________________
પાંચમો વક્ષસ્કાર
૪૧૧
પર્વત ઉપર આવે છે. વિશેષતા એ છે કે તેના છ હજાર સામાનિક દેવ, છ અગ્રમહિષીઓ, સામાનિકદેવોથી ચાર ગણા અંગરક્ષકદેવ હોય છે. તેમની મેઘસ્વરા નામની ઘંટા, ભદ્રસેન નામના પદાતિસેનાધિપતિ છે. તેના વિમાનનો પચ્ચીસ હજાર યોજનાનો વિસ્તાર છે અને મહેન્દ્રધ્વજ અઢીસો યોજન વિસ્તૃત હોય છે. અસુરેન્દ્રને છોડીને શેષ ભવનવાસી ઇન્દ્રોનું વર્ણન તે પ્રમાણે જ છે.
५० असुराणं ओघस्सरा घंटा, णागाणं मेघस्सरा, सुवण्णाणं हंसस्सरा, विज्जूणं कोंचस्सरा, अग्गीणं मंजुस्सरा, दिसाणं मंजुघोसा, उदहीणं सुस्सरा, दीवाणं महुरस्सरा, वाऊणं णंदिस्सरा, थणियाणं णंदिघोसा ।
चउसट्ठी सट्ठी खलु, छच्च सहस्सा उ असुर वज्जाणं ।
सामाणिया उ एए चउग्गुणा आयरक्खा उ ॥१॥ दाहिणिल्लाणं पायत्ताणीयाहिवई भद्दसेणो, उत्तरिल्लाणं दक्खो । ભાવાર્થ – દશ ભવનવાસી દેવોમાં વિશેષતાઓ આ પ્રમાણે છે– અસુરકુમારોની ઓઘસ્વરા, નાગકુમારોની મેઘસ્વરા, સુવર્ણકુમારોની હંસસ્વરા, વિધુસ્કુમારોની કચસ્વરા, અગ્નિકુમારોની મંજુસ્વરા, દિકુમારોની મંજુઘોષા, ઉદધિકુમારોની સુસ્વરા, દ્વીપકુમારોની મધુરસ્વરા, વાયુકુમારોની નંદીસ્વરા તથા સ્વનિતકુમારોની નંદિઘોષા નામની ઘંટાઓ છે.
ભવનપતિ ઇન્દ્રોમાં ચમરેન્દ્રના ચોસઠ હજાર અને બલીન્દ્રના સાઠ હજાર સામાનિક દેવ છે. અસુરેન્દ્રોને છોડીને ઘરણેન્દ્ર આદિ અઢાર ભવનવાસી ઇન્દ્રોના છ-છ હજાર સામાનિક દેવો છે. સામાનિદેવોથી ચાર ચાર ગુણા અંગરક્ષક દેવો છે.
ચમરેન્દ્રને છોડીને દક્ષિણદિશાના ભવનપતિ ઇન્દ્રોના ભદ્રસેન નામના પાયદલસેનાધિપતિ હોય છે. બલીન્દ્રને છોડીને ઉત્તરદિશાના ભવનપતિ ઈન્દ્રોના દક્ષ નામના પાયદલસેનાધિપતિ હોય છે. |५१ वाणमंत-जोइसिया एवं चेव णेयव्वा, णवरं-चत्तारिं सामाणियसाहस्सीओ, चत्तारि अग्गमहिसीओ, सोलस आयरक्खसहस्सा, विमाणा सहस्सं, महिंदज्झया पणवीसंजोयणसयं, घंटा दाहिणाणं मंजुस्सरा, उत्तराणं मंजुघोसा, पायताणीयाहिवई विमाणकारी य आभिओगा देवा, जोइसियाणं सुस्सरा सुस्सरणिग्घोसाओ घंटाओ, मंदरे समोसरणं जाव पज्जुवासंति । ભાવાર્થ :- આ જ પ્રમાણે વ્યંતરેન્દ્રો તથા જ્યોતિષેન્દ્રોનું વર્ણન છે. તેમાં વિશેષતા એ છે કે- તેના ચાર હજાર સામાનિકદેવ, ચાર અગ્રમહિષીઓ અને સોળ હજાર અંગરક્ષકદેવો છે.વિમાન એક હજાર યોજનના વિસ્તારવાળા અને મહેન્દ્રધ્વજ એકસો પચ્ચીસ યોજન વિસ્તીર્ણ છે. દક્ષિણ દિશાના વ્યંતરેન્દ્રોની મંજુસ્વરા અને ઉત્તર દિશાના વ્યંતરેન્દ્રોની મંજુઘોષા ઘંટા છે. તેના પદાતિસેનાધિપતિ તથા વિમાનોની વિદુર્વણા