________________
[ ૩૬o |
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
રહ્યું છે. તેથી તે પણ ચક્રવાલ વિખંભ ધરાવે છે. તેની પરિધિ સાધિક ૩,૧૨(ત્રણ હજાર, એકસો બાસઠ) યોજન છે.
પંડકવન ગત સિદ્ધાયતનાદિ:– મેરુચૂલિકાથી 50 યોજન દૂર પંડકવનમાં ચાર દિશામાં ૪ સિદ્ધાયતન છે. વિદિશામાં ચાર-ચાર પુષ્કરિણીઓ છે. તેના નામ આ પ્રમાણે છે– ઈશાન વિદિશામાં પંડ્રા, પ્રભાવ, સુરક્તા, રક્તાવલી; અગ્નિદિશામાં–ક્ષીરરસા, ઇક્ષુરસા, અમૃતરસા, વારૂણી; નૈઋત્ય વિદિશામાંશંખોતરા, શંખા, શંખાવર્તા, બલાહકા; વાયવ્ય વિદિશામાં–પુષ્પોત્તરા, પુષ્પવતી, સુપુષ્પા, પુષ્પમાલિની.
ચારે વિદિશામાં પપ્પકરિણીઓની વચ્ચે એક-એક પ્રાસાદ છે. તેમાંથી અગ્નિ અને નૈત્રઋત્યકોણના પ્રાસાદ શક્રેન્દ્રના છે અને વાયવ્ય અને ઈશાન કોણના પ્રાસાદ ઈશાનેન્દ્રના છે.
પંડકવનગત અભિષેક શિલાઓ :- પંડકવનમાં જિનેશ્વર ભગવાનના અભિષેક યોગ્ય ચાર શિલાઓ છે. તીર્થંકર પરમાત્મા જન્મે તે સમયે શક્રેન્દ્ર બાળ પ્રભુને મેરુ પર્વત ઉપર અને પંડકવનમાં લઈને આવે
છે અને પંડકવનની શિલા ઉપરના સિંહાસન પર પંડકવનમાં અભિષેક શિલાઓ
બાળ પ્રભુને લઈને બેસે છે. અનુક્રમે ૬૪ ઇન્દ્રો તીર્થોદકથી બાળપ્રભુનો અભિષેક કરે છે, સ્નાન કરાવે છે.
)
"
આ અભિષેક શિલાઓ પંડકવનની ચારે દિશામાં વન સીમાંતે સ્થિત છે. પૂર્વ અને પશ્ચિમની શિલાઓ ઉત્તર-દક્ષિણ લાંબી અને પૂર્વ પશ્ચિમ પહોળી છે. ઉત્તર અને દક્ષિણની શિલાઓ પૂર્વ પશ્ચિમ લાંબી અને ઉત્તર દક્ષિણ પહોળી છે.
આ ચારે શિલાઓ અર્ધચંદ્રાકારે અથવા ધનુષ્યાકારે સ્થિત છે. તેનો વક્રભાગ ચૂલિકાની તરફ છે અને
પોતપોતાની દિશા તરફ સરળ-સીધી છે. પાંડુ શિલા અને પાંડુકંબલશિલા શ્વેત સુવર્ણમય છે. રક્ત શિલા અને રક્ત કંબલ શિલા રક્ત સુવર્ણમય છે.
પૂર્વ પશ્ચિમની શિલા પર બે-બે સિંહાસન છે અને ઉત્તર દક્ષિણની શિલા પર એક-એક સિંહાસન છે.
પૂર્વ દિશાના ઉત્તરવર્તી સિંહાસન પર પૂર્વ મહાવિદેહ ક્ષેત્રની, સીતાનદીની ઉત્તરવર્તી કચ્છાદિ (૧થી ૮) વિજયના તીર્થકરોના, દક્ષિણવર્તી સિંહાસન પર પૂર્વ મહાવિદેહ ક્ષેત્રની, સીતાનદીની દક્ષિણવર્તી વત્સાદિ આઠ(૯ થી ૧૬) વિજયના તીર્થકરોના અભિષેક થાય છે.
- પશ્ચિમ દિશાના દક્ષિણવર્તી સિંહાસન પર પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની સીતોદા નદીની દક્ષિણવર્તી પદ્માદિ આઠ (૧૭ થી ૨૪) વિજયના તીર્થકરોના અભિષેક થાય છે.