________________
છે. ઋષભ અહંનું ચરિત્ર ખરેખર અપૂર્વ અને અદ્ભુત છે. અંતે ૮૪ લાખ પૂર્વ પૂર્ણ થતાં ઋષભ અહંત પદગલ લોકથી અલગ થઈ સ્વરૂપાનંદી બની જાય છે. તેમના તેજસ્વી શરીરની અંતિમ વિધિ કરવા ઊદ્ગલોકમાંથી દેવો આવે અને ત્યાગી મહાત્માનું શરીર કેટલું પૂજનીક, અર્ચનીક છે તે તેમના શરીરને વંદન નમસ્કાર કરીને ઋષભ અહંતના શરીરના દાઢ, અસ્થિ ગ્રહણ કરીને તીર્થકરના સ્થૂલ દેહના મહિમાને પ્રગટ કરે છે. ત્રીજો વિભાગ પૂર્ણ થતાં ચોથા વિભાગમાં ઋષભ સમાન તીર્થંકરાદિ મહાપુરુષો જન્મ ધારણ કરે છે. આ રીતે ચોથો વિભાગ પૂર્ણ થાય છે.
ત્યારપછી જીવોના પુણ્ય ઘટી જવાથી તે જીવો મારી પાસેથી અશુભતર અને ક્રમશઃ અશુભતમ માલ ગ્રહણ કરે છે. અશુભતર અને અશુભતમ માલના પ્રભાવે ચારે બાજુ પાંચમાં અને છઠ્ઠા વિભાગના દુઃખમય દશ્યો સર્જાય છે, માનવોના નાના નાના દેહ, ૭ર બિલમાં જ નિવાસ, મનુષ્યોની અતિ દુઃખી અવસ્થા થાય છે.
આ રીતે સારા-નરસા છ વિભાગ અને નરસા-સારાના બીજા છ વિભાગમાં માનસ યાત્રી પક્ષીને પદ્ગલિક જગતમાં ફેરવી, ભિન્ન-ભિન્ન દશ્યો બતાવીને કહ્યું કે અમારું ક્ષેત્ર નિહાળવા તમે બીજા વક્ષસ્કારના કક્ષને ખોલીને જોશો ત્યારે તેને માણી શકશો. હવે અમારા ત્રીજા ભાઈના રાજ્યમાં પધારો. ત્રીજો વક્ષસ્કાર - આપણું માનસ પક્ષી ઊડ્યું અને આવી ચઢયું ત્રીજા વક્ષસ્કારના કક્ષમાં. ત્યાં કર્મભોગ કુમારનું સામ્રાજ્ય છે. માનસ પક્ષીની જાણવાની આતુરતા જોઈને કર્મભોગકુમારે પોતાના રાજ્યના વર્ણનનો પ્રારંભ કર્યો અને કહ્યું કે આ કક્ષમાં કર્મ અને ધર્મ, મારું અને તારું, જ્યાં જૂઓ ત્યાં પુલનું રાજ્ય જોવા મળે છે. આ કક્ષમાં પુદ્ગલપિંડના ભોગ અને અંતે તેના ત્યાગ માટે સર્જિત ભરત રાજાનું વર્ણન છે. તે સ્વયં પોતાનું કથાનક કહે છે તે તમે સાંભળો.
ઋષભપિતાએ અમારા સો ભાઈઓમાં રાજ્યનું વિભાજન કર્યું હોવા છતાં સંપૂર્ણ ભરતક્ષેત્રના ભોગ્ય ભોગોને એકત્રિત કરવાની મારી તમન્ના કેવી હોય છે? તે ભરતક્ષેત્રને વશ કરવા, પૌદ્ગલિક સુખ ભોગવવા ક્યા ક્યા સાધન જોઈએ તે હું તમોને સમજાવું છું.
ભરતક્ષેત્રના છખંડને જીતવા મેં બહુ પુણ્ય કરી સાત એકેન્દ્રિય રત્ન અને સાત
35