________________
સાતમો વક્ષસ્કાર
૫૮૯ |
गोयमा ! ण कयावि णासि, ण कयावि णत्थि, ण कयावि ण भविस्सइ; भुवि च, भवइ य भविस्सइ य; धुवे, णियए, सासए, अव्वए, अवट्ठिए, णिच्चे जंबुदीवे दीवे पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપ કાલની દષ્ટિએ ક્યાં સુધી રહેશે? અર્થાત્ જંબૂદીપની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ ! તે ક્યારેય-ભૂતકાળમાં ન હતો, તેવું નથી, ક્યારેય નથી તેવું નથી, ક્યારેયભવિષ્યકાળમાં નહીં હોય, તેમ નથી; તે ભૂતકાળમાં હતો, વર્તમાનકાળમાં છે અને ભવિષ્યકાળમાં રહેશે જંબુદ્વીપ ધ્રુવ (સ્થિર), નિયત (અવસ્થાયી), શાશ્વત, અવ્યય(અવિનાશી), અવસ્થિત એક સરખો વિદ્યમાન તથા સદાકાળ રહેવાવાળો નિત્ય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અનેકાન્તદષ્ટિ એ(ભિન્ન-ભિન્ન અપેક્ષાએ) જંબૂદ્વીપની શાશ્વતતાનું કથન છે. શાશ્વત અને અશાશ્વત બંને વિરોધી દેખાતા ગુણધર્મો ભિન્ન-ભિન્ન અપેક્ષાએ પ્રત્યેક વ્યમાં રહી શકે છે. પ્રત્યેક દ્રવ્ય, દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત હોય છે અને પર્યાય-અવસ્થાની અપેક્ષાએ અશાશ્વત-નાશવંત હોય છે. જેમ સોનાની વીંટી, બંગડી વગેરે અવસ્થા બદલાય છે પણ સુવર્ણ તે જ રહે છે. તેમ જંબૂદ્વીપ દ્રવ્યની અપેક્ષા શાશ્વત છે અને તેની પર્યાય-અવસ્થાઓ બદલાતી રહે છે તેથી તે અશાશ્વત છે. તેના પગલોની સ્થિતિ પૂર્ણ થતાં તે અન્યવર્ણાદિ રૂપે પરિણમે પણ દ્રવ્યરૂપે શાશ્વત છે. સદાકાળ ટકી રહે છે. જંબૂદ્વીપનું સ્વરૂપ :२१५ जंबुद्दीवे णं भंते ! दीवे किं पुढविपरिणामे, आउपरिणामे, जीवपरिणामे, पोग्गलपरिणामे ? ___ गोयमा ! पुढविपरिणामे वि, आउपरिणामे वि, जीवपरिणामे वि, पोग्गल- परिणामे वि। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપ શું પૃથ્વી પરિણામરૂપ(પૃથ્વીય) છે? શું પાણી મય છે? શું જીવરૂપ છે? પુદ્ગલમય છે?
ઉત્તર- હે ગૌતમ! જંબૂઢીપ પૃથ્વીમય પણ છે, પાણીમય પણ છે, જીવમય પણ છે અને પુદ્ગલમય પણ છે. २१६ जंबुद्दीवे णं भंते! दीवे सव्वपाणा, सव्वभूया, सव्वजीवा, सव्वसत्ता,