________________
પરિવર્તનશીલ છે. ૨૦ ક્રોડાકોડી સાગરોપમનું એક કાળચક્ર છે. તેના ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ નામના બે વિભાગ છે. પુનઃ તે બંને કાળ વિભાગના છ વિભાગ કરવામાં આવ્યા છે, જે આરાના નામે પ્રસિદ્ધ છે. તે આરાનું સંપૂર્ણ વર્ણન આ વક્ષસ્કારમાં છે. તે ઉપરાંત ત્રીજા આરાના અંત ભાગમાં ઋષભદેવ સ્વામી થઈ ગયા, તેમના જીવનનું, તેમને શીખવેલી કળાઓ, દીક્ષા, કેવળજ્ઞાન તથા નિર્વાણ સમયનું વિસ્તૃત વર્ણન છે.
ત્રીજા વક્ષસ્કારમાં ભરત ક્ષેત્રના પ્રથમ ચક્રવર્તીના નામે ભરત ક્ષેત્રના, ઐરવત ક્ષેત્રના અને મહાવિદેહ ક્ષેત્રની સર્વ વિજયના, સર્વ કાલના ચક્રવર્તીઓની છ ખંડ વિજય યાત્રા, ૧૪ રત્ન, નવનિધિ આદિ સંપદાનું વર્ણન છે.
ચોથા વક્ષસ્કારમાં ૬ વર્ષધર પર્વતો, સાત મહાક્ષત્રો, પર્વત ઉપરના દ્રહોસરોવરો, તેમાંથી પ્રવાહિત થતી નદીઓ, પર્વત ઉપરના કૂટો અને વનાદિના કૂટો, વનો વગેરેનું વર્ણન છે. મધ્યલોકમાં જંબૂદ્વીપના કેન્દ્ર સ્થાને સ્થિત સાધિક એક લાખ યોજન ઊંચા એવા સુમેરુ પર્વતનું વર્ણન છે.
પાંચમા વક્ષસ્કારમાં મેરુ પર્વત ઉપરના પંડકવનમાં ઈન્દ્રો જન્મજાત તીર્થંકર પ્રભુનો જંબૂદ્વીપના તીર્થો, નદીઓ, દ્રહો તથા સમુદ્રોના પાણીથી અભિષેક કરે છે, તે અભિષેક વિધિનું સંપૂર્ણ વર્ણન છે.
છઠ્ઠા વક્ષસ્કારમાં જંબૂદ્વીપના પર્વતો, કૂટો, નદીઓ આદિનું માત્ર સંખ્યા દષ્ટિથી કથન છે. છઠ્ઠો વક્ષસ્કાર ચોથા વક્ષસ્કારના ઉપસંહાર રૂપ છે.
સાતમા વક્ષસ્કારમાં જેબૂદ્વીપમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા રૂપ જ્યોતિષમંડલ મેને પ્રદક્ષિણા-પરિભ્રમણ કરે છે. તેમની ગતિ, રાત્રિ-દિવસની ઉત્પત્તિ, નક્ષત્રના યોગ આદિ ખગોળનું વર્ણન છે.
આ રીતે છ વક્ષસ્કારમાં જૈન ભૂગોળ અને સાતમાં વક્ષસ્કારમાં જૈન ખગોળનું વર્ણન છે. જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની ઉદ્ગમ નગરી – ભગવાન મહાવીર સ્વામીએ મિથિલા નગરીના માણિભદ્ર નામના ચૈત્યમાં જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની દેશના આપી હતી. સૂત્રકારે આ આગમના પ્રથમ સૂત્ર અને અંતિમ સૂત્ર, આ બંને સૂત્રમાં તેનો ઉલ્લેખ
46