________________
સાતમો વક્ષસ્કાર
[ ૪૯૧]
યોજનાંશ(એકસઠીયા ભાગ)ના યોજન કરવા ૧થી ભાગતા ૨૧૫ + ૧ = ૩૫ ૩૬ યોજનાનું એક મંડળથી બીજા મંડળ વચ્ચેનું અંતર પ્રાપ્ત થાય છે. ચંદ્ર વિમાનની લંબાઈ પહોળાઈ :|७२ चंदमंडले णं भंते ! केवइयं आयामविक्खंभेणं केवइयं परिक्खेवेणं केवइयं बाहल्लेणं पण्णत्ते ?
गोयमा ! छप्पण्णं एगसट्ठिभाए जोयणस्स आयामविक्खंभेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं, अट्ठावीसं च एगसट्ठिभाए जोयणस्स बाहल्लेणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચંદ્રમંડલની અર્થાત્ ચંદ્ર વિમાનની લંબાઈ પહોળાઈ, પરિધિ અને ઊંચાઈ કેટલી હોય છે?
ઉત્તર- હે ગૌતમ! ચંદ્રમંડલની લંબાઈ, પહોળાઈ એક યોજનાના એકસઠીયા છપ્પન ભાગ (૫૬ યોજન) છે, પરિધિ તેનાથી સાધિક ત્રણગુણી અર્થાત્ બે યોજન અને એક યોજનાના એકસઠીયા પંચાવન ભાગ (૨ ૫ યોજન)ની છે અને વિમાનની જાડાઈ એટલે ઊંચાઈ અઠ્ઠાવીસ એકસઠાંસ(૪૪) યોજનની છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચંદ્ર બિંબાયામ વિખંભ દ્વાર’ નામના પાંચમાં કારનું વર્ણન છે. બિંબ એટલે વિમાન. ચંદ્રબિંબ ચંદ્રવિમાન. સૂત્રકારે વેવમંડલે શબ્દનો પ્રયોગ કર્યો છે. ચંદ્રવિમાન પદ યોજનાંશ લાંબુ પહોળું છે. આ ચંદ્ર વિમાન મેરુને પ્રદક્ષિણા ફરે છે તેથી પ્રત્યેક ચંદ્રમંડળ માર્ગ ૫૬ યોજનાંશ લાંબોપહોળો છે. ચંદ્ર વિમાન લંબાઈ–પહોળાઈ – ચંદ્ર વિમાન | યોજનાંશ લાંબુ-પહોળું છે. એક યોજનના ૬૧ ભાગમાંથી પદ ભાગ–અંશ પ્રમાણ છે. ચંદ્ર વિમાન પરિધિ – વર્તુળાકાર વસ્તુની પરિધિ સાધિક ત્રણ ગુણી હોય છે. તેથી તેની પરિધિ ૨ | યોજન પ્રમાણ છે. ચંદ્ર વિમાન જાડાઈ અથવા ઊંચાઈ :- જ્યોતિષ્ક દેવોના વિમાનોની ઊંચાઈ તેની લંબાઈ-પહોળાઈ કરતાં અર્ધી હોય છે. તદનુસાર ચંદ્ર વિમાન ફેક યોજન ઊંચું છે. ચંદ્ર મંડળો અને મેરુપર્વત વચ્ચે અંતર :|७३ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स केवइयाए अबाहाए सव्वब्भंतरे चंदमंडले पण्णत्ते ?