________________
૫૯૦ |
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
पुढवि- काइयत्ताए आउकाइयत्ताए तेउकाइयत्ताए वाउकाइयत्ताए वणस्सइकाइयत्ताए उववण्ण- पुव्वा ?
हंता गोयमा ! असई अदुवा अणंतखुत्तो । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપ નામના દ્વીપમાં સર્વ પ્રાણી-વિકલેન્દ્રિય જીવો, સર્વભૂત-વનસ્પતિ જીવો, સર્વ જીવ-પંચેન્દ્રિય જીવો, સર્વ સત્ત્વ-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુના જીવો શું પૃથ્વીકાયરૂપે, અપૂકાયરૂપે, તેઉકાયરૂપે, વાયુકાયરૂપે, વનસ્પતિકાય રૂપે પૂર્વે ઉત્પન્ન થયા છે?
ઉત્તર- હા ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જંબૂદીપનનું સ્વરૂપ દર્શન કરાવ્યું છે.
જંબુદ્વીપ શું છે? સૂત્રકારે વિવિધ દષ્ટિકોણથી તેનો ઉત્તર આપી જંબૂદ્વીપનું સ્વરૂપ સમજાવ્યું છે. જંબદ્વીપમાં પર્વતાદિ, દ્વીપાદિગત પૃથ્વી છે. તે અપેક્ષાએ જંબુદ્વીપને પૃથ્વીમય કહેવામાં આવે છે. જંબૂદ્વીપમાં નદી-તળાવાદિ છે તે અપેક્ષાએ જંબૂદ્વીપને પાણીમય કહેવામાં આવે છે. જંબૂદ્વીપમાં વિપુલ પ્રમાણમાં વનસ્પતિ જીવો છે. તે ઉપરાંત મનુષ્ય, તિર્યંચાદિ જીવો પણ જંબૂદ્વીપમાં વસે છે તેથી તે જીવમય કહેવાય છે. તે જ રીતે જંબૂદ્વીપમાં અનંતાનંત જીવોના પુદ્ગલમય શરીર અને અનંતાનંત પુદ્ગલ સ્કંધો પણ ભરેલા છે. તેથી પુલ પરિણામરૂપ પણ છે. પૃથ્વી, પાણી, તર્ગત જીવો અને પુદ્ગલ સ્કંધો મળીને, જંબૂદ્વીપ બને છે. તેથી જેબૂદ્વીપ તે સર્વમય કહેવાય છે. જેમ પ્રત્યેક અંગો મળીને શરીર બને છે તેથી હાથ પણ શરીર કહેવાય અને પગ પણ શરીર કહેવાય તેમ પૃથ્વી આદિ સર્વ જંબુદ્વીપ કહેવાય.
ભવભ્રમણ કરતા છ કાયના જીવો જેબૂદ્વીપમાં પૂર્વે પૃથ્વી-પાણી વગેરે રૂપે અનેક વાર અથવા અનંતવાર જન્મી ચૂક્યા છે. જંબૂદ્વીપ : નામહેતુ :२१७ से केणटेणं भंते ! एवं वुच्चइ जंबुद्दीवे दीवे ?
गोयमा ! जंबुद्दीवे णं दीवे तत्थ-तत्थ देसे तहिं-तहिं बहवे जंबूरुक्खा, जंबू-वणा, जंबू वणसंडा, णिच्चं कुसुमिया जाव पिंडिमंजरि-वडेंसगधरा सिरीए अईव- अईव उवसोभेमाणा चिटुंति । ___ जंबूए सुदंसणाए अणाढिए णामं देवे महिड्डिए जाव पलिओवमट्ठिइए परिवसइ। से तेणटेणं गोयमा ! एवं वुच्चइ जंबुद्दीवे दीवे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપને "જેબૂદ્વીપ" શા માટે કહેવામાં આવે છે?