________________
૫૭૬ |
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
કટિપ્રદેશ ઉપર ધારણ કરે છે, તેથી કટીપ્રદેશ સુશોભિત લાગે છે. તેઓની ખરી, જીભ અને તાળવું તપ્ત સુવર્ણ જેવા લાલ હોય છે. તેઓની લગામ તપનીય સુવર્ણની હોય છે. તેઓની ગતિ સ્વેચ્છાનુસારી, સુખજનક, મન જેવી વેગવંતી, મનોરમ, મનોહર અને અતિતીવ્ર હોય છે. તેઓનું બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ અપરિમિત હોય છે. તેઓના હણહણાટના મધુર અવાજથી આકાશ ગાજી ઉઠે છે તથા દિશાઓ સુશોભિત થાય છે. ૪,૦૦૦ અશ્વરૂપધારી દેવો ચંદ્રને ઉત્તર બાજુથી વહન કરે છે. १९३
सोलसदेवसहस्सा, हवंति चंदेसु चेव सूरेसु । अट्ठेव सहस्साइं, एक्के क्कम्मि गहविमाणे ॥१॥ चत्तारि सहस्साइं, णक्खत्तम्मि य हवंति इक्किक्के ।
दो चेव सहस्साई, तारारूवेक्कमेक्कम्मि ॥२॥ एवं सूरविमाणाणं जाव तारारूवविमाणाणं । णवरं एस देवसंघाए । ભાવાર્થ – અને સુર્ય વિમાનના ૧૬,000 વાહક દેવો છે. એક-એક ગ્રહ વિમાનના ૮,૦૦૦ વાહક દેવો છે. એક-એક નક્ષત્ર વિમાનના ૪,000 વાહક દેવો છે. એક-એક તારા વિમાનના ૨,000 વાહક દેવો છે.
આ જ પ્રમાણે (ચંદ્ર વિમાનની જેમ) સૂર્ય વિમાનથી તારા વિમાન સુધીના વાહક દેવોનું કથન જાણવું. તફાવત વાહક દેવ સંઘાત-દેવ સમુદાય-દેવ સંખ્યામાં છે. તે ગાથા દ્વારા સૂચિત કરી છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જ્યોતિષ્ક વિમાનના વાહક દેવ દ્વાર નામના નવમા દ્વારનું વર્ણન છે.
ચંદ્ર આદિ જ્યોતિષી દેવી શક્તિસંપન્ન હોય છે. તેઓ અન્યના આલંબન વિના જ પોતાના વિમાનોનું વહન કરી શકે છે. તેઓને વિમાન વાહક દેવોની જરૂર નથી પરંતુ તેઓના આભિયોગિક સેવક દેવો તથા પ્રકારના નામ કર્મના ઉદયે આભિયોગિક-દાસપણું પ્રાપ્ત કરે છે. તેથી તે આભિયોગિક દેવો ઉત્તમ, તુલ્ય કે હીન જાતિવાળા દેવ વિમાનોનું વહન કરે છે.
તે દેવો પોતાનો મહિમા લોક સમક્ષ પ્રગટ કરવા તે વિમાનોની નીચે રહે છે. મહદ્ધિક દેવોના સેવક-નોકર થવામાં તે દેવો ગૌરવ અનુભવે છે. તેઓ સિંહ, વૃષભ, ગજ અને અશ્વના રૂપ ધારણ કરી, વિમાનની ચારે દિશામાં રહીને વિમાનું વહન કરે છે. જ્યોતિષ્ક દેવ વિમાન વાહક દેવો :
વાહક દેવ, પૂર્વ દિશાવર્તી | દક્ષિણ દિશાવર્તી | પશ્ચિમ દિશાવર્તી ઉત્તર દિશાવર્તી વિમાન | સંખ્યા | સિંહરૂપ ધારી ગજરૂપ ધારી દેવ વૃષભરૂપ ધારી | અશ્વ રૂપ ધારી દેવ
દેવ ૧ | ચંદ્ર વિમાન | ૧૬,000 | ૪,000 | ૪,000 ૪,000 ૪,000
દેવ