________________
૫૦
राइदियं णेइ ।
तया णं वट्टाए समचउरंससंठाणसंठियाए णग्गोहपरिमंडलाए सकायमणुरंगियाए छायाए सूरिए अणुपरियट्टा । तस्स णं मासस्स जे से चरिमे दिवसे तंसि च णं दिवसंसि लेहट्ठाइं दो पयाइं पोरिसी भवइ एसि णं पुव्ववण्णियाणं पयाणं इमा संगहणी तं जहा -
जोगो देवयतारग्ग, गोत्तसंठाण चंदरविजोगो । कुलपुण्णिमअवमंसा, णेया छाया य बोद्धव्वा ॥१॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ગ્રીષ્મકાળના ચોથા અષાઢ માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! અષાઢ માસને (૧) મૂલ (૨) પૂર્વાષાઢા (૩) ઉત્તરાષાઢા આ ૩ નક્ષત્ર પરિવહન કરે છે. અષાઢ માસમાં ૧૪ અહોરાત્ર પર્યંત મૂળ નક્ષત્ર, ૧૫ અહોરાત્ર પર્યંત પૂર્વાષાઢા નક્ષત્ર, ૧ અહોરાત્ર પર્યંત ઉત્તરાષાઢા નક્ષત્ર રહે છે. (૧૪ + ૧૫ + ૧ = ૩૦ અહોરાત્ર).
તે અષાઢ માસમાં સૂર્ય વર્તુળ, સમચતુરસ કે ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાનવાળી અને વૃદ્ધિ-હાનિ રહિત પોતાની કાયા સમ એટલે પ્રકાશ્ય વસ્તુને અનુરૂપ છાયાને કરતો પરિભ્રમણ કરે છે. તેથી તે માસના અંતિમ દિવસે ઊભા પુરુષના ઢીંચણ સુધીના પગની છાયા પૂરેપૂરા બે પગ પ્રમાણ પોરસી હોય છે.
આ પૂર્વવર્ણિત વિષયોની સંગ્રહ ગાથાનો અર્થ આ પ્રમાણે છે– યોગ, દેવતા, તારા, ગોત્ર, સંસ્થાન, ચંદ્ર—સૂર્યયોગ, કુલ, પૂર્ણિમા, અમાવાસ્યા, નેતા અને છાયાનું વર્ણન પૂર્ણ થયું છે તેમ જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં “માસના પરિવહન કર્તા નક્ષત્ર દ્વાર’” નામના દસમાં દ્વારનું વર્ણન છે.
પ્રસ્તુત સૂત્રોમાં ૧ વર્ષની ૩ ઋતુ, પ્રત્યેક ઋતુના ૪-૪ મહિના, એમ કુલ ૧૨ મહિનાના પ્રત્યેક
માસના નક્ષત્રોની સંખ્યા અને તે નક્ષત્રોની તે માસમાં રહેવાની કાળમર્યાદા પ્રગટ કરી છે.
મહિનાના નક્ષત્રો, સ્થિતિકાળ અને પોરસી છાયા પ્રમાણ :
મહિનામાં નક્ષત્ર
સંખ્યા
મહિનાનું
નામ
(૧) શ્રાવણ
ઉત્તરષાઢા
અભિજિત
શ્રી જંબૂદ્દીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
શ્રવણ
ધનિષ્ઠા
મહિનામાં નક્ષત્રોની
સ્થિતિ અહોરાત્ર
૧૪ અહોરાત્ર
૭ અહોરાત્ર
૮ અહોરાત્ર
૧ અહોરાત્ર
પોરસી છાયા પ્રમાણ
૨ પાદ અને ૪ અંગુલ