________________
પાંચમો વક્ષસ્કાર
૪૦૭ |
ભાવાર્થ :- ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક્ર બીજા અનેક ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવ-દેવીઓની સાથે, સર્વપ્રકારની ઋદ્ધિથી સુશોભિત, ઉત્કૃષ્ટ, ત્વરિત, શીઘ, દેવગતિથી ચાલતાં મંદરપર્વતના, પંડકવનમાં આવેલી અભિષેકશિલાનું અભિષેક સિંહાસન છે, ત્યાં આવે છે. આવીને પૂર્વાભિમુખે તે ઉત્તમ સિંહાસન ઉપર બેસે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મધ્યલોકમાં શક્રેન્દ્રના આગમનનું વર્ણન છે. મધ્યલોક આગમન સમયે શકેન્દ્રનો વૈભવ - શકેન્દ્ર, ઇન્દ્રાણીઓ આદિથી યુક્ત પાલક યાનમાં બેસી પ્રયાણ કરે ત્યારે તેઓની આગળ સર્વ પ્રથમ અષ્ટ મંગલ હોય છે. ત્યારપછી કળશ, ઝારી, છત્ર, પતાકા, ચામર, વૈજયંતી ધ્વજા, છત્ર ધારણ કરાવાયેલી ઝારી, મહેન્દ્ર ધ્વજ અને ત્યારપછી પાંચ સેના અને સેનાધિપતિઓ અનુક્રમથી આગળ રહે છે. આભિયોગિક દેવો શક્રેન્દ્રના પાલક વિમાનમાં આગળ -પાછળ બંને બાજુએ રહે છે. આ રીતે સર્વે દેવ-દેવીઓ શક્રેન્દ્રના પાલક વિમાનમાં યથાક્રમે આરૂઢ થઈ પોત પોતાના નિશ્ચિત સ્થાને બેસી જાય છે. DિHIDTH:- અવતરણ માર્ગ. પ્રત્યેક દેવલોકમાંથી નીચે આવવાના, નીકળવાના માર્ગને નિર્માણમાર્ગ કહે છે, પહેલા અને બીજા દેવલોકનો પૃથ્વીપિંડ એક જ છે. તેથી તે બંને દેવલોકનો નિર્માણમાર્ગ પણ એક જ હોય છે. તે બંને દેવલોકની વચ્ચે સૌધર્મ દેવલોકની ઉત્તરમાં અને ઈશાન દેવલોકની દક્ષિણમાં આવેલો છે. ઉપરના દેવલોકોના નિર્માણમાર્ગ પણ આ નિર્માણમાર્ગની સીધાણમાં વચ્ચે હોય છે. બાળ વિમા પલિસા રેસા :- શક્રેન્દ્ર નંદીશ્વર દ્વીપના દક્ષિણ પૂર્વ દિશામાં આવેલા રતિકર પર્વત ઉપર આવીને વિમાનને નાનું કરે છે. પાલક વિમાન શાશ્વતા ૧ લાખ યોજનનું જંબૂદ્વીપ જેવડું હોય છે. જંબૂદ્વીપ જેવડા વિમાન સાથે જંબૂદ્વીપમાં આવવું શક્ય નથી, તેથી શક્રેન્દ્રની આજ્ઞાથી આ વિમાન નાનું કરવામાં આવે છે. ત્યારપછી પણ સંક્ષિપ્ત કરતાં-કરતાં તીર્થકરના નગર અને ભવન સમક્ષ આવે છે.
વિMિ – અવસ્થાપિની નિદ્રા-ગાઢ નિદ્રા. શક્રેન્દ્ર જન્માભિષેક માટે નવજાત પ્રભુને મેરુપર્વત ઉપર લઈ જાય ત્યારે માતા પુત્ર વિયોગથી દુઃખી ન થાય તે માટે શક્રેન્દ્ર પ્રભુની માતા ગાઢ નિદ્રામાં આવી જાય તેવો પ્રયોગ કરે છે અને માતા ગાઢ નિદ્રામાં સરી જાય તેને અવસ્થાપિની નિદ્રા કહે છે. પવિત્ર :- શકેન્દ્ર બાળ પ્રભુને મેરુ ઉપર લઈ જાય ત્યારે તીર્થકર ભગવાન જેવું જ એક પ્રતિબિંબ બનાવી માતા પાસે મૂકી જાય છે. મેરુપર્વત ઉપર જ્યારે અભિષેક મહોત્સવ ચાલુ હોય ત્યારે કદાચ કોઈ દુષ્ટ દેવ માતાને હેરાન કરવા તેની નિદ્રા પાછી ખેંચી લે તો માતા પોતાની સમીપે નિજ બાળકને જોતા દુઃખી ન થાય તેવી દીર્ધદષ્ટિથી શક્રેન્દ્ર તીર્થકર જેવું એક રૂપ બનાવી માતા પાસે મૂકીને જાય છે. ઈશાનેન્દ્રનું મેરુ પર્વત પર આગમન :४५ तेणं कालेणं तेणं समएणं ईसाणे देविंदे देवराया सूलपाणी वसभवाहणे