાં અનુરાધા નક્ષત્રના પાંચ તારા કહ્યા છે પરંતુ શ્રી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર, શ્રી ઠાણાંગ સૂત્ર અને શ્રી સમવાયાંગ સૂત્રમાં તેના ચાર તાર કહ્યા છે તેથી પ્રસ્તુતમાં વડ પાઠ માન્ય રાખીને પંવ ને કૌંસમાં રાખેલ છે.
પ્રાય પ્રતોમાં શતભિષક નક્ષત્રના સતારા સાત તારા કહ્યા છે. જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં જય સો તારા કહ્યા છે અને શ્રી સમવાયાંગ સૂત્રમાં સિતારે એકસો તારા કહ્યા છે. અહીં મૂળપાઠમાં સયં શબ્દ સ્વીકારી શતભિષક નક્ષત્રના સો તારા માન્ય રાખીને સત્ત શબ્દને કૌંસમાં રાખેલ છે. શ્રી ઠાણાંગ સૂત્ર તથા શ્રી સમવાયાંગ સૂત્રમાં બે તારા, ત્રણ તારા આદિ સંખ્યક નક્ષત્રોનો નામોલ્લેખ છે.