________________
[ ૧૮૨ ]
શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર
દસમું પ્રાભૃતઃ સાતમું પ્રતિપ્રાભૃતા
( સન્નિપાત યોગ
પૂર્ણિમા અમાવાસ્યામાં ચંદ્રની સાથે નક્ષત્રોનો સન્નિપાત યોગ - | १ ता कह ते सण्णिवाए आहिएति वएज्जा ? ता जया णं साविट्ठी पुण्णिमा भवइ तया णं माघी अमावासा भवइ, ता जया णं माघी पुण्णिमा भवइ, तया णं साविट्ठी अमावासा भवइ । ભાવાર્થ-પ્રશ્ન- પૂર્ણિમા અને અમાવાસ્યામાં સન્નિપાત-નક્ષત્રોનો સંયોગ કેવા પ્રકારનો છે? ઉત્તરજ્યારે શ્રાવણી પૂર્ણિમા હોય છે ત્યારે માઘી અમાવાસ્યા હોય છે અને જ્યારે માઘી અમાવાસ્યા હોય છે ત્યારે શ્રાવણી પૂર્ણિમા હોય છે અર્થાત્ જે(ત્રણ) નક્ષત્ર શ્રાવણી પૂર્ણિમાના હોય છે, તે જ ત્રણ નક્ષત્ર માઘી અમાવાસ્યાના હોય છે અને જે બે નક્ષત્ર માઘી પૂર્ણિમાના હોય છે, તે બે નક્ષત્ર શ્રાવણી અમાવાસ્યાના હોય છે. | २ ता जया णं पोटुवई पुण्णिमा भवइ, तया णं फग्गुणी अमावासा भवइ, ता जया ण फग्गुणी पुण्णिमा भवइ, तया ण पोट्ठवई अमावासा भवइ । ભાવાર્થ - પ્રશ્ન– જે ત્રણ નક્ષત્ર ભાદ્રપદી પૂર્ણિમાના હોય છે, તે ત્રણ નક્ષત્ર ફાળુની અમાવાસ્યાના હોય છે અને જે બે નક્ષત્ર ફાલ્ગની પૂર્ણિમાના હોય છે, તે જ બે નક્ષત્ર ભાદ્રપદી અમાવસ્યાના હોય છે. | ३ ता जया णं आसोई पुण्णिमा भवइ, तया णं चेत्ती अमावासा भवइ, ता जया णं चेत्ती पुण्णिमा भवइ, तया णं आसोई अमावासा भवइ । ભાવાર્થ-જે બે નક્ષત્ર આસોજી પૂર્ણિમાના હોય છે, તે જ બે નક્ષત્ર ચૈત્રી અમાવાસ્યાના હોય છે અને જે બે નક્ષત્ર ચૈત્રી પૂર્ણિમાના હોય છે, તે જ બે નક્ષત્ર આસોજી અમાવાસ્યાના હોય છે. | ४ ता जया णं कत्तिई पुण्णिमा भवइ तया णं वइसाही अमावासा भवइ । ता जया णं वइसाही पुण्णिमा भवइ, तया णं कत्तिई अमावासा भवइ । ભાવાર્થ:- જે બે નક્ષત્ર કાર્તિકી પૂર્ણિમાના હોય છે. તે જ બે નક્ષત્ર વૈશાખી અમાવાસ્યાના હોય છે અને જે(બે) નક્ષત્ર વૈશાખી પૂર્ણિમાના હોય છે, તે જ બે નક્ષત્ર કાર્તિકી અમાવાસ્યાના હોય છે.
५ ता जया णं मग्गसिरी पुण्णिमा भवइ तया णं जेट्ठामूली अमावासा भवइ, ता जया णं जेट्ठामूली पुण्णिमा भवइ तया णं मग्गसिरी अमावासा भवइ । ભાવાર્થ-જે બે નક્ષત્ર મૃગશીર્ષ પૂર્ણિમાના હોય છે તે જ બે નક્ષત્ર જયેષ્ઠામૂલી અમાવસ્યાના હોય છે અને જે ત્રણ નક્ષત્ર જયેષ્ઠામૂલી પૂર્ણિમાના હોય છે, તે જ ત્રણ નક્ષત્ર મૃગશીર્ષ અમાવાસ્યાના હોય છે.