________________
સાતમો વક્ષસ્કાર
૪૯૯
યોજન છે. ત્રિગુણ કરણ પદ્ધતિએ તેની પરિધિ કાઢતા ૩,૧૫,૦૮૯ યોજનની પરિધિ આવે છે અને સર્વ બાહ્ય મંડળની પરિધિ ૩,૧૮,૩૧૫ યોજનની આવે છે.
પ્રત્યેક ચંદ્ર મંડળની પરિધિ હાનિ વૃદ્ધિ ધ્રુવાંક – પ્રત્યેક મંડળે, મંડળની લંબાઈ પહોળાઈ ૭૨ ૫૧, ૐ યોજન પ્રમાણ વધે છે. આ વર્ધિત ક્ષેત્રની પરિઘિ કાઢતા સાધિક ૨૩૦ યોજન આવે છે. પ્રત્યેક મંડળે પરિધિમાં ૨૩૦ યોજનની વૃદ્ધિ હાનિ થાય છે.
અહીં પ્રત્યેક મંડળે ૨૩૦ યોજન ઉમેરતા અંતિમ મંડળ પરિધિ ૩૧૮૩૦૯ આવે છે. (જુઓ–૧૫ ચંદ્રમંડળ કોષ્ટક) પરંતુ સૂત્રકારે અંતિમ મંડળની પરિધિ ૩,૧૮,૩૧૫ યોજનની કહી છે. તેમાં ૬ યોજન ખૂટવાનું કારણ એ છે કે સૂત્રકારે સાધિક ૨૩૦ યોજનની વૃદ્ધિનું કથન કર્યું છે. તે સાધિક અર્થાત્ દેશોન ગા યોજન તેમાં ઉમેરાયા નથી. માટે પર્યન્તે, મધ્યે દેશોન ા યોજન ઉમેરવાથી યથાર્થ પરિધિ આવે છે. પ્રત્યેક મંડળની પરિધિ માટે જુઓ પરિશિષ્ટ “૧૫ ચંદ્રમંડળ’”નું કોષ્ટક.
ચંદ્રમુહૂર્ત ગતિ :
८९ जया णं भंते ! चंदे सव्वब्भंतरमंडलं उवसंकमिता चारं चरइ तया णं ए गमेगेणं मुहुत्तेणं केवइयं खेत्तं गच्छइ ?
गोयमा ! पंच जोयणसहस्साइं तेवत्तरिं च जोयणाई सत्तत्तरिं च चोयाले भागसए गच्छइ, मंडलं तेरसहिं सहस्सेहिं सत्तहि य पणवीसेहिं सएहिं छेत्ता । तया णं इहगयस्स मणूसस्स सीयालीसाए जोयणसहस्सेहिं दोहि य तेवट्ठेहिं जोयणसएहिं एगवीसाए य सट्ठिभाएहिं जोयणस्स चंदे चक्खुप्फासं
हव्वमागच्छइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ચંદ્ર જ્યારે સર્વાયંતરમંડલ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે તે પ્રત્યેક મુહૂર્તે કેટલા ક્ષેત્રને પાર કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! સર્વાયંતર મંડળ ઉપર પરિભ્રણ કરતો ચંદ્ર પ્રત્યેક મુહૂર્તમાં પાંચ હજાર તોતેર યોજન સાધિક(૫,૦૭૩ ૭૭૪૪ યોજન) ક્ષેત્ર પાર કરે છે.
ચંદ્ર પ્રથમ મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે તે (ચંદ્ર) અહીંના ભરતાર્ધક્ષેત્રના મનુષ્યો સૂડતાલીસ હજાર, બસો ત્રેસઠ યોજન અને એકવીસ એકસઠીયા ભાગ (૪૭,૨૬૩ ૨ યો.) દૂરથી ચંદ્રને જુએ છે. ९० जया णं भंते ? चंदे अब्भंतराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं एगमेगेणं मुहुत्तेणं केवइयं खेत्तं गच्छइ ?
गोयमा ! पंच जोयणसहस्साइं सत्तत्तरिं च जोयणाई छत्तीसं च चोवत्तरे