________________
શ્રી ચંદ્રસૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
પ્રથમ પ્રાભૃતઃ ચોથું પ્રતિપ્રાભૃત
मंतर
બે સૂર્ય વચ્ચેના અંતર વિષયક છ પ્રતિપત્તિઓ:| १ ता केवइयं एए दुवे सूरिया अण्णमण्णस्स अंतरं कटु चारं चरति आहिएति वएज्जा ? तत्थ खलु इमाओ छ पडिवत्तीओ पण्णत्ताओ, तं जहा
तत्थ एगे एवमाहंसु-ता एगं जोयणसहस्सं एगं च तेत्तीसं जोयणसयं अण्णमण्णस्स अंतरं कटु सूरिया चारं चरति आहिएति वएज्जा-एगे एवमाहंसु।
एगे पुण एवमाहंसु-ता एगं जोयणसहस्सं एगं च चउतीसं जोयणसयं अण्णमण्णस्स अंतरं कटु सूरिया चारं चरंति आहिएति वएज्जा-एगे एवमाहंसु।
एगे पुण एवमाहंसु-ता एग जोयणसहस्सं एगं च पणतीसं जोयणसयं अण्णमण्णस्स अंतरं कटु सूरिया चारं चरति आहिएति वएज्जा-एगे एवमाहंसु।
एगे पुण एवमाहंसु-ता एग दीवं एगं समुदं अण्णमण्णस्स अंतरं कटु सूरिया चारं चरंति आहिएति वएज्जा-एगे एवमाहंसु ।।
एगे पुण एवमाहंसु-ता दो दीवे दो समुद्दे अण्णमण्णस्स अंतरं कटु सूरिया चारं चरंति आहिएति वएज्जा-एगे एवमाहंसु ।
एगे पुण एवमाहंसु-ता तिण्णि दीवे तिण्णि समुद्दे अण्णमण्णस्स अंतरं कटु सूरिया चार चरति आहिएति वएज्जा-एगे एवमासु । ભાવાર્થ - પ્રશ્ન- બંને સૂર્યો પરસ્પરમાં કેટલું અંતર રાખીને પરિભ્રમણ કરે છે? અર્થાત્ બંને સૂર્યો વચ્ચે કેટલું અંતર છે? ઉત્તર- બંને સૂર્યો વચ્ચેના અંતરનું કથન કરતી અન્યતીર્થિકોની છ માન્યતા રૂપ છ પ્રતિપત્તિઓ કહી છે, તે આ પ્રમાણે છે(૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે બંને સૂર્યો પરસ્પર ૧,૧૩૩યોજનનું અંતર રાખીને પરિભ્રમણ કરે છે. (૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે બંને સૂર્યો પરસ્પર ૧,૧૩૪ યોજનનું અંતર રાખીને પરિભ્રમણ કરે છે. (૩) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે બંને સૂર્યો પરસ્પર ૧,૧૩પ યોજનાનું અંતર રાખીને પરિભ્રમણ કરે છે. (૪) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે બંને સૂર્યો પરસ્પર એક દ્વીપ અને એક સમુદ્રનું અંતર રાખીને પરિભ્રમણ કરે છે.