________________
૪૩
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
જંબુદ્વીપના પર્વતોની કૂટ સંખ્યા :
९ जंबुद्दीवे णं भंते ! दीवे केवइया वासहरकूडा ? केवइया वक्खारकूडा ? केवइया वेयढकूडा, केवइया मंदरकूडा पण्णत्ता ?
गोयमा ! छप्पण्णं वासहरकूडा, छण्णउदं वक्खारकूडा, तिण्णि छलुत्तरा वेयड्ढकूडसया, णव मंदरकूडा पण्णत्ता । एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे चत्तारि सतट्ठा (सत्तट्ठ) कूडसया भवतीति मक्खायं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબૂદ્વીપમાં કેટલા વર્ષધર ફૂટ, કેટલા વક્ષસ્કાર કૂટ, કેટલા વૈતાઢયફ્રૂટ તથા કેટલા મંદરકૂટ છે ?
ઉત્તર– હે ગૌતમ ! જંબૂદ્વીપમાં છપ્પન વર્ષધરકૂટ, છઠ્ઠું વક્ષસ્કારકૂટ, ત્રણસો છ વૈતાઢયકૂટ તથા નવ મંદરકૂટ છે. આ પ્રમાણે આ બધાં મળીને કુલ ૫૬+૯+૩૦૬+૯ = ૪૬૭ (ચારસો સડસઠ) ફૂટ થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જંબૂઢીપના પર્વત ઉપર ફૂટ–શિખરોની સંખ્યાનું કથન છે.
જંબુદ્રીપમાં ચુલ્લહિમવંત અને શિખરી વર્ષધર પર્વત પર ૧૧-૧૧(૨૨); મહાહિમવંત અને રુકિમ વર્ષધર પર્વત ઉપર ૮-૮(૧૬); નિષધ અને નીલવાન વર્ષધર પર્વત ઉપર ૯-૯(૧૮); આ રીતે વર્ષધર પર્વત ઉપર ૫૬ ફૂટ છે. ૩૪ વૈતાઢય પર્વત ઉપર ૯-૯ (૩૪×૯ = ૩૦૬) ફૂટ છે. મંદરપર્વત ઉપર નંદનવનમાં ૯ ફૂટ છે.
૧૬ વક્ષસ્કારના ૪ ફૂટ(૧૬ × ૪ = ૬૪), ગજદંતાકાર વક્ષસ્કાર પર્વતમાં ગંધમાદન અને સોમનસ વક્ષસ્કાર પર્વત ઉપર ૭-૭(૧૪) અને માલ્યવંત અને વિદ્યુત્પ્રભ વક્ષસ્કાર પર્વત ઉપર ૯-૯(૧૮), આ રીતે ૯૬(છન્નુ) વક્ષસ્કાર ફૂટ છે. આ રીતે વર્ષધરકૂટ ૫૬ + વક્ષસ્કારકૂટ ૯૬ + વૈતાઢયકૂટ ૩૦૬ + મંદરકૂટ ૯ = ૪૬૭ ફૂટ થાય છે.
જંબુદ્વીપની તીર્થ સંખ્યા :
१० जंबुद्दीवे णं भंते दीवे भरहे वासे कइ तित्था पण्णत्ता ? गोयमा ! तओ તિસ્થા પળત્તા, તં નહીં- માટે, વરવામે, પમાણે ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કેટલા તીર્થ છે ? ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં ત્રણ તીર્થ છે– (૧) માગધ તીર્થ, (૨) વરદામ તીર્થ (૩) પ્રભાસ તીર્થ.