________________
પ્રાભૃત-૧૦: પરિચય
:
૧૪૫
દસમું પ્રાભૃત પરિચય DROWRODROOR
પ્રસ્તુત દસમા પ્રાભૂતમાં નક્ષત્ર યોગનું (નોને હિંદ તે ૩ મgિ -૧/૧/૩)નું વિવિધ પ્રકારે વર્ણન છે. જ્યોતિષ દેવોમાં ચંદ્ર-સૂયેન્દ્રના પરિવાર રૂપે ૨૮ નક્ષત્રો છે. તે ૨૮ નક્ષત્રોના આઠ મંડળ છે. પોતપોતાના મંડળ ઉપર પરિભ્રમણ કરતાં જેટલા સમય સુધી નક્ષત્ર અને ચંદ્ર સાથે પરિભ્રમણ કરે, તેને ચંદ્ર યોગ કહે છે અને જેટલા ક્ષેત્રમાં બંને સાથે ચાલે તેને ચંદ્રયોગ ક્ષેત્ર કહે છે. તે જ રીતે નક્ષત્રો સૂર્યની સાથે જેટલા સમય સુધી સહપરિભ્રમણ કરે તેને સૂર્યયોગ અને જે ક્ષેત્રમાં સહપરિભ્રમણ કરે તેને સૂર્ય યોગ ક્ષેત્ર કહે છે. ચંદ્ર કરતાં સૂર્ય અને સૂર્ય કરતાં નક્ષત્રો શીઘ્રગતિવાળા છે, તેથી નક્ષત્રો સૂર્ય સાથે વધુ સમય અને ચંદ્ર સાથે અલ્પ સમય માટે સહપરિભ્રમણ કરે છે. આ યોગનો સમય, ક્ષેત્ર, દિશા આદિનું વર્ણન પ્રસ્તુત પ્રાભૃતમાં છે. આ પ્રાભૂતના ૨૧ પ્રતિપ્રાભૂત છે. પ્રથમ પ્રતિપ્રાભતમાં ક્રમપૂર્વક અઠ્યાવીસ નક્ષત્રોનો નામોલ્લેખ છે. યુગનો પ્રારંભ થાય ત્યારે અભિજિત નક્ષત્ર ચંદ્ર સાથે યોગમાં હોય છે, તેથી નક્ષત્રોનો ક્રમ અભિજિત નક્ષત્રથી પ્રારંભ થાય છે અને અંતિમ ઉત્તરાષાઢા નક્ષત્ર છે. બીજા પ્રતિપ્રાભૂતમાં નક્ષત્રોના ચંદ્ર-સૂર્ય સાથેના યોગના કાળમાનનું વર્ણન છે. અભિજિત નક્ષત્ર ૯ મુહૂર્ત, શતભિષકાદિ છ નક્ષત્રો ૧૫ મુહુર્ત પર્યત શ્રવણાદિ પંદર નક્ષત્રો ૩૦ મુહૂર્ત પર્યત અને ઉત્તરાભાદ્રપદાદિ છ નક્ષત્રો ૪૫ મુહૂર્ત પર્યત ચંદ્ર સાથે યોગ કરે છે.
અભિજિત નક્ષત્ર ૪ અહોરાત્ર ૬ મુહૂર્ત પર્યત, શતભિષકાદિ છ નક્ષત્રો અહોરાત્ર અને ૨૧ મુહૂર્ત પર્યત, શ્રવણાદિ પંદર નક્ષત્રો ૧૩ અહોરાત્ર અને ૧૨ મુહૂર્ત પર્યત તથા ઉત્તરાભાદ્રપદાદિ છ નક્ષત્રો ૨૦ અહોરાત્ર અને ૩ મુહૂર્ત પર્યત સૂર્ય સાથે યોગમાં રહે છે. ત્રીજા પ્રતિષ્ઠાભતમાં નક્ષત્ર ચંદ્ર સાથે દિવસના ક્યા કાળમાં અને ક્યા ક્ષેત્રમાં યોગમાં રહે છે, તેનું વર્ણન છે. દિવસના પૂર્વ ભાગમાં યોગનો પ્રારંભ થાય, તો તે નક્ષત્ર પૂર્વભાગી કહેવાય છે. દિવસના અંતિમ ભાગમાં યોગનો પ્રારંભ થાય તો પશ્ચાત્ ભાગી, પૂર્વ રાત્રિના યોગનો પ્રારંભ થાય તો નક્તભાગી અને જે નક્ષત્રોનો દિવસ અને રાત્રિ બંને કાળમાં યોગ ચાલુ રહે, તે ઊભયભાગી કહેવાય છે.
એક અહોરાત્રમાં સૂર્ય જેટલા ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે. તેટલા ક્ષેત્રમાં જે નક્ષત્રો ચંદ્ર સાથે યોગ કરે છે તે સમક્ષેત્રી, સુર્ય મંડળના અર્ધમંડળ ક્ષેત્રમાં ચંદ્ર સાથે યોગમાં રહે તે અર્ધ(અપાધ) ક્ષેત્રી અને દોઢ સૂર્યમંડળના ક્ષેત્રમાં ચંદ્ર સાથે યોગમાં રહે તે સાર્ધ(દોઢ) ક્ષેત્રી નક્ષત્ર કહેવાય છે.
પૂર્વ ભાદ્રપદાદિ છ નક્ષત્રો પૂર્વ ભાગી અને સમક્ષેત્રી નક્ષત્રો છે, અભિજિતાદિ દસ નક્ષત્રો પશ્ચાત્ ભાગી અને સમક્ષેત્રી છે; શતભિષકાદિ છ નક્ષત્રો નકતભાગી અને અર્ધક્ષેત્રી છે તથા ઉત્તરાભાદ્રપદાદિ છ નક્ષત્રો ઉભયભાગી અને સાર્ધક્ષેત્રી છે. ચોથા પ્રતિ પ્રાભૂતમાં એક-એક નક્ષત્રનું કાળ અને ક્ષેત્ર આશ્રી યોગનું પૃથક-પૃથકુ વર્ણન છે. અભિજિત નક્ષત્ર યુગના પ્રથમ દિવસે સૂર્યોદયથી શરૂ કરી ૯, ૬ અથવા ૯૭ મુહૂર્ત પર્યત યોગમાં રહે છે અને