________________
| છઠ્ઠો વક્ષસ્કાર
[ ૪૩૫ ]
ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપમાં છ વર્ષધર પર્વત, એક મંદર-મેરુ પર્વત, એક ચિત્રકૂટ પર્વત, એક વિચિત્રકૂટ પર્વત, બે ચમકપર્વત, બસો(૨૦૦) કાંચનક પર્વત, વીસ વક્ષસ્કાર પર્વત, ચોત્રીસ દીર્ઘ વૈતાઢય પર્વત અને ચાર વૃત્તવૈતાઢયપર્વત છે. આ પ્રમાણે જંબુદ્વીપમાં પર્વતોની કુલ સંખ્યા +૧+ ૧+૧+૨+ ૨00+૨+૩૪+૪ = ૨૬૯ (બસો ઓગણસીત્તેર) છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જેબૂદ્વીપના પર્વતોની સંખ્યાનું કથન છે. વર્ષધર પર્વત :- મુખ્ય સાત ક્ષેત્રને વિભાજીત કરતા ૬ વર્ષધર પર્વત છે. (૧) ચુલ્લહિમવંત (૨) મહાહિમવંત (૩) નિષધ. આ ત્રણ પર્વત મેરુની દક્ષિણમાં છે જ્યારે (૪) નીલવાન (૫) રુક્મિ (૬) શિખરી, આ ત્રણ પર્વત મેરુની ઉત્તર દિશામાં છે. મંદર પર્વતઃ– મંદર-મેરુ એટલે કેન્દ્ર નાભિ. જંબૂદ્વીપના કેન્દ્રમાં ૧ લાખ યોજન ઊંચો મેરુ પર્વત છે. ચિત્ર-વિચિત્ર પર્વતઃ– દેવકુરુક્ષેત્રમાં સીતોદા નદીના પૂર્વી તટપર વિચિત્ર અને પશ્ચિમી તટ પર ચિત્ર નામના એક-એક પર્વત છે. યમક પર્વત – ઉત્તરકુરુક્ષેત્રમાં સીતા નદીના પૂર્વ-પશ્ચિમી કિનારે એક-એક, એમ બે યમક પર્વત છે. કાંચનક પર્વત:- ઉત્તરકુરુક્ષેત્રમાં સીતા નદી ઉપરના અને દેવકુમાં સીસોદા નદી ઉપરના પાંચ-પાંચ દ્રહના પૂર્વ-પશ્ચિમી કિનારે ૧૦૦-૧૦૦ કાંચનક પર્વત છે. આ રીતે કુલ ૨00 કાંચનક પર્વતો છે. વક્ષસ્કાર પર્વત - મહાવિદેહ ક્ષેત્રનું વિભાજન કરતા પર્વતને વક્ષસ્કાર પર્વત કહે છે. તેમાં ઉત્તરકુરુક્ષેત્રને વિભાજિત કરનારા ૨ વક્ષસ્કાર; દેવકુરુક્ષેત્રને વિભાજીત કરનારા ૨ વક્ષસ્કાર પર્વત છે અને વિજયોને વિભાજિત કરતાં ૧૬ વક્ષસ્કાર પર્વતમાંથી પૂર્વ મહાવિદેહમાં સીતાનદીની ઉત્તરે ૪ વક્ષસ્કાર, દક્ષિણમાં ચાર વક્ષસ્કાર, પશ્ચિમ મહાવિદેહમાં સીસોદા નદીની ઉત્તરમાં ચાર અને દક્ષિણમાં ચાર વક્ષસ્કાર પર્વતો છે. કુલ ૧૬+ ૪ = ૨૦ વક્ષસ્કાર પર્વત છે. દીર્ઘ વૈતાઢ્ય પર્વત - ભારત, ઐરાવત ક્ષેત્રમાં તે ક્ષેત્રની મધ્યમાં પૂર્વ પશ્ચિમ લાંબા બે વૈતાઢય પર્વત અને ૩ર વિજયમાં તે ક્ષેત્રની મધ્યમાં પૂર્વ-પશ્ચિમ લાંબા એક, એક, તેમ બત્રીસ વિજયના ૩ર વૈતાઢય પર્વત છે. કુલ મળી ૩ર + ૨ = ૩૪ દીર્ઘ વૈતાઢય છે. વૃત્ત વૈતાઢય પર્વત - હેમવત, હરિવર્ષ, હરણ્યવત, રમ્યફવર્ષ, આ ચાર ક્ષેત્રની મધ્યમાં ગોળાકારે વૈતાઢ્ય પર્વત છે, એમ કુલ ચાર વૃત્ત વૈતાઢય પર્વત છે.
આ ઉપરાંત જંબુદ્વીપમાં હારમાળા રૂપે નહીં પરંતુ એક-એક પર્વતો શિખરના આકારવાળા-કૂટ પર્વતો છે. ૩ર વિજય અને ભરત-ઐરાવતક્ષેત્રમાં એક-એક ઋષભકૂટ છે. કુલ ૩૪ ઋષભકૂટ પર્વતો છે. જંબૂવૃક્ષવનમાં, શાલ્મલીવૃક્ષવનમાં, ભદ્રશાલવનમાં ૮-૮ કુલ ૨૪, કૂટ પર્વતો છે. સર્વ મળીને ૩૪+ ૨૪ = ૫૮ કૂટ પર્વતો ઉમેરતા ર૯ + ૫૮ = ૩ર૭ પર્વતો જંબૂદ્વીપમાં છે. સૂત્રકારે કૂટ પર્વતોની ગણના કરી નથી.