________________
૭ર |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
અંતરાલના સંક્રમણમાં સમય વ્યતીત થતો નથી, પૂર્વના મંડળમાં જ તેની ગણના થઈ જાય છે, પછીના મંડળમાંથી સમય તે ઓછો થતો નથી, આ તેની વિશેષતા છે. સૂર્યનું કર્ણકલા ગતિથી મંડળ સંક્રમણ:| ४ तत्थ णं जे ते एवमाहंसु- मंडलाओ मंडलं संकममाणे सूरिए कण्णकलं णिव्वेढेइ एएणं णएणं णेयव्वं, णो चेव णं इयरेणं । ભાવાર્થ :- તેમાં જે કર્ણકલા ગતિથી એક મંડળ ઉપરથી બીજા મંડળ ઉપરનું પરિભ્રમણ કહે છે, તે જ પ્રમાણે, તે જ નયથી સૂર્યનું મંડળ સંક્રમણ થાય છે, અન્ય પ્રકારે નહીં. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં સૂર્યના બે મંડળ વચ્ચેનું અંતર પસાર કરવાની સૂર્યની પદ્ધતિનું નિરૂપણ છે. પ્રત્યેક સૂર્ય મંડળ વચ્ચે બે-બે યોજનાનું અંતર છે. કેટલાક અન્યતીર્થિકો ભેદઘાત ગતિથી આ અંતર પાર કરવાનું કથન કરે છે. બેવાર્ષ :- ભેદઘાત. એલો-મદીની મનપાનાનં તત્ર વાતો-અનં. વિવારે મને सूर्येणापूरिते सति तदन्तरमपान्तरालगमनेन द्वितीयं मण्डलं संक्रमति, संक्राम्य य तस्मिन्मण्डले चारं चरति । –વૃત્તિ. ભેદ એટલે બે મંડળ વચ્ચેનું અંતર, ઘાત એટલે ગમન. વિવક્ષિત સંપૂર્ણ મંડળ ઉપર પરિભ્રમણ પૂર્ણ કરીને પછી મંડળ વચ્ચેના અંતરાલમાં ગમન કરી બીજા મંડળ ઉપર સંક્રમણ કરે છે અર્થાત્ આવે છે અને ત્યાર પછી બીજા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. એક મંડળ પરિપૂર્ણ કરીને પછી અંતરાલ ભાગ ઉપર સીધું ગમન કરી બીજા મંડળ ઉપર ગમન કરવું, તેને ભેદઘાત સંક્રમણ કહે છે.
આમાં બે મંડળ વચ્ચેના બે-બે યોજનનું ક્ષેત્ર પાર કરવામાં જે સમય વ્યતીત થાય છે, તે સમયની ગણના મંડળ પરિભ્રમણ કાળમાં થતી નથી, તેથી આ પ્રકારની સંક્રમણ ગતિ સ્વીકારવી ઉચિત નથી.
કેટલાક અન્યતીર્થિકો અને ભગવાન મહાવીર સ્વામી કર્ણકલા ગતિથી સૂર્યના એક મંડળ ઉપરથી બીજા મંડળ ઉપરના સંક્રમણનો સ્વીકાર કરે છે.
Ugi :- કર્ણકલા. # પરમUત્તરપ્રથમટિમાપ નચીશૂન્યાધિશૂનમUહુર્ત પ્રથમથશ ખાદૂર્ણ છે કે વનયાતાજું યથાવતિ તથા નિયતીતિ - વૃત્તિ.
કર્ણ– અન્ય(આગળના) મંડળના અગ્રભાગે પહોંચવાનું લક્ષ્ય રાખીને અધિકૃત–વર્તમાન મંડળ ઉપર પ્રથમ ક્ષણથી જ પરિભ્રમણ શરૂ કરી ક્ષણે-ક્ષણે કલા એટલે તે મંડળને અતિક્રાંત કરતાં, તે-તે મંડળ ને છોડતાં, આગળ વધીને બે યોજન દૂર બીજા મંડળ પર પહોંચવું, તેને કર્ણકલાગતિ કહે છે અર્થાતુ પ્રત્યેક મંડળ બે-બે યોજન દૂર પૂર્ણ થાય છે. સૂર્ય મંડળો પૂર્ણ ગોળાકારે નથી પરંતુ જલેબીના ગુંચળાની જેમ પ્રત્યેક મંડળ મૂળ સ્થાનથી બે યોજન દૂર પૂર્ણ થાય છે. સૂર્યની પ્રથમ મંડળ ઉપર ગતિ તેવા પ્રકારની હોય છે, તેથી પ્રતિક્ષણ તે આંતરાનું અંતર પાર થતું જાય છે. આ રીતે બે મંડળ વચ્ચેના બે યોજનના અંતરને પાર કરવાનું લક્ષ્ય રાખીને જ સૂર્ય પ્રત્યેક મંડળ ઉપર પરિભ્રમણ કરતાં-કરતાં જ તે બે યોજન દૂર ચાલ્યો જાય છે, તેથી બે મંડળની વચ્ચેના અંતરને પાર કરવામાં, સૂર્યને અલગ સમય વ્યતીત કરવો