________________
પ્રાભૃત-૪
[ ૧૦૧]
ता जंबूद्दीवे णं दीवे सूरिया एगं जोयणासयं उड्टुं तवंति । अट्ठारस जोयणसयाई अहे तवंति सीयालीसं जोयणसहस्साई दुण्णि य तेवढे जोयणसए एगवीसं च सट्ठिभाए जोयणस्स तिरियं तवति । ભાવાર્થ -પ્રશ્ન- જંબૂદીપ નામના દ્વીપમાં બંને સૂર્ય ઊર્ધ્વ, અધો, તીરછી દિશામાં કેટલા ક્ષેત્રને તપ્ત કરે છે, તેજથી વ્યાપ્ત કરે છે.
ઉત્તર– ઊર્ધ્વ ભાગમાં ૧00 યોજન ક્ષેત્રને, અધોભાગમાં ૧,૮00 યોજન ક્ષેત્રને અને તિર્યમ્ ભાગમાં સૂડતાળીસ હજાર બસો ત્રેસઠ પૂર્ણાક એકવીસ સાઠાંશ(૪૭,૨૬૩ ૩ યોજન) યોજના ક્ષેત્રને પોતાના તેજથી તપાવે છે, વ્યાપ્ત કરે છે. વિવેચન :
પ્રસ્તુતમાં ઊધ્વદિ દિશાઓમાં સૂર્ય કેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે, તેનું કથન છે. ઊર્ધ્વ દિશામાં સૂર્ય પ્રકાશ :- બંને સૂર્યનો પ્રકાશ ઊંચે ૧૦0 યોજન સુધી પહોંચે છે. તેઓ પોતાના વિમાનથી ઊંચે તેટલા ક્ષેત્રને તપાવે છે-પ્રકાશિત કરે છે. અધો દિશામાં સૂર્ય પ્રકાશ - બંને સૂર્યોથી ૮00 યોજન નીચે સમપૃથ્વીતલ છે અને ત્યાંથી ૧,000 યોજના નીચાણમાં સલિલાવતી અને વપ્રા નામની પશ્ચિમ મહાવિદેહક્ષેત્રની ચોવીસમી અને પચ્ચીસમી વિજય સુધી સૂર્યનો પ્રકાશ પ્રસરે છે માટે ૮00 + ૧,૦૦૦ = ૧,૮00 યોજન અધોક્ષેત્રને તપાવે છે. તિરછી દિશામાં સૂર્ય પ્રકાશ – તિર્યમ્ દિશામાં ૪૭,૨૬૩ ૨ યોજના ક્ષેત્રને પ્રકાશિત કરે છે. આ કથન દષ્ટિપથની અપેક્ષાએ છે તથા સૂર્ય સર્વાત્યંતર મંડળ ઉપર હોય તે અપેક્ષાથી છે. સૂર્ય સર્વ બાહ્ય મંડળ ઉપર હોય ત્યારે ૩૧, ૮૩૧ યોજન સુધી તેનો પ્રકાશ ફેલાય છે. સૂર્યના પ્રકાશ-અંધકાર ક્ષેત્રની બાહાઓનું પ્રમાણ -
Kકાકા =
૯૪રે .
-અંતિમ મંડળ,
-૯૪૮૬૮
જળ
.
_
-અધમ મળે
ળ -
પતિ
હ
કે
GYCS
સાતમે
-૫૪૯૪૩
* એ-બૂઢીપ*
દીજાતી
એ.
સર્વનામ
જેબરૂંક મંડળ
સાધ્વી સુબોધિકા