________________
ચોથો વક્ષસ્કાર
[ ૩૧ |
પશ્ચિમ દિશાના ઉત્તરવર્તી સિંહાસન પર પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની, સીતોદા નદીની ઉત્તરવર્તી વપ્રાદિ આઠ (૨૫ થી ૩૨) વિજયના તીર્થકરોનો અભિષેક થાય છે.
ઉત્તર અને દક્ષિણ દિશાના સિંહાસન પર ઐરાવત, ભરત ક્ષેત્રના તીર્થકરોના અભિષેક થાય છે.
આ પ્રમાણે મેરુ પર્વત ઉપર અભિષેક કરવાના છ આસનો છે, ત્યાં એક સાથે મહાવિદેહ ક્ષેત્રના ચાર અથવા ભરત-ઐરાવત ક્ષેત્રના બે તીર્થકરોના અભિષેક થાય છે, તીર્થકરોના જન્મ મધ્યરાત્રિએ થાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં મધ્યરાત્રિએ તીર્થકરના જન્મ થાય ત્યારે ભરત, ઐરાવત ક્ષેત્રમાં મધ્યાહ્નકાળ હોય છે તેથી મહાવિદેહ ક્ષેત્ર અને ભરત-ઐરાવત ક્ષેત્રમાં તીર્થકરોના જન્મ એક સાથે થતા નથી.
કાળની ભિન્નતાના કારણે અઢીદ્વીપમાં એક સાથે ૩૦ તીર્થકરનો જન્મ થતો નથી. પાંચ ભરત, પાંચ ઐરાવતની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ૧૦ અને પાંચ મહાવિદેહની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ૨૦ તીર્થકરોના જન્મ એક સાથે થાય છે. પંડકવનગત મેરુ ચૂલિકા – પંડકવનની વચ્ચે મેરુપર્વતની ચોટલી જેવી ચૂલિકા છે. તે ૪૦ યોજન ઊંચી છે. તે મૂળમાં ૧૨ યોજન પહોળી છે. તે ચૂલિકાની પહોળાઈ પ્રત્યેક યોજને યોજન અર્થાત્ દર પાંચ યોજને ૧ યોજન ઘટે છે. તેથી ચાલીસ યોજને આઠ યોજન ઘટવાથી(૧૨-૮ = ૪) ઉપર તે ૪ યોજન પહોળી છે.
પંડકવન અભિષેકશિલાઓ -
સ્થાન આકારનું ચવાલી પરિદ્ધિ
વિખંભ
મેરુ | વલયા
કાર |
પર્વત
૪ દિશાની અભિષેકશિલા સિંહાસન ૫૦ યોજન દૂર વન વિગત લાંબી |પહોળી જાડી | આકાર | લંબાઈ|ઊંચાઈ | સિદ્ધા પુષ્કરિણી| પ્રાસાદ ૫૦૦ રપ૦ | ૪ | અર્ધ ૫OO ર૫૦ ૪ | ચારે | પુષ્કરિણી યો. | યો. | યો. || ધનુ. | દિશામાં | વિદિશામાં વચ્ચે
ચાર | ચાર- | ચાર પૂર્વ-પશ્ચિમની અભિષેકશિલા પર
ચાર ૨–૨ અને ઉત્તર-દક્ષિણની શિલા પર
૧–૧ સિંહાસન હોય છે.
સાધિક ૩૧ર યો.
યોજન
ઉપર
૯િ૯OOK
યો. ની ઉંચાઈએ
મંદર પર્વતના ત્રણ કાંડ :१९१ मंदरस्स णं भंते ! पव्वयस्स कइ कंडा पण्णत्ता ?
गोयमा ! तओ कंडा पण्णत्ता, तं जहा- हेट्ठिल्ले कंडे, मज्झिमिल्ले कंडे, ૩વરિત્તે વડે
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મંદરપર્વતના કેટલા કાંડ-વિભાગો છે? ઉત્તર- હે ગૌતમ! તેના ત્રણ વિભાગ છે– (૧) નીચેનો વિભાગ (૨) વચ્ચેનો વિભાગ (૩) ઉપરનો વિભાગ.