________________
| પ્રાભૃત-૧૦ઃ પ્રતિપ્રાભૃત-૭
૧૮૩ |
|६ ता जया णं पोसी पुण्णिमा भवइ तया णं आसाढी अमावासा भवइ, ता जया णं आसाढी पुण्णिमा भवइ तया णं पोसी अमावासा भवइ । ભાવાર્થ – જે ત્રણ નક્ષત્ર પૌષી પૂર્ણિમાના હોય છે, તે જ ત્રણ નક્ષત્ર આષાઢી અમાવાસ્યાના હોય છે અને જે બે નક્ષત્ર આષાઢી પૂર્ણિમાના હોય છે, તે જ બે નક્ષત્ર પૌષી અમાવાસ્યાના હોય છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પૂર્ણિમા અને અમાવાસ્યાના નક્ષત્રોના સન્નિપાત અર્થાત્ સંયોગનું વર્ણન છે. પ્રસ્તુત સૂત્રોના પૂર્ણિમા–અમાવાસ્યાના નક્ષત્રોનું અવલોકન કરતાં સિદ્ધ થાય છે કે જે માસની પૂર્ણિમાના દિવસે જે નક્ષત્રોનો યોગ હોય છે, તે માસની અમાવાસ્યાના દિવસે તે માસથી સાતમા માસની પૂર્ણિમાના નક્ષત્રોનો યોગ થાય છે. જેમ શ્રાવણ માસથી સાતમો માઘ માસ છે. માઘી પૂર્ણિમાના દિવસે મઘા અને અશ્લેષા નક્ષત્રોનો યોગ હોય છે. તે બંને નક્ષત્રોનો શ્રાવણી અમાવાસ્યાના દિવસે યોગ હોય છે અથવા પૂર્ણિમાના ચંદ્ર સાથે જે નક્ષત્રોનો યોગ હોય છે તે નક્ષત્રથી પછીના ચૌદમા, પંદરમા અથવા સોળમા નક્ષત્રનો તે માસની અમાવાસ્યા સાથે યોગ હોય છે. ઉદાહરણ રૂપે જોઈએ તો શ્રાવણી પૂર્ણિમાના દિવસે ધનિષ્ઠા નક્ષત્ર હોય છે. તો ધનિષ્ઠાથી ચૌદમું મઘા નક્ષત્ર શ્રાવણી અમાવાસ્યાના હોય છે. માઘ માસમાં પૂર્ણિમાના મઘા નક્ષત્ર હોય તો મઘા નક્ષત્રથી ચૌદમા ધનિષ્ઠા નક્ષત્રનો યોગ માઘી અમાવાસ્યાના હોય છે.
- જ્યારે ઉપકુલ સંજ્ઞક નક્ષત્રો પૂર્ણિમાઓને સમાપ્ત કરે છે ત્યારે તે ઉપકુલોથી પૂર્વના શ્રવણાદિ નક્ષત્રો અનુક્રમે અમાવાસ્યાને સમાપ્ત કરે છે.
જ્યારે કુલીપકુલ સંજ્ઞક નક્ષત્રો પૂર્ણિમાને સમાપ્ત કરે છે ત્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્રોથી પૂર્વના અભિજિત આદિ નક્ષત્રો અમાવાસ્યાને સમાપ્ત કરે છે. (જો કે અભિજિત નક્ષત્ર પૂર્ણિમાને સમાપ્ત કરતું દેખાતું નથી, પરંતુ શ્રુતિયોગથી–સાંભળવા માત્રથી તેને પૂર્ણિમાનું પૂરક કહ્યું છે.) પૂર્ણિમા અને અમાવાસ્યાના નક્ષત્રોનો સન્નિપાત(સંયોગ):પૂર્ણિમા પૂર્ણિમા અમાસ અમાવાસ્યા | કુલોપકુલ ઉપકુલ
| ક્રમ શ્રાવણી | માઘી | ૧. અભિજિત | ૨. શ્રવણ ૩. ધનિષ્ઠા ભાદ્રપદી | ૮. | ફાલ્ગની | ૪. શતભિષમ્ | પ. પૂર્વાભાદ્રપદા | ૬. ઉત્તરા ભાદ્રપદા આસોજી | ૯. ચૈત્રી
૭. રેવતી ૮. અશ્વિની ૪ | કાર્તિકી | ૧૦. | વૈશાખી
૯. ભરણી ૧૦. કૃત્તિકા મૃગશીર્ષ | ૧૧. | જયેષ્ઠામૂલી | - ૧૧. રોહિણી | ૧૨. મૃગશીર્ષ ૬ | પૌષી | ૧૨.. આષાઢી | ૧૩. આદ્ર | ૧૪. પુનર્વસુ | ૧૫. પુષ્ય માધી શ્રાવણી
૧૬. અશ્લેષા ૧૭. મઘા
ક્રમ
૩ |
૭
|
-
૧.