________________
પ્રાભૂત-૧૦ : પ્રતિપ્રામૃત–૮
१९ ता उत्तराफग्गुणी णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता अद्धपलियंक संठिए पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનું સંસ્થાન કેવું છે ? ઉત્તર- ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનું સંસ્થાન અર્ધપલંગ જેવું છે.
२० ता हत्थ णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता हत्थ संठिए पण्णत्ते ।
૧૮૭
ભાવાર્થ :- પ્રશ્ન- હસ્તનક્ષત્રનું સંસ્થાન કેવું છે ? ઉત્તર– હસ્ત નક્ષત્રનું સંસ્થાન હાથ જેવું છે. २१ चित्ता खत्ते किंसंठिए पण्णत्ते ? ता मुहफुल्ल संठिए पण्णत्ते । ભાવાર્થ:- પ્રશ્ન— ચિત્રા નક્ષત્રનું સંસ્થાન કેવું છે ? ઉત્તર– ચિત્રા નક્ષત્રનું સંસ્થાન મુખાકાર–જુઈ જેવું છે. २२ तासाई णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता खीलग संठिए पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન– સ્વાતિ નક્ષત્રનું સંસ્થાન કેવું છે ? ઉત્તર– સ્વાતિ નક્ષત્રનું સંસ્થાન ખીલા જેવું છે. २३ ता विसाहा णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता दामणि संठिए पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન− વિશાખા નક્ષત્રનું સંસ્થાન કેવું છે ? ઉત્તર- વિશાખા નક્ષત્રનું સંસ્થાન પશુદામન—ગાયના પગે બાંધેલા દોરડાના આકાર જેવું છે.
२४ अणुराधा खत्ते किंसंठिए पण्णत्ते ? ता एगावलि संठिए पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન– અનુરાધા નક્ષત્રનું સંસ્થાન કેવું છે ? ઉત્તર- અનુરાધા નક્ષત્રનું સંસ્થાન એકાવલી હાર જેવુ છે.
२५ ता जेट्ठा णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता गयदंत संठिए पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન– જયેષ્ઠા નક્ષત્રનું સંસ્થાન કેવું છે ? ઉત્તર– જયેષ્ઠા નક્ષત્રનું સંસ્થાન ગજદંત જેવું છે. २६ ता मूले क्खते किंसंठिए पण्णत्ते ? ता विच्छुयलंगोलसंठिए पण्णत्ते । ભાવાર્થ:- પ્રશ્ન− મૂળ નક્ષત્રનું સંસ્થાન કેવું છે? ઉત્તર– મૂળ નક્ષત્રનું સંસ્થાન વીંછીની પૂંછડી જેવું છે. २७ ता पुव्वासाढा णक्खत्ते किंसठिए पण्णत्ते ? ता गयविक्कम संठिए पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- પૂર્વાષાઢા નક્ષત્રનું સંસ્થાન કેવું છે ? ઉત્તર- પૂર્વાષાઢા નક્ષત્રનું સંસ્થાન હાથીની ચાલ જેવું છે.
२८ ता उत्तरासाढा णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता सीहणिसाइयसंठिए पण्णत्ते। ભાવાર્થ :- પ્રશ્ન- ઉત્તરાષાઢા નક્ષત્રનું સંસ્થાન કેવું છે ? ઉત્તર– ઉત્તરાષાઢા નક્ષત્રનું સંસ્થાન બેઠેલ સિંહના સંસ્થાન જેવું છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અઠયાવીસ નક્ષત્રોના સંસ્થાન—આકારનું વર્ણન છે. નક્ષત્રોના વિમાનોના વિવિધ રીતે ગોઠવાયેલા હોવાથી વિશિષ્ટ આકારો સર્જાય છે.