________________
[ ૪૦૪ ]
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
तयाणंतरं च णं बहवे सोहम्मकप्पवासी देवा य देवीओ य सव्विड्डीए जाव दुरूढा समाणा पुरओ य मग्गओ य पासओ य अहाणुपुव्वीए संपट्ठिया । ભાવાર્થ - શક્ર વિમાનારૂઢ થઈ જાય ત્યારે તેની આગળ અનુક્રમે આઠ-આઠ મંગલો પ્રસ્થાન કરે છે, ચાલે છે.
તદનંતર જળથી પૂર્ણ કળશ અને ઝારી દિવ્ય છત્ર; દિવ્ય પતાકા, ચામર પવનથી લહેરાતી, અતિ ચી, જાણે આકાશને સ્પર્શતી હોય તેવી વિજય અને વૈજયંતી પતાકા અનુક્રમે ચાલે છે.
ત્યારપછી વજ-રત્નમય, ગોળ, મનોજ્ઞ સંસ્થાનવાળો, ઘસેલો હોય તેવો લીસો-સ્નિગ્ધ, માંજેલો હોય તેવો સ્વચ્છ, સુપ્રતિષ્ઠિત, વાંકો ન થાય તેમ ઉન્નત હોવાથી વિશિષ્ટ, પંચવર્ણી હજારો કુડભિલઘુપતાકાના સમૂહથી અલંકૃત, વાયુથી લહેરાતી વિજય સૂચક વૈજયંતી પતાકા, પતાકા ઉપર રહેલી પતાકાઓ, છત્ર ઉપર રહેલા છત્રથી સુશોભિત; જેનો અગ્રભાગ આકાશતલને સ્પર્શ કરતો હોય તેવો અતિ ઊંચો, એક હજાર યોજન ઊંચો, અતિમહાન એવો મહેન્દ્ર ધ્વજ નામનો ધ્વજ આગળ ચાલે છે.
ત્યારપછી પોત-પોતાના કાર્યાનુરૂપ પહેરવેષથી યુક્ત, સુસજ્જિત અનેક પ્રકારના અલંકારોથી વિભૂષિત પાંચ સેનાઓ અને પાંચ સેનાપતિદેવો અનુક્રમથી ચાલે છે. (સાત સેનામાંથી બે સેના શક્રેન્દ્રની સાથે પૂર્વવર્તી સોપાન શ્રેણીથી પ્રવેશ કરે છે માટે અહીં પાંચ સેનાનું કથન છે.)
ત્યારપછી ઘણાં આભિયોગિક દેવ-દેવીઓ પોતપોતાના રૂપ-વેષથી યુક્ત, પોતપોતાના ઉપકરણ સહિત દેવેન્દ્ર દેવરાજ શક્રની આગળ, પાછળ અનુક્રમે ચાલીને યાન-વિમાનમાં પ્રવેશ કરે છે.
ત્યારપછી સૌધર્મકલ્પવાસી અનેક દેવ-દેવીઓ સર્વપ્રકારની સમૃદ્ધિ સાથે લાવત્ વિમાનારુઢ થઈને દેવેન્દ્ર, દેવરાજ શક્રની આગળ-પાછળ અને બંને બાજુ ચાલે છે. | ३९ तए णं से सक्के तेणं पंचाणियपरिक्खित्तेणं जाव महिंदज्झएणं पुरओ पकड्डिज्जमाणेणं, चउरासीए सामाणिय साहस्सीहिं परिवुडे, सव्विड्डीए जावरवेणं सोहम्मस्स कप्पस्स मज्झमज्झेणं तं दिव्वं देवि४ि उवदंसमाणे-उवदंसमाणे जेणेव सोहम्मस्स कप्पस्स उत्तरिल्ले णिज्जाणमग्गे तेणेव उवागच्छइ, उवागच्छित्ता जोयणसयसाहस्सीएहिं विग्गहेहिं ओवयमाणे-ओवयमाणे ताए उक्किट्ठाए जाव देवगईए वीईवयमाणे-वीईवयमाणे तिरियमसंखिज्जाणं दीवसमुद्दाणं मझमज्झेणं जेणेवणंदीसरवरे दीवे जेणेव दाहिणपुरथिमिल्ले रइकरगपव्वए तेणेव उवागच्छइ, ૩વાછિત્તા ! ભાવાર્થ – આ પ્રમાણે વિમાનસ્થ દેવરાજ શક્ર, પાંચ સેનાઓ સાથે વાત આગળ ચાલતા મહેન્દ્રધ્વજથી