________________
[ ૪૬૮]
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
અહોરાત્ર ઉત્તરાયણના કહેવાય છે. અર્થાત્ સૂર્યના સર્વ બાહ્ય મંડળથી સર્વાત્યંતર મંડળ તરફના ગમનને ઉત્તરાયણ કહે છે. દિવસ-રાત્રિના પ્રમાણની વૃદ્ધિ હાનિ :|३२ जया णं भंते ! सूरिए सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं के महालए दिवसे, के महालिया राई भवइ ?
गोयमा ! तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालसमुहुत्ता राई भवइ ।
से णिक्खममाणे सूरिए णवं संवच्छरं अयमाणे पढमंसि अहोरतंसि अब्भंतराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂર્ય જ્યારે સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે કેટલો મોટો(લાંબો) દિવસ અને કેટલી મોટી રાત્રિ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! સૂર્ય સર્વાત્યંતર મંડળ ઉપર ગતિ કરતો હોય ત્યારે આખા વરસનો સૌથી મોટો, લાંબામાં લાંબો ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે અને ટૂંકામાં ટૂંકી ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે.
પ્રથમ મંડળમાંથી નીકળતો, નવા વરસનો પ્રારંભ કરતો સૂર્ય, પ્રથમ અહોરાત્રિમાં સર્વાત્યંતર પછીના બીજા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
३३ जया णं भंते ! सूरिए अब्भंतराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं के महालए दिवसे, के महालिया राई भवइ ?
गोयमा ! तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ दोहिं एगसट्ठिभागमुहुत्तेहि ऊणे, दुवालसमुहुत्ता राई भवइ दोहि य एगसट्ठिभागमुहुत्तेहिं अहिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સુર્ય જ્યારે આત્યંતરાનેતર બીજા મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે કેટલો મોટો દિવસ અને કેટલી મોટી રાત્રિ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! સૂર્ય આત્યંતરાનંતર બીજા મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે બે એકસઠાશ (ર) મુહૂર્તાશ ન્યૂન ૧૮ મુહૂર્તનો અર્થાત્ સત્તર પૂર્ણાક ઓગણસાઠ એકસઠાંશ(૧૭) મુહૂર્તનો દિવસ અને બાર પૂર્ણાક બે એકસઠાંશ(૧૨) મુહૂર્તની રાત્રિ હોય છે. ३४ से णिक्खममाणे सूरिए दोच्चंसि अहोरत्तंसि अब्भंतरतच्चं मंडलं