________________
[ ૧૮ ]
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
पाईणपडीणायया दुहा लवणसमुदं पुट्ठा-पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं लवणसमुदं पुट्ठा, पच्चत्थिमिल्लाए कोडीए पच्चत्थिमिल्लं लवणसमुदं पुट्ठा, दस जोयणसहस्साइं सत्त य वीसे जोयणसए दुवालस य एगूणवीसभागे जोयणस्स आयामेणं । तीसे धणुपुढें दाहिणेणं दस जोयणसहस्साइं सत्त य तेयाले जोयणसए पण्णरस य एगुणवीसभागे जोयणस्स परिक्खेवेणं, रुयगसंठाणसंठिए, सव्वरययामए, अच्छे जाव अभिरूवे पडिरूवे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વત કયાં છે?
ઉત્તર- હે ગૌતમ! આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં ઉત્તરાર્ધ ભરત ક્ષેત્રની દક્ષિણ દિશામાં, દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રની ઉત્તર દિશામાં, પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમ દિશ્વર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં વૈતાઢય પર્વત સ્થિત છે.
તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ પહોળો છે. તે પૂર્વ અને પશ્ચિમ બે દિશામાં લવણ સમુદ્રને સ્પર્શે છે. તે પૂર્વી અંતભાગથી પૂર્વી સમુદ્રને અને પશ્ચિમી અંતભાગથી પશ્ચિમી સમુદ્રને સ્પર્શી છે. તે ૨૫ યોજન ઊંચો, સવા છયોજન(એક ગાઉ અધિક છયોજન) જમીનમાં ઊંડો અને પ0 યોજન પહોળો છે. પૂર્વ પશ્ચિમ દિશામાં તેની બાહા સાધિક ચારસો અઢ્યાસી યોજન સાડા સોળ કળા (૪૮૮ યોજન)ની પરિધિરૂપે કે ગોળાઈ રૂપે છે. ઉત્તર દિશામાં આવેલી તેની જીવા પૂર્વ પશ્ચિમ લાંબી છે અને પૂર્વ પશ્ચિમ બે બાજથી લવણ સમુદ્રને સ્પર્શે છે. પૂર્વી અંતભાગથી પૂર્વી સમુદ્રને અને પશ્ચિમી અંતભાગથી પશ્ચિમી સમદ્રને સ્પર્શે છે. તે જીવાની લંબાઈ સાધિક દસ હજાર સાતસો વીસ યોજન અને બાર કળા (૧૦,૭૨૦ ૧ યોજન)ની છે. દક્ષિણ દિશામાં આવેલું તેનું ધનુ પૃષ્ઠ દસ હજાર, સાતસો તેતાલીસ યોજન અને પંદર કળા (૧૦,૭૪૩ ૪ યોજન) ગોળાઈરૂપે છે. તે વૈતાઢય પર્વત રૂચક નામના ગળાના આભરણના સંસ્થાને છે.
આ વૈતાઢય પર્વત પૂર્ણતયા રજતમય છે, સ્વચ્છ છે યાવતું મનને ગમે તેવો અને મનમાં વસી જાય તેવો છે. १६ से णं उभओ पासिं दोहिं पउमवस्वेइयाहिं दोहिं य वणसंडेहिं सव्वओ समंता संपरिक्खित्ते । ताओ णं परमवस्वेइयाओ अद्धजोयणं उड्डे उच्चत्तेणं, पंचधणुसयाई विक्खंभेणं, पव्वयसमियाओ आयामेणं । वण्णओ भाणियव्वो । तेणं वणसंडा देसूणाई दो जोयणाई विक्खंभेणं, परमवस्वेइया समगा आयामेणं, किण्हा किण्होभासा वण्णओ । ભાવાર્થ :- વૈતાઢય પર્વત ઉત્તર અને દક્ષિણ બંને બાજુએ બે પદ્મવરવેદિકા અને બે વનખંડોથી પૂર્ણતઃ ઘેરાયેલો છે. તે પાવરવેદિકા અર્ધ યોજન ઊંચી અને ૫૦૦ ધનુષ્ય પહોળી અને પર્વત જેટલી