________________
[ ૫૧૮ ]
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
(૨) ચંદ્રસંવત્સર, (૩) ઋતુસંવત્સર, (૪) આદિત્યસંવત્સર તથા (૫) અભિવદ્ધિત સંવત્સર. આ રીતે પ્રમાણ સંવત્સર થાય છે. १२० लक्खणसंवच्छरे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! पंचविहे पण्णत्ते, તે ગણ
समयं णक्खत्ता जोगं जोयंति, समयं उठ परिणमंति । णच्चुण्हं णाइसीओ, बहूदओ होइ णक्खत्ते ॥१॥ ससि समग पुण्णमासिं, जोएंति विसमचारि णक्खत्ता । कडुओ बहूदओ वा, तमाहु संवच्छरं चंदं ॥२॥ विसमं पवालिणो परिणमंति, अणुऊसु देति पुप्फफलं । वासं ण सम्मं वासइ, तमाहु संवच्छरं कम्मं ॥३॥ पुढविदगाणं च रसं, पुप्फफलाणं च देइ आइच्चो । अप्पेण वि वासेणं, सम्मं णिप्फज्जए सस्सं ॥४॥ आइच्च-तेय-तविया, खणलवदिवसा उऊ परिणमंति ।
पूरेइ य णिण्णथले, तमाहु अभिवड्डियं जाण ॥५॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લક્ષણસંવત્સરના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ!લક્ષણસંવત્સરના પાંચ પ્રકાર છે
ગાથાર્થ– (૧) નક્ષત્ર લક્ષણ સંવત્સર– કૃતિકાદિ નક્ષત્રોનો યથા સમયે ચંદ્ર-સૂર્ય સાથે યોગ થતો હોય; જે માસનું જે મુખ્ય નક્ષત્ર હોય તે સ્વભાવથી પૂર્ણિમાના દિવસે યોગ ધરાવતું હોય; ઋતઓ સમરૂપે પરિણમિત થતી હોય, વિપરીત થતી ન હોય; અતિ ગરમી અતિ ઠંડી ન હોય તેમજ અતિ વરસાદ વરસતો હોય, આ લક્ષણોથી યુક્ત સંવત્સરને નક્ષત્ર સંવત્સર કહે છે.
(૨ ) ચંદ્ર લક્ષણ સંવત્સર- જે માસથી વિષમ નામવાળા નક્ષત્ર પૂર્ણિમાના દિવસે ચંદ્ર સાથે યોગ કરતા હોય; ગરમી, ઠંડી, રોગાદિની બહુલતાના કારણે ઋતુ કષ્ટકર હોય; અતિવૃષ્ટિ હોય; આ લક્ષણોથી યુક્ત સંવત્સરને ચંદ્ર સંવત્સર કહે છે.
(૩) કર્મ-હતુ લક્ષણ સંવત્સર– વિષમકાળ-અકાળે વનસ્પતિ અંકુરિત થાય; કમોસમે વૃક્ષ પર પુષ્પ અને ફળ આવે; યથોચિત વર્ષા ન થાય; આ લક્ષણોથી યુક્ત સંવત્સરને કર્મ-ઋતુ સંવત્સર કહે છે.
(૪) આદિત્ય લક્ષણ સંવત્સર-પૃથ્વી, જળ, પુષ્પ, ફળ વગેરેમાં સૂર્ય યથાર્થ રસ પ્રદાન કરે;