________________
૨૪
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપ નામના દ્વીપના ભરતક્ષેત્રના વૈતાઢય પર્વત ઉપર સિદ્ધાયતન ફૂટ ક્યાં છે?
ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપ નામના દ્વીપના ભરતક્ષેત્રના વૈતાઢય પર્વત ઉપર, પૂર્વદિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમમાં અને દક્ષિણાર્ધ ભરતફૂટની પૂર્વમાં સિદ્ધાયતન નામનું ફૂટ છે. તે સવા છ યોજન ઊંચું, મૂળભાગમાં સવા છ યોજન પહોળું, મધ્યમાં દેશોન પાંચ યોજન અને ઉપર સાધિક ત્રણ યોજન પહોળું છે. તેની પરિધિ મૂળમાં દેશોન ૨૦ યોજન, મધ્યમાં દેશોન ૧૫ યોજન અને ઉપર સાધિક નવ યોજનની છે. આ કૂટ મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત-સાંકડું અને ઉપર પાતળું છે. તે ગોપુચ્છ સંસ્થાને(આકારે) સંસ્થિત છે. તે સર્વ રત્નમય, સ્વચ્છ યાવત્ મનોજ્ઞ અને મનોહર છે. તે કૂટ એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી પરિવેષ્ટિત છે. તે બંનેનું પ્રમાણ વગેરે વર્ણન પૂર્વવત્ જાણવું.
સિદ્ધાયતન ફૂટની ઉપર મૃદંગના ચર્મ મઢિત ભાગ જેવો અતિ સમતલ રમણીય ભાગ છે વગેરે પૂર્વવત્ જાણવું યાવત્ ત્યાં વાણવ્યંતર દેવ-દેવીઓ પૂર્વકૃત પુણ્ય ફળનો ઉપભોગ કરતાં વિચરણ કરે છે. २६ तस्स णं बहुसमस्मणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभागे, एत्थ णं महं एगे सिद्धायतणे पण्णत्ते-कोसं आयामेणं, अद्धकोसं विक्खंभेणं, देसूणं कोसं उड्ड उच्चत्तेणं, अणेगखंभसक्सण्णिविट्ठे खब्भुग्गय सुकयवइरवेइया तोरणवर रइयसालभंजियसुसिलिट्ठविसिट्ठलट्ठसंठियपसत्थवेरुलिय-विमलखंभे णाणामणि रयण-खचिय-उज्जल-बहुसमसुविभत्त-भूमिभागे, ईहामिग-उसभतुरगणर-मगरविहगवालग किण्णस्रुरु सरभचमस्कुंजरवणलयपउमलय-भत्तिचित्ते कंचण मणि रयण-थूभियाए, णाणाविहपंचवण्णघंटापडाग-परिमंडियग्गसिहरे धवले मरीइकवयं विणिम्मुयंते लाउल्लोइयमहिए जाव झया ।
ભાવાર્થ :- તે બહુરમણીય સમતલ ભૂમિભાગની બરાબર મધ્યમાં એક સિદ્ધાયતન છે. તે એક ગાઉ લાંબુ, અર્ધ ગાઉ પહોળું અને દેશોન(કંઈક ન્યૂન) એક ગાઉ ઊંચું છે. તે અનેક સો થાંભલાઓ ઉપર સ્થિત છે. તે સ્તંભો, સ્તંભગત સુરચિત વજ્ર વેદિકાઓ, તોરણો, શ્રેષ્ઠ, મનને આનંદિત કરનારી શાલભંજિકા અર્થાત્ પુતળીઓથી સુશોભિત છે. તે સ્તંભો સારી રીતે જોડેલા; વિલક્ષણ; સ્નિગ્ધ, સુંદર આકારવાળા, ઉત્તમ વૈડૂર્યમણિમય અને વિમળ છે. તેનો(સિદ્ધાયતનનો) ભૂમિભાગ અનેક પ્રકારના મણિઓ અને રત્નોથી જડેલો છે, ઉજ્જવળ, સમતલ અને સુવિભક્ત છે. તે ઈહામૃગ-વરૂ, વૃષભ-બળદ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, કસ્તુરી મૃગ, શરભ(અષ્ટાપદ), ચમરી ગાય, હાથી, વનલતા અને પદ્મલતા વગેરેના ચિત્રોથી અંકિત છે. તેની રૂપિકા(શિખર) સુવર્ણ, મણિ અને રત્નોથી નિર્મિત છે. તે શિખરનો અગ્રભાગ પંચવર્ણી મણિઓ, અનેક પ્રકારની ઘટાઓ અને પતાકાથી શોભિત છે. તે સિદ્ધાયતન શ્વેત છે અને શ્વેતપ્રભા(કિરણોને) ફેલાવે છે. ત્યાંની ભૂમિ લીંપેલી અને દિવાલો ધોળેલી હોય છે. યાવત્ તે સિદ્ધાયતનની ઉપર અનેક ધજાઓ ફરફરતી હોય છે વગેરે સંપૂર્ણ વર્ણન જીવાભિગમ સૂત્રાનુસાર જાણવું.