________________
[ ૧૨ |
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
भरहस्स णं वासस्स बहुमज्झदेसभाए, एत्थणं वेयड्ढे णामं पव्वए पण्णत्ते, जे णं भरहं वासं दुहा विभयमाणे-विभयमाणे चिट्ठइ, तं जहा- दाहिणड्डभरहं च उत्तरड्डभरहं च ।
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જંબૂઢીપ નામના દ્વીપમાં ભરત નામનું ક્ષેત્ર ક્યાં છે?
ઉત્તર– હે ગૌતમ! ચુલ્લહિમવંત (લઘુ હિમવંત) વર્ષધર પર્વતની દક્ષિણમાં, દક્ષિણવર્તી લવણ સમુદ્રની ઉત્તરમાં, પૂર્વવર્તી લવણસમુદ્રની પશ્ચિમમાં, પશ્ચિમવર્તી લવણસમુદ્રની પૂર્વમાં જેબૂદ્વીપ નામના દ્વીપમાં ભરત નામનું ક્ષેત્ર છે.
તે ભરતક્ષેત્રમાં પ્રાયઃ (બહુલતાએ) સૂકાવૃક્ષના ટૂંઠાં તથા બોરડી, બાવળ જેવા કાંટાળા વૃક્ષો, ઊંચી-નીચી ભૂમિ; દુર્ગમ સ્થાનો, પર્વતો, પ્રપાતો(પડી જવાય તેવા સ્થાનો), વહેતા પાણીના ધોધ, ઝરણાઓ, ખાડાઓ, ગુફાઓ, નદીઓ, દ્રહો, વૃક્ષો, ગુચ્છો, ગુલ્મો, લતાઓ, વેલાઓ, વનો, જંગલી હિંસક પશુઓ હોય છે. ત્યાં ચોરો, સ્વદેશના લોકોના ઉપદ્રવો, શત્રુકૃત ઉપદ્રવો ઘણા હોય છે. ત્યાં દુર્ભિક્ષ, દુષ્કાળ સાધુ-સંન્યાસી, ગરીબ, ભિખારી વગેરે બહુ હોય છે. ત્યાં પાકનો નાશ કરનારી જીવોત્પત્તિ, જન સંહારક રોગોત્પત્તિ ઘણી હોય છે, ત્યાં કુવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પ્રજાપીડક ઘણા રાજાઓ, રોગો, સંકલેશો (શારીરિક, માનસિક અસમાધિ ઉત્પાદક કજીયાદિ) તથા વારંવાર માનસિક અસ્થિરતા ઉત્પન્ન કરે તેવા કષ્ટદાયી દંડની બહુલતા હોય છે. આવી સ્થિતિવાળું ભરતક્ષેત્ર છે.
તે ભરતક્ષેત્ર પૂર્વ પશ્ચિમ લાંબુ અને ઉત્તર દક્ષિણ પહોળું છે. તે ભરતક્ષેત્ર ઉત્તર દિશામાં પથંક સંસ્થાને અર્થાત્ લંબચોરસ આકારે છે અને દક્ષિણ દિશામાં ધનુષ્યના કમાનની જેમ ગોળાકારે સંસ્થિત છે. તે ભરતક્ષેત્ર પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ આ ત્રણ દિશામાં લવણસમુદ્રને સ્પર્શે છે. ગંગા અને સિંધુ બે મહાનદી તથા વૈતાઢય પર્વત દ્વારા તેના છ વિભાગ(ખંડ) થાય છે. તે જંબુદ્વીપના ૧૯૦મા ભાગે છે અર્થાતુ તેનો વિખંભ(વિસ્તાર-પહોળાઈ) પર ઈંયોજન છે.
ભરતક્ષેત્રની બરાબર મધ્યમાં પૂર્વ-પશ્ચિમ લાંબો વૈતાઢય નામનો પર્વત છે. તે પર્વત ભરતક્ષેત્રને બે વિભાગમાં વિભક્ત કરતો સ્થિત છે. ભરતક્ષેત્રના બે વિભાગ આ પ્રમાણે છે– દક્ષિણાર્ધ ભરત અને ઉત્તરાર્ધ ભરત.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જંબૂઢીપગત ભરતક્ષેત્રનું વર્ણન છે. તેનું સ્વરૂપ, સ્થાન સૂત્રાર્થથી સ્પષ્ટ છે. મંગુલી વહીવMડીસચારો –ભરતક્ષેત્ર જેબૂદ્વીપના ૧૯૦મા ભાગે છે. એક લાખયોજનના જંબૂદ્વીપના ૧૯૦ ખંડ થાય છે.