________________
| છઠ્ઠો વક્ષસ્કાર
૪૩૯.
વિવેચન :
વિષય:- ચક્રવર્તી છ ખંડ પર વિજય મેળવે છે. તેવા છ ખંડ રૂપ ક્ષેત્ર વિભાગને વિજય કહે છે. ભારતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્રની ૩૨ વિજય તેમ કુલ ૩૪ વિજય છે. તેની ૧-૧ રાજધાની એમ કુલ ૩૪ રાજધાની હોય છે.
વૈતાઢય પર્વતમાં તિમિસ અને ખંડપ્રપાત ગુફાઓ છે. આ ૩૪ ક્ષેત્ર વિભાગમાં ૩૪ ઋષભકૂટ પર્વતો છે.
જંબૂદ્વીપની દ્રહ સંખ્યા :|१५ जंबुद्दीवे णं भंते ! दीवे केवइया महदहा पण्णत्ता ? गोयमा ! सोलस महद्दहा पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપમાં કેટલા મહાદ્રહ છે? ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપમાં સોળ મહાદ્રહ છે. વિવેચન :
જંબુદ્વીપમાં છ વર્ષધર પર્વત ઉપર એક-એક મહાદ્રહ છે તથા ઉત્તરકુરુમાં સીતા નદી પર પાંચ અને દેવકુરુમાં સીતોદા નદી પર પાંચ મહાદ્રહો છે. આ રીતે કુલ ૬+ પ + ૫ = ૧૬ મહાદ્રહો થાય છે. જંબૂદ્વીપની મહાનદી સંખ્યા :
१६ जंबुद्दीवेणं भंते ! दीवे केवइयाओ महाणईओ वासहरपवहाओ, केवइयाओ महाणईओ कुंडप्पवहाओ पण्णत्ताओ?
__ गोयमा ! जंबुद्दीवे दीवे चोइस महाणईओ वासहरपवहाओ, छावत्तरि महाणईओ कुंडप्पवहाओ । एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे णउई महाणईओ भवंतीति- मक्खाय । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપમાં વર્ષધરપર્વતોમાંથી(પર્વતના દ્રહોમાંથી) કેટલી મહાનદીઓ નીકળે છે અને કંડોમાંથી કેટલી મહાનદીઓ નીકળે છે?
ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપમાં વર્ષધર પર્વતોમાંથી ચૌદ મહાનદીઓ નીકળે છે તથા છોત્તેર મહાનદીઓ કંડોમાંથી નીકળે છે.
જંબૂદ્વીપમાં બધી મળીને કુલ ૧૪+૭૬ = ૯૦(નવું) મહાનદીઓ છે.