________________
| પ્રાભૃત-૧૦ઃ પ્રતિપ્રાભૃત-૨,
| | ૧૫૩ ]
કેટલા ભાગ ચાલે? આ રીતે ત્રિરાશિ મૂકતાં ૧૭૫૧૦૦૫+૩૦ = ૩૩ સડસઠીયા ભાગ પ્રાપ્ત થાય છે.
૭ ભાગ ચાલવામાં ૩૦ મુહૂર્ત થાય તો ૩૩ ભાગ ચાલવામાં કેટલા મુહૂર્ત થાય? આ પ્રમાણે ત્રિરાશિ મૂકતા ૩૦, . ૧૦૫ ૧૦૦૫+૬૭ = ૧૫ મુહૂર્ત પ્રાપ્ત થાય છે.
આ રીતે શતભિષકાદિ છ નક્ષત્રોનો યોગ કાળ ૧૫ મુહૂર્ત છે અને યોગક્ષેત્ર ૩૩ ભાગ છે. શ્રવણાદિ ૧૫ નક્ષત્રોનો ચંદ્રયોગકાળ - એક અહોરાત્રમાં સૂર્ય જેટલા ક્ષેત્રમાં ચાલે તે ક્ષેત્રના ૭ ભાગ કરવામાં આવે તો તગત સડસઠ ભાગમાં શ્રવણાદિ ૧૫ નક્ષત્રો ચંદ્રયોગ કરે છે.
એક અહોરાત્રના ૩૦ મુહૂર્ત છે તેથી શ્રવણાદિ નક્ષત્રોનો યોગ કાળ ૩૦ મુહૂર્ત છે અને યોગક્ષેત્ર ૬૭ ભાગ છે.. ઉત્તરાભાદ્રપદાદિ છ નક્ષત્રોનો ચંદ્રયોગકાળ – એક અહોરાત્રમાં સૂર્ય જેટલા ક્ષેત્રમાં ચાલે, તે ક્ષેત્રના
૭ ભાગ કરવામાં આવે તો તગત સાડા સો(૧૦૦) ભાગ સુધી ઉત્તરાભાદ્રપદાદિ છ નક્ષત્રો ચંદ્રયોગ કરે છે.
એક અહોરાત્રના ૩૦ મુહૂર્ત છે તે ૩૦ મુહૂર્તમાં નક્ષત્ર ચંદ્ર સાથે ૬૭ ભાગ ઉપર ચાલે, તો ૪૫ મુહૂર્ત કેટલા ભાગ ચાલે? આ ત્રિરાશિ મૂકતાં9383985-૧૦૦ સડસઠીયા ભાગ પ્રાપ્ત થાય છે.
૬૭ ભાગ ચાલવામાં ૩૦ મુહૂર્ત થાય તો ૧૦૦ ભાગ ચાલવામાં કેટલા મુહૂર્ત થાય? આત્રિરાશિ મૂકતા- ૩૦, ૩૦૧૫ ૩૦૧૫+૬૭ = ૪૫ મુહૂર્ત પ્રાપ્ત થાય છે.
આ રીતે ઉત્તરાભાદ્રપદાદિ છ નક્ષત્રોનો યોગ કાળ ૪૫ મુહૂર્ત અને યોગક્ષેત્ર ૧૦૦ ભાગ છે. નક્ષત્રોનો સૂર્ય સાથેનો યોગકાળઃ| ३ ता एएसि णं अट्ठावीसाए णक्खत्ताणं अत्थि णक्खत्ते जे णं चत्तारि अहोरत्ते छच्च मुहुत्ते सूरेण सद्धिं जोयं जोएति । अत्थि णक्खत्ता जे णं छ अहोरत्ते एक्कवीसं च महत्ते सरेण सद्धिं जोयं जोएंति । अत्थि णक्खत्ता जे णं तेरस अहोरत्ते बारस य मुहुत्ते सूरेण सद्धिं जोयं जोएंति । अस्थि णक्खत्ता जे णं वीसं अहोरत्ते तिण्णि य मुहुत्ते सूरेण सद्धिं जोयं जोएंति । ભાવાર્થ:- અઠ્યાવીસ નક્ષત્રોમાંથી કેટલાક નક્ષત્રો ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત સુધી સૂર્ય સાથે યોગ કરે છે. કેટલાક નક્ષત્રો છે અહોરાત્ર અને એકવીસ મુહૂર્ત સુધી સૂર્ય સાથે યોગ કરે છે. કેટલાક નક્ષત્રો તેર અહોરાત્ર અને બાર મુહૂર્ત સુધી સૂર્ય સાથે યોગ કરે છે અને કેટલાક નક્ષત્રો વીસ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત સુધી સૂર્ય સાથે યોગ કરે છે.