________________
૪૩૮ ]
શ્રી જેબલીપ પ્રાપ્તિ સત્ર
ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં કેટલી વિદ્યાધર શ્રેણીઓ અને કેટલી આભિયોગિકશ્રેણીઓ
ઉત્તર- હે ગૌતમ! જંબૂઢીપમાં અડસઠ વિદ્યાધરશ્રેણીઓ તથા અડસઠ અભિયોગિક શ્રેણીઓ છે. આ પ્રમાણે જંબૂદ્વીપમાં સર્વ મળીને ૧૩૬ (એકસો છત્રીસ) શ્રેણીઓ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિદ્યાધર મનુષ્યો અને આભિયોગિક દેવો(નોકર દેવો)ના ક્રમબદ્ધ, શ્રેણીબદ્ધ નગરોનું કથન છે. વિદ્યાધર શ્રેણી – દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર ૧૦ યોજનની ઊંચાઈએ વિદ્યાધરી મનુષ્યોના નગરો શ્રેણીરૂપે (એક લાઈનમાં) પથરાયેલા છે તે વિદ્યાધર શ્રેણી કહેવાય છે.
ભરત-ઐરવત તથા મહાવિદેહની ૩ર વિજયના ૩૪ દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર ઉત્તરે એક અને દક્ષિણમાં એક તેમ, બે—બે વિદ્યાધરની શ્રેણીઓ છે. ૩૪ x ૨ = ૮.
૩૪ વૈતાઢય પર્વત ઉપર ૨૦ યોજનની ઊંચાઈએ ઉત્તરમાં એક અને દક્ષિણમાં એક તેમ, બે-બે આભિયોગિક દેવોની શ્રેણીઓ છે. ૩૪ x ૨ = ૮. જંબૂદ્વીપમાં કુલ ૮ + ૮ = ૧૩૬ કુલ શ્રેણીઓ થાય છે.
જંબૂઢીપની વિજયાદિ સંખ્યા :१४ जंबुद्दीवे णं भंते ! दीवे केवइया चक्कवट्टिविजया ? केवइयाओ रायहाणीओ? केवइयाओ तिमिसगुहाओ? केवइयाओ खंडप्पवायगुहाओ? केवइया कयमालया देवा ? केवइया णट्टमालया देवा? केवइया उसभकूडा पव्वया पण्णत्ता?
गोयमा ! जंबुद्दीवे दीवे चोत्तीसं चक्कवट्टिविजया, चोत्तीसं रायहाणीओ, चोत्तीसं खंडप्पवाय गुहाओ, चोत्तीसं कयमालया देवा, चोत्तीसं णट्टमालया देवा, चोत्तीसं उसभकूड पव्वया पण्णत्ता । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જેબૂદ્વીપમાં કેટલી ચક્રવર્તી વિજય(ચક્રવર્તી દ્વારા વિજય પ્રાપ્ત કરવા યોગ્ય ક્ષેત્ર), રાજધાનીઓ, તિમિસ ગુફાઓ, ખંડપ્રપાત ગુફાઓ, કેટલા કૃતમાલક દેવ, નૃતમાલકદેવ તથા ઋષભકૂટ છે?
ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપમાં ચોત્રીસ ચક્રવર્તીવિજય, ચોત્રીસ રાજધાનીઓ, ચોત્રીસ તિમિસગુફાઓ, ચોત્રીસ ખંડપ્રપાતગુફાઓ, ચોત્રીસ કુતમાલકદેવ, ચોત્રીસ નૃતમાલકદેવ તથા ચોત્રીસ ઋષભ કૂટ પર્વત છે.