________________
પ્રાભૂત-૪
एगे पुण एवमाहंसु-ता वलभीसंठिया चंदिम-सूरियसंठिई पण्णत्ता । एगे पुण एवमाहंसु-ता हम्मियतलसंठिया चंदिम-सूरियसंठिई पण्णत्ता । एगे पुण एवमाहंसु-ता बालग्गपोइयासंठिया चंदिम-सूरियसंठिई पण्णत्ता, एगे एवमाहंसु ।
૯૧
ભાવાર્થ:
પ્રશ્ન- ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ અર્થાત્ સામસામી દિશામાં રહેલા બંને ચંદ્ર અને બંને સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર કેવો છે ? ઉત્તર− તેના સંસ્થાન વિષયક અન્યતીર્થિકોની સોળ પ્રતિપત્તિઓ (માન્યતાઓ) કહી છે, યથા—
(૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર સમ ચતુરસ છે.
(૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર વિષમ ચતુરસ છે.
(૩) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર સમ ચતુષ્કોણ છે.
(૪) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર વિષમ ચતુષ્કોણ છે. (૫) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર સમ ચક્રવાલ(સમગોળાકાર) છે.
(૬) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર વિષમ ચક્રવાલ છે.
(૭) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર ચક્રાર્ય ચક્રવાલ છે.
(૮) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર છત્રાકાર છે.
(૯) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર ગૃહાકાર છે.
(૧૦) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર ગૃહાપણ(ઘરની સાથે દુકાન)ના આકાર જેવો છે.
(૧૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર પ્રાસાદ(મહેલ)ના આકાર જેવો છે. (૧૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર ગોપુર(દરવાજા) જેવો છે. (૧૩) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર પ્રેક્ષાગૃહ જેવો છે.
(૧૪) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર વલભીગૃહ(ઘરની ઉપરનો ભાગ– અગાસી) જેવો છે.
(૧૫) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર હર્મ્સતલ(હવેલીની ઉપરનો તલભાગ) જેવો છે.
(૧૬) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર બાલાગ્રપોતિકા(તળાવાદિનાં ક્રીડાસ્થાન, બાળકોનાં ક્રીડાસ્થાન અથવા લઘુ પ્રાસાદ જેવો છે.
ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર :
३ तत्थ जे ते एवमाहंसु - ता समचउरंस संठिया चंदिम-सूरियसंठिई पण्णत्ता, एएणं गएणं णेयव्वं णो चेव णं इयरेहिं ।