________________
પાંચમો વક્ષસ્કાર
૪૦૫
યુક્ત, ચૌર્યાસી હજાર સામાનિકદેવો વગેરેથી ઘેરાયેલા, સર્વ પ્રકારની ઋદ્ધિ વૈભવની સાથે, વાદ્ય ધ્વનિ સાથે સૌધર્મકલ્પની મધ્યમાં થઈ, દિવ્ય દેવ-ઋદ્ધિ બતાવતાં બતાવતાં જ્યાં સૌધર્મકલ્પનો ઉત્તરી નિર્માણ માર્ગ (બહાર નીકળવાનો માર્ગ) છે ત્યાં આવે છે; ત્યાં આવીને પછી આકાશ માર્ગે લાખો યોજનની ગતિથી નીચે ઉતરતાં ઉતરતાં, ઉત્કૃષ્ટ, તીવ્ર યાવત્ દિવ્ય દેવ ગતિથી આગળ વધતાં વધતાં, તિરછા લોકસંબંધી અસંખ્યદ્વીપ સમુદ્રોની મધ્યમાં થઈને નંદીશ્વર દ્વીપમાં જ્યાં દક્ષિણપૂર્વ દિશામાં રતિકર પર્વત છે, ત્યાં આવે છે.
| ४० तं दिव्वं देविड्डि जाव दिव्वं जाणविमाणं पडिसाहरमाणे पडिसाहरमाणे जेणेव भगवओ तित्थयरस्स जम्मणणगरे जेणेव भगवओ तित्थयरस्स जम्मणभवणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता भगवओ तित्थयरस्स जम्मणभवणं तेणं दिव्वेणं जाणविमाणेणं तिक्खुत्तो आयाहिणपयाहिणं करेइ, करेत्ता भगवओ तित्थयरस्स जम्मणभवणस्स उत्तरपुरत्थिमे दिसीभागे चतुरंगुलमसंपत्तं धरणियले तं दिव्वं બાળવિમાળ વેર, વેત્તા ।
ભાવાર્થ :- રતિકર પર્વત પર આવીને શક્રેન્દ્ર પોતાની દિવ્ય દેવઋદ્ધિ યાવત્ દિવ્ય યાન-વિમાનને નાનું બનાવે છે. બનાવીને તીર્થંકર ભગવાનના જન્મ નગર અને તીર્થંકર ભગવાનના જન્મ ભવન સમીપે આવે છે. ત્યાં આવીને તે દિવ્ય વિમાન દ્વારા તીર્થંકર ભગવાનના જન્મ ભવનને ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરે છે. એ પ્રમાણે કરીને તીર્થંકર ભગવાનના જન્મ ભવનથી ઉત્તરપૂર્વદિશામાં પોતાના દિવ્ય વિમાનને જમીનથી ચાર અંગુલ ઊંચું સ્થાપિત કરે છે.
४१ अट्ठहिं अग्गमहिसीहिं दोहिं अणीएहिं गंधव्वाणीएण य णट्टाणीएण य सद्धिं ताओ दिव्वाओ जाणविमाणाओ पुरत्थिमिल्लेणं तिसोवाणपडिरूवएणं पच्चोरुहइ ।
तणं सक्कस्स देविंदस्स देवरण्णो चउरासीइ सामाणियसाहस्सीओ ताओ दिव्वाओ जाणविमाणाओ उत्तरिल्लेणं तिसोवाणपडिरूवएणं पच्चोरुहंति, अवसेसा देवा य देवीओ य ताओ दिव्वाओ जाणविमाणाओ दाहिणिल्लेणं तिसोवाणपडिरूवएणं पच्चोरुहंति ।
ભાવાર્થ :- વિમાનને સ્થાપિત કરીને પોતાની આઠ અગ્રમહિષીઓ, ગંધર્વાનીક તથા નાટયાનીક નામની બે સેનાઓની સાથે તે દિવ્ય વિમાનમાંથી પૂર્વ દિશાવર્તી ત્રિસોપાન શ્રેણી દ્વારા નીચે ઉતરે છે.
ત્યારપછી દેવેન્દ્ર, દેવરાજ શક્રના ચૌર્યાસી હજાર સામાનિક દેવો ઉત્તર દિશાવર્તી ત્રિસોપાન દ્વારા તે દિવ્ય વિમાનમાંથી નીચે ઉતરે છે. શેષ દેવ-દેવીઓ (પાંચ સેના વગેરે) તે દિવ્ય યાન વિમાનની દક્ષિણવર્તી ત્રિસોપાન શ્રેણી દ્વારા નીચે ઉતરે છે.