________________
[ ૫૧૪]
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ઉત્તર- હા ગૌતમ ! એમ જ થાય છે. આ રીતે અહીં ભગવતી સૂત્ર શ.-૫ ઉ.-૧નું સર્વ કથન કરવું યાવત મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્સર્પિણી અવસર્પિણી કાલ નથી પરંતુ તે આયુષ્યમાન ! ત્યાં અવસ્થિત કાલ છે. ભગવતી સૂત્રના તે કથન સાથે જંબૂઢીપ સંબંધી સૂર્યનું સંક્ષિપ્ત નિરૂપણ અહીં સમાપ્ત થાય છે. ११४ जंबुद्दीवे णं भंते ! दीवे चंदिमा उदीणपाईणमुग्गच्छ पाईणदाहिणमागच्छंति एवं जहा सूर वत्तव्वया तहा चंदस्स वि भाणियव्वा जहा पंचमसयस्स दसमे उद्देसे जाव अवट्ठिए णं तत्थ काले पण्णत्ते समणाउओ !
इच्चेसा जंबुद्दीवपण्णत्ती चंदपण्णत्ती वत्थुसमासेण समत्ता भवइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જેબૂદ્વીપ નામના દ્વીપમાં શું ચંદ્ર ઉત્તરપૂર્વ(ઈશાનકોણ)માં ઉદય પામીને પૂર્વદક્ષિણ (અગ્નિકોણ)માં અસ્ત પામે છે? વગેરે પ્રશ્નો અને તેના ઉત્તરો સૂર્યની જેમ ચંદ્ર સંબંધી પણ કરવા જોઈએ. આ રીતે અહીં ભગવતી સૂત્ર શ.-૫ ઉ.-૧૦ પ્રમાણે કથન કરવું યાવત મહાવિદેહ ક્ષેત્રમાં અવસર્પિણી ઉત્પસર્પિણી કાલ નથી પરંતુ તે આયુષ્યમાન્ ! ત્યાં અવસ્થિત કાલ છે. ભગવતી સૂત્રના આ કથન સાથે જંબુદ્વીપ સંબંધી ચંદ્રનું સંક્ષિપ્ત નિરૂપણ અહીં સમાપ્ત થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જંબૂદ્વીપના વિવિધ ક્ષેત્રના સૂર્યોદય-સૂર્યાસ્તનું વર્ણન છે. સૂર્યના ઉદય-અસ્તનો વ્યવહાર – સૂર્યના ઉદય અસ્તનો વ્યવહાર દર્શકોની દષ્ટિની અપેક્ષાએ કરવામાં આવે છે. સૂર્ય હંમેશાં ભૂમંડલ પર વિદ્યમાન જ હોય છે. સૂર્ય સતત ગતિશીલ છે. સૂર્યની ગતિના કારણે જે ક્ષેત્રના મનુષ્યની દષ્ટિનો વિષય બને છે તે ક્ષેત્રના મનુષ્યો સૂર્યોદય થયો', તેવો વ્યવહાર કરે છે અને
જ્યારે સૂર્ય દષ્ટિથી દૂર થઈ જાય, દેખાતો બંધ થઈ જાય ત્યારે તે ક્ષેત્રના મનુષ્યો સૂર્યાસ્ત થયો તેવો વ્યવહાર કરે છે. આ રીતે મનુષ્યોની દષ્ટિની અપેક્ષાએ સૂર્યના ઉદય અસ્તનો વ્યવહાર થાય છે. સૂર્યના ઉદયથી રાત્રિનો અંત અને દિવસનો પ્રારંભ અને સૂર્યના અસ્તથી રાત્રિનો પ્રારંભ અને દિવસનો અંત થાય છે.
પ્રસ્તુત સૂત્રોમાં ચાર કોણ-ચાર વિદિશાથી સૂર્યોદય-સૂર્યાસ્તનું કથન છે. દિશાના બે પ્રકાર છે. ક્ષેત્ર દિશા અને તાપ દિશા. ક્ષેત્ર દિશા - લોક કે જંબુદ્વીપમાં જે સ્થાયી દિશાનું વિભાજન છે તે ક્ષેત્ર દિશા કહેવાય છે. દિશાઓનો પ્રારંભ મેરુપર્વતથી થાય છે. તે પ્રારંભમાં બે પ્રદેશી હોય છે અને ત્યાર પછી નિરંતર બે-બે પ્રદેશની વૃદ્ધિ સાથે વિસ્તૃત થતી જાય છે. ચારે વિદિશાઓ સર્વત્ર એક પ્રદેશી હોય છે. તાપ દિશા - સૂર્યોદય અને સૂર્યાસ્તના આધારે નિશ્ચિત થતી દિશાને તાપ દિશા કહે છે. જેમ કે જે ક્ષેત્રમાં જે દિશાથી સૂર્યોદય થાય તે ક્ષેત્રમાં તે પૂર્વ દિશા અને તદનુરૂપ પશ્ચિમ આદિ દિશા હોય છે. અહીં ક્ષેત્ર દિશાની અપેક્ષાએ વર્ણન છે.