________________
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
તેની દીપ્તિ નિરાવરણરૂપે પ્રકાશિત છે, અનુપમ પ્રભાયુક્ત છે, દિશા-વિદિશાઓમાં તેના કિરણો ફેલાતા હોવાથી અતિ શોભનીય છે, ઉદ્યોતયુક્ત છે, ચિત્તને પ્રસન્ન કરે તેવી છે, જોવા યોગ્ય છે, મનને ગમે તેવી મનોજ્ઞ છે, મનમાં વસી જાય તેવી છે.
તે જગતીની ચારેબાજુ વિશાળ ગવાક્ષકટક(જાળીયુક્ત ગેલેરી) છે. તે અર્ધા યોજન ઊંચો અને પાંચસો ધનુષ્ય પહોળો છે. તે સંપૂર્ણ રત્નમય સ્વચ્છ ભાવતું મનને અભિપ્સિત અને પ્રતિરૂપ છે.
તે જગતીની ઉપર ચાર યોજના સમતલ ભૂમિ ભાગની બરાબર મધ્યમાં એક મોટી પદ્મવરવેદિકા છે. તે અર્ધા યોજન ઊંચી અને પાંચસો ધનુષ્ય પહોળી છે. તેની પરિધિ જગતીની સમાન છે. તે સર્વ રત્નમય, સ્વચ્છ ભાવતું મનોજ્ઞ અને મનને અભિપ્સિત છે. તે પદ્મવરવેદિકાના નેમ ભૂમિ ભાગથી બહાર નીકળેલા પ્રદેશ વજમણિના બનેલા છે વગેરે વર્ણન જીવાભિગમ સૂત્ર પ્રમાણે સમજવું થાવત્ તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. | ५ तीसे णं जगईए उप्पिं पउमवरवेइयाए बाहिं एत्थ णं महं एगे वणसंडे पण्णत्ते । देसूणाई दो जोयणाई विक्खंभेणं, जगईसमिए परिक्खेवेणं, वणसंड वण्णओ णेयव्वो । ભાવાર્થ :- જગતી ઉપર પાવરવેદિકાની બહાર બાજુ અર્થાત્ લવણ સમુદ્ર તરફ એક વિશાળ વનખંડ (અનેક પ્રકારનાં વૃક્ષોનો સમૂહ) છે, તે વનખંડનો ચક્રવાલ વિખંભ અર્થાત્ ચૂડીના આકારની પહોળાઈ, દેશોન બે યોજનની છે. તેની પરિધિ જગતની સમાન છે. તેનું વર્ણન પપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. |६ तस्स णं वणसंडस्स अंतो बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामए
आलिंगपुक्खरेइ वा जाव णाणाविहपंचवण्णेहिं मणीहि, तणेहिं उवसोभिए, तं जहाकिण्हेहिं जाव सुक्किलेहिं; एवं वण्णो गंधो रसो फासो सो पुक्खरिणीओ पव्वयगा घरगा मंडवगा पुढविसिलापट्टया य णेयव्वा ।
तत्थणं बहवे वाणमंतरा देवा य देवीओ य आसयंति सयंति चिट्ठति णिसीयंति तुयटॅति रमंति ललंति कीलंति मोहंति पुरापोराणाणं सुचिण्णाणं सुपरक्कंताणं सुभाणं कडाणं कम्माणं कल्लाणाणं कल्लाणफलवित्तिविसेसं पच्चणुभवमाणा विहरति । ભાવાર્થ - તે વનખંડમાં અત્યંત સમતલ, રમણીય ભૂમિ ભાગ છે. તે આલિંગપુષ્કર-ચર્મ મઢેલા ઢોલના ઉપરના ભાગ જેવો સમતલ છે યાવતુ અનેક પ્રકારના પંચરંગી મણિઓથી અને વિવિધ તૃણોથી સુશોભિત છે. તે મણિઓ કૃષ્ણ યાવત શ્વેત છે. આ રીતે તે મનોજ્ઞ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને શબ્દથી યુક્ત છે. ત્યાં પુષ્કરિણી(નાની વાવડીઓ), પર્વત, કદલી આદિ ગૃહ, મંડપ તથા પૃથ્વીમય શિલાપટ્ટક છે.