________________
[ ૧૭૨ ]
શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કુલ સંશક, ઉપકુલ સંજ્ઞક અને કુલીપકુલ સંજ્ઞક નક્ષત્રોનો નામોલ્લેખ છે.
પ્રાય પ્રતોમાં પ્રશ્ન સત્રમાં માત્ર 7 કુલસંજ્ઞક નક્ષત્રોના નામ વિષયક જ પ્રશ્ન છે. ઉત્તર સુત્રમાં સુના, કશુતા, સુનવલુના ત્રણ પ્રકારના નક્ષત્રોનું વિધાન છે. જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સાતમા વક્ષસ્કારમાં પ્રશ્ન સૂત્રમાં ત્રણે નામ છે, તેથી અહીં તે પાઠને ગ્રહણ કર્યો છે. કુલ સંશક નક્ષત્ર -વૈર્નાત્ર પ્રાયઃ સવા માસીનાં સિનીય૩૫ગાયને માલદરાનાનાનિ જ તાનિ ના ત્રણ નાનીતિ સાનિ | પ્રાયઃ માસની પરિસમાપ્તિ અર્થાત્ પૂર્ણિમાના દિવસે જે નક્ષત્રનો યોગ હોય તેને અને માસ સદશ નામવાળા નક્ષત્રો લિનક્ષત્ર રૂપે પ્રસિદ્ધ છે, જેમ કેશ્રાવિષ્ઠી(શ્રાવણ) માસ પ્રાયઃ શ્રવિષ્ઠા(ધનિષ્ઠા) નક્ષત્ર દ્વારા સમાપ્ત થાય છે, ભાદ્રપદ(ભાદરવો) માસ પ્રાયઃ ઉત્તરાભાદ્રપદા(પોષ્ટપદા) નક્ષત્ર દ્વારા સમાપ્ત થાય છે, તેથી તે કુલ નક્ષત્ર છે. અહીં પ્રાયઃ શબ્દ પ્રયોગથી સૂચિત થાય છે કે માસની સમાપ્તિ ઉપકુલસંજ્ઞક નક્ષત્ર દ્વારા પણ થાય છે. ઉપકુલસંજ્ઞક નક્ષત્રઃ- નાનામસ્તનાન, જુતાનાં સનીષકુપનં કુલસંજ્ઞક નક્ષત્રોની નીચેના અર્થાત્ કુલસંજ્ઞક નક્ષત્રોની સમીપના નક્ષત્ર ઉપકુલ નક્ષત્ર કહેવાય છે. ધનિષ્ઠા કુલ સંજ્ઞક છે, તો તેની સમીપનું શ્રવણ નક્ષત્ર ઉપકુલ સંજ્ઞક છે. તે પણ માસ સમાપક હોય છે. કલોપકલાસંક નક્ષત્ર- યાનિ નાનામવૃત્તાનાં વાયતનાનિ તાનિ તોલાતાનિ કુલ સંજ્ઞક અને ઉપકુલ સંજ્ઞકનક્ષત્રોની નીચેના(સમીપના) નક્ષત્રો કુલીપકુલ નક્ષત્ર કહેવાય છે, જેમ કે શ્રવણની સમીપનું અભિજિત નક્ષત્ર કુલીપકુલ નક્ષત્ર છે.
मासाणं परिणामा होति कुला, उवकुला उ हेट्ठिमगा ।
होति पुण कुलोवकुला, अभीइ सय अद्द अणुराहा ॥१॥ જે નક્ષત્રોથી મહિનાઓની પરિસમાપ્તિ થાય છે, તે મહિનાની સમાન નામવાળા નક્ષત્ર કુલ નક્ષત્ર કહેવાય છે. જે નક્ષત્રો કુલોના અધિસ્તન હોય, કુલોની સમીપે હોય તેને “ઉપકુલ નક્ષત્ર” કહે છે. તે પણ માસસમાપક હોય છે. જે નક્ષત્રો ઉપકુલોની નીચે હોય તે અભીજિત, શતભિષક, આર્તા અને અનુરાધા ‘કુલીપકુલનક્ષત્ર' છે.
પૂર્ણિમાના દિવસે એટલે માસની પરિસમાપ્તિ સમયે કુલ નક્ષત્રથી પૂર્વનું નક્ષત્ર હોય, તો તે ઉપકુલા નક્ષત્ર કહેવાય છે અને ઉપકુલ નક્ષત્રથી પૂર્વનું નક્ષત્ર હોય, તો તે કુલોપકુલ નક્ષત્ર કહેવાય છે.
પ્રત્યેક પૂર્ણિમાના દિવસે બે કે ત્રણ નક્ષત્ર યોગમાં હોય છે. જે પૂર્ણિમાના દિવસે બે નક્ષત્રોનો યોગ હોય, તો ત્યાં કુલ તથા ઉપકુલ નક્ષત્ર હોય છે. જે પૂર્ણિમાને ત્રણ નક્ષત્રોનો યોગ હોય, તો ત્યાં કુલ, ઉપકુલ તથા કુલીપકુલ નક્ષત્રો હોય છે, જેમ કે– શ્રાવણી પૂર્ણિમાના ધનિષ્ઠા, શ્રવણ અને અભિજિત, આ ત્રણ નક્ષત્રો છે. શ્રાવણી પૂર્ણિમાના શ્રવિષ્ઠા(ધનિષ્ઠા) નક્ષત્રનો યોગ હોય, તો તે કુલ નક્ષત્ર કહેવાય છે; તેની પૂર્વનાં શ્રવણ નક્ષત્રનો યોગ હોય, તો તે ઉપકુલ નક્ષત્ર કહેવાય છે અને શ્રવણ નક્ષત્રની પૂર્વના અભિજિત નક્ષત્રોનો યોગ હોય, તો તે ફલોપકુલ નક્ષત્ર કહેવાય છે.