________________
| પ્રાકૃત-૫: પરિચય
:
[ ૧૦૩]
પાંચમું પ્રાભૃત પરિચય DROROWRODROR
પ્રસ્તુત પાંચમા પ્રાભૃતમાં સૂર્યની વેશ્યા(પ્રકાશ)ના પ્રતિઘાત (fહું પડદા નૈસા ? - ૧/૧/૩) વિષયક વર્ણન છે.
સૂર્યનો પ્રકાશ જંબૂદ્વીપ આદિ ક્ષેત્ર ઉપર ફેલાય ત્યારે મેરુપર્વતાદિ અનેક પદાર્થો સૂર્યપ્રકાશના અવરોધક બને છે. તેના અવરોધક પરિબળો નિમ્નોક્ત છે. (૧) સુર્યના પ્રકાશક્ષેત્રની મર્યાદામાં જ તે પ્રકાશ ફેલાય છે. પ્રકાશ ક્ષેત્રની સીમા અવરોધક બને છે અને તે સીમા(મર્યાદા)ની બહાર પ્રકાશ ફેલાતો નથી. (૨) સુર્યના પ્રકાશક્ષેત્રની સીમાની અંદર પણ પર્વતાદિ સૂર્યપ્રકાશને રોકે છે. પર્વતાદિમાં પ્રકાશ પ્રવેશી શકતો નથી. જે-જે પદાર્થનો પડછાયો પડે છે, તે પ્રકાશના અવરોધક છે. (૩) પર્વત વગેરેની બખોલ, ગુફા, છિદ્ર વગેરે દ્વારા સૂર્યપ્રકાશ અંદર પ્રવેશે છે પરંતુ તેની અંદરની દિવાલ આદિ પુદ્ગલો પ્રકાશના અવરોધક બને છે.